Video : લોક ગાયિકા ગીતા રબારીએ અમદાવાદમાં પોતાના ઘરે મનાવી ઉત્તરાયણ, હિતુ કનોડિયાએ ગાંધીનગરમાં પરિવાર સાથે કરી ઉજવણી

|

Jan 14, 2023 | 1:25 PM

જાણીતા કલાકારો ઉત્તરાયણની (Uttarayan) ઉજવણી કેવી રીતે કરતા હોય છે, તે જાણવાનો સૌ કોઈને ઉત્સાહ હોય છે. TV9ની ટીમ અમદાવાદમાં જાણીતા લોક ગાયિકા ગીતા રબારીના ઘરે પહોંચી હતી અને ગીતા રબારીની ઉત્તરાયણ કેમેરામાં કેદ કરી હતી.

Video : લોક ગાયિકા ગીતા રબારીએ અમદાવાદમાં પોતાના ઘરે મનાવી ઉત્તરાયણ, હિતુ કનોડિયાએ ગાંધીનગરમાં પરિવાર સાથે કરી ઉજવણી
લોક ગાયિકા ગીતા રબારી અને ગુજરાતી એકટર હિતુ કનોડિયાએ પરિવાર સાથે મનાવી ઉત્તરાયણ

Follow us on

રાજ્યભરમાં ઉત્સાહપૂર્વક ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જાણીતા કલાકારો ઉત્તરાયણની ઉજવણી કેવી રીતે કરતા હોય છે, તે જાણવાનો સૌ કોઈને ઉત્સાહ હોય છે. TV9ની ટીમ અમદાવાદમાં જાણીતા લોક ગાયિકા ગીતા રબારીના ઘરે પહોંચી હતી અને ગીતા રબારીની ઉત્તરાયણ કેમેરામાં કેદ કરી હતી. ગીતા રબારીએ ખૂબ ઉત્સાહપૂર્વક પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી. તેમની સાથે આખો પરિવાર અગાસી પર જોવા મળ્યો. ગીતા રબારીએ પતંગ ઉડાવીને ઉત્તરાયણની મજા માણી.

આ પણ વાંચો- Video : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પરિવાર સાથે અમદાવાદના જગન્નાથ મંદિરમાં કર્યા દર્શન, પૂજા-આરતી કરી મેળવ્યા આશીર્વાદ

તો બીજી તરફ ગુજરાતી એકટર હિતુ કનોડિયાએ પોતાના પરિવાર સાથે ગાંધીનગરના પોતાના ઘરે ઉત્તરાયણનો પર્વ મનાવ્યો. હિતુ કનોડિયાએ પત્ની મોના થીબા અને પુત્ર રાજવીર સાથે ડાન્સ કરીને તેમજ પતંગ ઉડાવીને ઉત્તરાયણનો પર્વ મનાવ્યો. હિતુ કનોડિયાએ મિત્રો અને પરિવારજનોને સાથે રાખીને આ પર્વને ઉત્સાહપૂર્વક મનાવ્યો.

આ પણ વાંચો- Video: પૂર્વ CM વિજય રુપાણીએ રાજકોટમાં પરિવાર સાથે મનાવ્યો ઉત્તરાયણનો પર્વ, કેજરીવાલ પર આક્ષેપ કરતા કહ્યુ-‘AAPનું જુઠ્ઠાણુ ખુલ્લું પડ્યુ છે’

મહત્વનું છે કે, મકરસંક્રાંતિ એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારમાંથી એક છે. આ તહેવાર સમગ્ર ભારતમાં કોઈને કોઈ સ્વરૂપે ઉજવવામાં આવે છે. જ્યારે ભગવાન સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે. રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી માટે પતંગરસીકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ આકાશમાં રંગબેરંગી પતંગોની રંગોળી જોવા મળી છે, પતંગ રસિયાો પેચ લડાવવામાં મશગૂલ થયા છેઅને આજે દિવસભર આકાશમાં પતંગબાજીનું યુદ્ધ જામતુ જોવા મળી રહ્યુ છે.

Next Article