Gujarati Video : અમદાવાદ કોર્પોરેશનની લીગલ કમિટી શોભાના ગાંઠિયા સમાન, વિપક્ષે નેતા શહેઝાદ ખાન પઠાણે લગાવ્યો આરોપ

TV9 GUJARATI

|

Updated on: Mar 16, 2023 | 8:10 AM

વકીલોને કેસ લડવા માટે કરોડોની ફી ચૂકવવામાં આવી રહી છે. છતાં કેસ પેન્ડિંગ હોવાનો આરોપ લગાવ્યો છે. વિપક્ષનો દાવો છે કે કોર્પોરેશનમાં 7 હજાર 944 લીગલ કેસ પેંડિંગ પડ્યાં છે.

અમદાવાદ કોર્પોરેશનની લીગલ કમિટી છે માત્ર શોભાના ગાંઠિયા સમાન છે, આ સણસણતો આરોપ વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે લગાવ્યો છે. લીગલ કમિટી સામે વિપક્ષે સવાલ ઉઠાવ્યાં અને ગંભીર આરોપ લગાવતા કહ્યું કે કોર્પોરેશનની લીગલ કમિટી અન્ય વિભાગ કરતા ઘણી નબળી છે.

આ પણ વાંચો : Railway News: મુસાફરોની સુવિધાને જોતા અમદાવાદ-ઓખા સ્પેશિયલ અને બાંદ્રા ટર્મિનસ-અજમેર સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા

વકીલોને કેસ લડવા માટે કરોડોની ફી ચૂકવવામાં આવી રહી છે. છતાં કેસ પેન્ડિંગ હોવાનો આરોપ લગાવ્યો છે. વિપક્ષનો દાવો છે કે કોર્પોરેશનમાં 7 હજાર 944 લીગલ કેસ પેંડિંગ પડ્યાં છે. છેલ્લા બે વર્ષમાં 8 હજાર 100 લીગલ કેસમાંથી માત્ર 156 કેસનું જ નિરાકરણ કરવામાં આવ્યું છે. વિપક્ષના કહેવા મુજબ સુપ્રીમ કોર્ટમાં 71, હાઇકોર્ટમાં 4 હજાર 341, મેટ્રો કોર્ટ ૩૫ અને સિટી સિવિલના 2 હજાર 494 કેસ પેન્ડિંગ છે. તો ટ્રિબ્યુનલ કોર્ટમાં 52 અને લેબર કોર્ટમાં 236 કેસ પેન્ડિંગ હોવાનો દાવો કર્યો છે.

તો બીજી તરફ લીગલ કમિટીના ચેરમેને વિપક્ષના તમામ આક્ષેપ ફગાવ્યાં અને કહ્યું કે કેસ પેન્ડિંગ પડ્યાં હોવાની વાત પાયાવિહોણી છે. છેલ્લા બે વર્ષમાં 4 હજારથી વધુ કેસનું નિરાકરણ કરવામાં આવ્યું છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati