આરોગ્યપ્રધાનનો મહત્વનો નિર્ણય,હવે એક જ નંબર દ્વારા રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોની સમસ્યા ઉકેલાશે

આ નંબર પર સરકારી હોસ્પિટલમાં દર્દીને પડતી મુશ્કેલી અને વ્યવસ્થાના અભાવ બાબતે ફરિયાદ કરી શકાશે. કમાન્ડ કંટ્રોલ સેન્ટરની ફરિયાદોનું સીધું મોનિટરીંગ કરવામાં આવશે.

AHMEDABAD : ગુજરાતની હોસ્પિટલો માટે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલોની સમસ્યા માટે 108ની જેમ એક જ નંબર જાહેર કરાશે અને આ માટે એક કમાન્ડ કંટ્રોલ સેન્ટર ઉભું કરવામાં આવશે.આ નંબર પર સરકારી હોસ્પિટલમાં દર્દીને પડતી મુશ્કેલી અને વ્યવસ્થાના અભાવ બાબતે ફરિયાદ કરી શકાશે. કમાન્ડ કંટ્રોલ સેન્ટરની ફરિયાદોનું સીધું મોનિટરીંગ કરવામાં આવશે.
ઉચ્ચ અધિકારીઓ અને આરોગ્યપ્રધાન આ સમસ્યાઓ અંગે થયેલી રજૂઆત અને તેના અનુસંધાને આપવામાં આવેલા આદેશોનું સીધું મોનિટરીંગ કરશે.

ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલોની સમસ્યા માટેના આ નંબરથી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને પડતી હાલાકીઓ બાબતે સુધારો આવશે. હોસ્પિટલોમા પાણી, ગંદકી, શૌચાલય, લાઇનો, સ્ટાફના અયોગ્ય વર્તન અને હોસ્પિટલમા પડતી કોઇ પણ અગવડો બાબતે ફરિયાદ કરી શકાશે.

આજે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે સિવિલ મેડિસીટીની જી.સી.આર.આઇ. હોસ્પિટલમાં 75 કરોડના ખર્ચે વિકસાવેલા રેડિયોથેરાપીના અધતન ટેકનોલોજી યુક્ત ઉપકરણોનું લોકાર્પણ કર્યું. આ તમામ મશીન અંદાજીત 75 કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવ્યા છે. જે કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવારમાં અસરકારક સાબિત થશે.

આ ઉપરાંત આજે આરોગ્યપ્રધાને ઓક્સિજન જનરેટર (PSA) પ્લાન્ટનું લોકાર્પણ કર્યું, જેની મદદથી હવામાંથી મશીન દ્વારા ઓક્સિજન જનરેટ કરવામાં આવશે.જેની ક્ષમતા 620 લીટર પ્રતિ મિનીટની છે. જે અંદાજીત રૂ. 1.50 કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ગુજરાત સરકારની મોટી જાહેરાત, હવે અયોધ્યા તીર્થયાત્રા માટે રાજ્યના આદિવાસીઓને રૂ.5,000ની આર્થિક સહાય મળશે

આ પણ વાંચો : PORBANDAR : બે મોટા ઔધોગિક એકમો બંધ થતા મજૂરોનો રોજીરોટીનો પ્રશ્ન ઉભો થયો, જિલ્લામાં મંદીનો માહોલ છવાયો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati