એશિયાના સૌથી મોટા અને ભારતના મહત્ત્વપૂર્ણ Defense expo 2022ની ગૌરવપૂર્વક યજમાની કરશે ગુજરાત

18થી 22 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ડિફેન્સ એક્ઝિબિશન-ડિફેન્સ એક્સપો 2022નું (Defense expo 2022) ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. આ ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટુ ડિફેન્સ એક્ઝિબિશન હશે. 

એશિયાના સૌથી મોટા અને ભારતના મહત્ત્વપૂર્ણ Defense expo 2022ની ગૌરવપૂર્વક યજમાની કરશે ગુજરાત
Defense expo 2022Image Credit source: TV9 gfx
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2022 | 6:32 PM

Gujarat News : અમદાવાદનું સાબરમતી રિવરફ્રન્ટ ભૂતકાળમાં વિદેશી રાષ્ટ્રપ્રમુખોની મુલાકાત, સી પ્લેનની સવારી, નેશલન ગેમ્સની રમતો, ભવ્ય ડ્રોન શો અને અનેક પ્રખ્યાત હસ્તીઓની મુલાકાતનું સાક્ષી રહ્યુ છે. આ જ અમદાવાદની ઓળખ સમાન સાબરમતી રિવરફ્રન્ટ ભારતીય સેનાના ભવ્ય શૌર્ય પ્રદર્શનની સાક્ષી બનવા જઈ રહ્યુ છે. ગુજરાત એશિયાના સૌથી મોટા અને ભારતના મહત્ત્વપૂર્ણ Defense expo 2022ની ગૌરવપૂર્વક યજમાની કરવા જઈ રહ્યુ છે. 18થી 22 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ડિફેન્સ એક્ઝિબિશન-ડિફેન્સ એક્સપો 2022નું (Defense expo 2022) ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. આ ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટુ ડિફેન્સ એક્ઝિબિશન હશે.

આ ઐતિહાસિક કાર્યક્રમ માટેની તમામ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. Defense expo 2022માં 31 વિદેશી સંરક્ષણ મંત્રીઓ સહિત 75 દેશો ભાગ લેશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાસે 18-22 ઓક્ટોબર વચ્ચે ભારતીય સેના દ્વારા લાઈવ ડેમો અને ડ્રોન શો યોજાશે. પોરબંદર ખાતે નૌસેના પ્રદર્શન અને જહાજની મુલાકાત 8-22 ઓક્ટોબર વચ્ચે યોજાશે. હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 1300થી વધુ પ્રદર્શનકર્તાઓ સાથે 1 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું અત્યાર સુધીનું સૌથી મોટું ડિફેન્સ એક્ઝિબિશન સાહિત થશે. જાહેર જનતા તેને 21થી 22 તારીખ દરમિયાન જોઈ શકશે.

ડિફેન્સ એક્ઝિબિશન-ડિફેન્સ એક્સપો 2022નો સંપૂર્ણ કાર્યક્રમ

મલ્હાર અને પૂજા એક જ દિવસે બર્થ ડે સેલિબ્રેટ કરે છે, જાણો શું છે કારણ
ઠંડીની ઋતુમાં રોજ એક મુઠ્ઠી શેકેલા ચણા ખાવાથી જાણો શું થાય છે?
જાવંત્રી ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 10-11-2024
શિયાળો આવતા જ ફાટવા લાગ્યા છે હોઠ ? તો અપનાવો આ ઘરેલું ઉપાય
ઘરમાં ભૂલથી પણ આ વસ્તુઓને ન રાખતા ખાલી, નહીં તો લાગી શકે છે વાસ્તુ દોષ

આ કાર્યક્રમને ભવ્ય બનાવવા ભારતીય સેનાના જવાનો, સરકારના અધિકારીઓ અને અમદાવાદ-ગાંધીનગરનું તંત્ર છેલ્લા ઘણા દિવસથી તનતોડ મહેનત કરી રહ્યુ છે. અમદાવાદ ગાંધીનગરમાં આ કાર્યક્રમ માટે લગભગ 1000 હોટેલ રુમ બુક કરવામાં આવ્યા છે. 18-22 ઓક્ટોબર દરમિયાન ભારત આફ્રિકા વચ્ચે સંરક્ષણ અંગે સંવાદ થશે. સાથે સાથે હિંદ મહાસાગરના સંરક્ષણ મંત્રીઓનું સંમેલન પણ યોજાશે.

આ કાર્યક્રમ દરમિયાન અમદાવાદના ઘણા રુટ બંધ રહેશે, જેના માટે વૈકલ્પિક રુટ પણ જાહેર કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન અમદાવાદ-ગાંધીનગરમાં કડક સુરક્ષા વ્યવસ્થા હશે. તેના માટે ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ આજે ગુજરાત પહોંચી ગયા છે. આ કાર્યક્રમ દરમિયાન મહેમાનોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે એપ પણ લોન્ચ કરવામાં આવી છે.

5 દિવસના કાર્યક્રમ દરમિયાન, પ્રથમ 3 દિવસ વિશિષ્ટ વ્યવસાયિક દિવસો રહેશે અને છેલ્લા 2 દિવસ એટલે કે 21 અને 22 ઓક્ટોબર 2022 સામાન્ય લોકો માટે રાખવામાં આવ્યા છે. રાજ્યના યુવા ઉદ્યોગ સાહસિકો અને ગુજરાતના કોલેજ-શાળાના યુવાનોને પણ આ કાર્યક્રમના સાક્ષી બનવાની તક મળશે.

પહેલીવાર 4 વેન્યૂ ફોર્મેટમાં Defense expo

Defense expoમાં પ્રથમ વખત 4 વેન્યૂ ફોર્મેટમાં યોજવાનું છે, જેમાં – હેલિપેડ પ્રદર્શન કેન્દ્ર (HEC) ખાતે પ્રદર્શન, મહાત્મા મંદિર કન્વેન્શન અને પ્રદર્શન કેન્દ્ર (MMCEC) ખાતે સત્તાવાર કાર્યક્રમો અને સેમિનારો, અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે કાર્યક્રમના પાંચેય દિવસ દરમિયાન ઉપકરણો અને સશસ્ત્ર દળો, DPSU અને ઉદ્યોગોનું કૌશલ્ય બતાવતા લાઇવ ડેમોસ્ટ્રેશન અને પોરબંદરમાં ભારતીય નૌસેના અને ભારતીય તટરક્ષક દળના જહાજની મુલાકાત યોજાશે. આ ઉપરાંત, ગાંધીનગર અને અમદાવાદમાં ડ્રોન શો પણ આ કાર્યક્રમની વિશેષતા રહેશે. ગાંધીનગરમાં યોજાઇ રહેલો 1600 ડ્રોન સાથેનો ડ્રોન શો દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન શો રહેશે.

એરફોર્સ અને આર્મી દ્વારા કરવામાં આવ્યુ ગ્રાન્ડ રિહર્સલ

અમદાવાદમાં ભારતીય સેના દ્વારા defence expo 2022 માટે છેલ્લા ઘણા દિવસોથી ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યુ. રિહર્સલ જોઈ અમદાવાદીઓ મંત્રમુગ્ધ થયા હતા. ધડાકા અને હેલિકોપ્ટરના અવાજથી આકાશ ગૂંજી ઉઠયુ હતુ. તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Video: અમદાવાદની કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે અલૌકિક અન્નકૂટ ઉત્સવ દર્શન
Video: અમદાવાદની કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે અલૌકિક અન્નકૂટ ઉત્સવ દર્શન
દિવાળી વેકેશનમાં ફરવા ગયેલા સુરતના પ્રવાસીઓને થયો કડવો અનુભવ
દિવાળી વેકેશનમાં ફરવા ગયેલા સુરતના પ્રવાસીઓને થયો કડવો અનુભવ
ગુજરાતની 8 મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી માટે પ્રસિદ્ધ કર્યુ જાહેરનામુ
ગુજરાતની 8 મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી માટે પ્રસિદ્ધ કર્યુ જાહેરનામુ
જુનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજનું નામ બદલવાની માગ પ્રબળ- Video
જુનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજનું નામ બદલવાની માગ પ્રબળ- Video
એક મહિનામાં 40 શિશુના મોતનો ખુલાસો થતા હડકંપ
એક મહિનામાં 40 શિશુના મોતનો ખુલાસો થતા હડકંપ
રાણીપમાં બુટલેગરના ત્રાસથી યુવકે કર્યો આપઘાત
રાણીપમાં બુટલેગરના ત્રાસથી યુવકે કર્યો આપઘાત
ભાજપે મહારાષ્ટ્રમા ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને આપ્યા લખલૂંટ વચનો
ભાજપે મહારાષ્ટ્રમા ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને આપ્યા લખલૂંટ વચનો
BJP કાર્યકરે કંકોત્રીમાં લખાવ્યુ ‘બટોગે તો કટોગે’નું સૂત્ર
BJP કાર્યકરે કંકોત્રીમાં લખાવ્યુ ‘બટોગે તો કટોગે’નું સૂત્ર
રામોલ પોલીસ તોડકાંડમાં DCPએ હેડ કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ
રામોલ પોલીસ તોડકાંડમાં DCPએ હેડ કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ
ઉમરગામની GIDC ખાતે આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ
ઉમરગામની GIDC ખાતે આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">