હડતાળીયા રેસિડેન્ટ ડોકટર્સને 24 કલાકમાં હોસ્ટેલ ખાલી કરવા આદેશ, છતાં તબીબો લડી લેવાના મૂડમાં !

|

Jun 22, 2022 | 9:37 AM

હડતાલ પર ગયેલા રેસિડેન્ટ ડોકટર્સને 24 કલાકમાં હોસ્ટેલ ખાલી કરવા આરોગ્ય તંત્રએ(Health Dept)  આદેશ આપ્યો છે.જેમાં ઈન્ટર્ન રેસિડેન્ટ ડોક્ટર્સ અને જુનિયર રેસિડેન્ટ ડોકટર્સનો(Junir resident doctors) સમાવેશ થાય છે.

હડતાળીયા રેસિડેન્ટ ડોકટર્સને 24 કલાકમાં હોસ્ટેલ ખાલી કરવા આદેશ, છતાં તબીબો લડી લેવાના મૂડમાં !
Resident Doctors Strike

Follow us on

પોતાની પડતર માંગને લઇ તબીબો (Resident Doctor) લડી લેવાના મુડમાં દેખાઇ રહ્યાં છે.અમદાવાદમાં (Ahmedabad) સતત સાતમાં દિવસે પણ તબીબોની હડતાળ યથાવત રહી છે.જેને પગલે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. હડતાલ પર ગયેલા રેસિડેન્ટ ડોકટર્સને 24 કલાકમાં હોસ્ટેલ ખાલી કરવા આરોગ્ય તંત્રએ(Health Dept)  આદેશ આપ્યો છે.જેમાં ઈન્ટર્ન રેસિડેન્ટ ડોક્ટર્સ અને જુનિયર રેસિડેન્ટ ડોકટર્સનો(Junir resident doctors) સમાવેશ થાય છે.બીજી તરફ તબીબોનું કહેવું છે કે સરકાર કે આરોગ્ય વિભાગ સાથે હજુ સુધી કોઇ ચર્ચા કરવામાં આવી નથી.સાથે જ તબીબોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કોઇ પણ ભોગે હડતાળ ચાલુ રહેશે

દર્દીઓએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો

રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળથી અમદાવાદ સિવિલમાં(Ahmedabad Civil)  સારવાર માટે આપતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.ઓપીડીમાં દર્દીઓની લાંબી કતારો લાગી હતી,કલાકો સુધી રાહ જોયા બાદ પણ સારવાર ન મળતી હોવાની ફરિયાદો ઉઠી છે.તબીબોની હડતાળને કારણે સિવિલમાં ઓપરેશનની કામગીરીને ગંભીર અસર પહોંચી છે.સામાન્ય દિવસોમાં 150 જેટલા ઓપરેશન થતા હતા જે હાલ 60 જેટલા જ ઓપરેશન થઇ રહ્યાં છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ઇમરજન્સી સેવાને અસર ન થાય તેવી વ્યવસ્થા

તો બીજી તરફ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું કે દર્દીઓને કોઇ તકલીફ ન પડે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.ઇમરજન્સી સેવાને(Emergency service)  અસર ન પહોંચે તે માટે અન્ય જિલ્લામાંથી પણ તબીબોને બોલાવવામાં આવી રહ્યાં છે.

Next Article