આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે GCRI હોસ્પિટલમાં 75 કરોડના રેડિયોથેરાપી મશીનો અને ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ
રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન નિમીષાબેન સુથારે GCRIમાં ઉપલબ્ધ થયેલ અત્યાધુનિક ઉપકરણો કેન્સર ગ્રસ્ત દર્દીઓની સારવારમાં અસરકારક પરિણામ આપશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.
AHMEDABAD : આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ (Rushikesh Patel)એ અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી GCRI-ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના અદ્યત્તન રેડિયોથેરાપી મશીનોનું આજરોજ લોકાર્પણ કર્યું હતુ. આ તમામ મશીનો દર્દીઓની સારવારમાં સેવાર્થે કાર્યરત કરાવતા આરોગ્યપ્રધાને અદ્યત્તન મશીનો થકી દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો થશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવાર ક્ષેત્રે ઉદાહરણીય કામગીરી કરી રહી હોવાનું જણવી આ હોસ્પિટલમાં સમગ્ર ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્યોના દર્દીઓ પણ સારવાર મેળવી રહ્યા છે. રેડિયોથેરાપી ઓન્કોલોજી સારવાર ક્ષેત્રે અંદાજીત 75 કરોડના ખર્ચે અધત્તન ટેકનોલોજીયુક્ત મશીન વિકસાવનારી GCRI કેન્સર હોસ્પિટલ સમગ્ર દેશમાં પ્રથમ સરકારી હોસ્પિટલ બની છે. રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન નિમીષાબેન સુથારે GCRIમાં ઉપલબ્ધ થયેલ અત્યાધુનિક ઉપકરણો કેન્સર ગ્રસ્ત દર્દીઓની સારવારમાં અસરકારક પરિણામ આપશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.
આજે સિવિલ મેડિસીટીની જી.સી.આર.આઇ. હોસ્પિટલમાં ૭૫ કરોડના ખર્ચે વિકસાવેલા રેડિયોથેરાપી ના અધતન ટેકનોલોજી યુક્ત ઉપકરણોનું લોકાર્પણ કર્યું. સાથે રાજ્યકક્ષા મંત્રી @Nimishaben_BJP જી ઉપસ્થિત રહ્યા.@civilhospamd pic.twitter.com/HJyZixEofM
— Rushikesh Patel (@Rushikeshmla) October 16, 2021
આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કે તાજેતરમાં જ પ્રધાનમંત્રી જન આરોગ્ય-આયુષ્યમાન યોજનાને ત્રણ વર્ષ પૂર્ણ થવા ના પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા દ્વારા આરોગ્ય મંથન કાર્યક્રમમાં PMJAY કાર્ડ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ GCRI હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરે દ્વીતીય ક્રમાંક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે સમગ્ર ગુજરાત માટે ગૌરવવંતી બાબત બની રહી હતી.
આરોગ્ય પ્રધાને ડિસેમ્બર સુધીમાં રાજ્યના 90 થી 95% નાગરિકોને કોરોના રસીકરણના બંને ડોઝ આપી સુરક્ષા કવચ પ્રાપ્ત કરાવવા સરકાર દ્વારા સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. રાજ્યના પી.એચ.સી, સી.એચ.સી, સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ, સરકારી તમામ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા, તેમના તમામ પ્રશ્નો સમસ્યાઓના રજૂઆતોના ત્વરિત નિરાકરણ માટે તમામ હોસ્પિટલોમાં ટૂંક સમયમાં “કંમાડ એન્ડ કંટ્રોલ” સેન્ટર કાર્યરત કરવામાં આવનાર હોવાનું આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું. મેડિકલ ક્ષેત્રનું PPP મોડેલ સેવા અને સારવારનું ઉત્તમ મોડલ રાજ્યભરમાં સાબિત થયું છે તેમ આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું.
આ લોકાર્પણ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર આર.કે.દિક્ષીત, GCRIના ચેરમેન પંકજ પટેલ, GCRIના જનરલ સેક્રેટરી પ્રશાંત કિનારીવાલા, ડાયરેક્ટર શશાંક પંડ્યા, GCRIના CEO સતિષ રાવ, મેડિસીટીની વિવિધ હોસ્પિટલ અને સંસ્થાના વડા , હેલ્થકેર વર્કસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : VADODARA : ધર્માંતરણ અને હવાલા કૌભાંડના આરોપીઓ સલાઉદ્દીન અને ઉમર ગૌતમને ઉત્તરપ્રદેશથી વડોદરા લાવવામાં આવ્યાં
આ પણ વાંચો : આરોગ્યપ્રધાનનો મહત્વનો નિર્ણય,હવે એક જ નંબર દ્વારા રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોની સમસ્યા ઉકેલાશે