ગુજરાતમાં ફરી એકવાર માવઠું પડશે, હવામાન વિભાગની આગાહી

|

Jan 03, 2022 | 5:46 PM

6 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે.

ગુજરાતમાં ફરી એકવાર માવઠું મુશ્કેલી સર્જશે. હવામાન વિભાગના મતે રાજ્યમાં 5થી 8 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદ પડશે. રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ રહેશે. ખેડૂતોને જણસી પલળી ન જાય તે માટે સાવચેત રહેવા જણાવાયું છે. રાજ્યમાં માવઠા વચ્ચે 7 જાન્યુઆરી બાદ 4 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. આમ કમોસમી વરસાદ બાદ આકરી ઠંડીનો ચમકારો અનુભવાશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, બે દિવસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો 6 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. ફરી એકવાર માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. 5 અને 6 જાન્યુઆરીના રોજ વરસાદને કારણે ઠંડીમાં પણ વધારો થશે અને તાપમાન 2થી 3 ડીગ્રી નીચું જવાની શક્યતા છે.

તો બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગનાં શહેરોના મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે, તો લઘુતમ તાપમાન પણ વધતાં રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે. ઠંડા પવનો ઘટતાં રાજ્યનાં 12 શહેરમાં ગરમીનો પારો 29થી 31 ડીગ્રી વચ્ચે નોંધાયો છે. 5 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા છે. જોકે અમદાવાદમાં વાતાવરણ વાદળછાયું રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો : આપ નેતા ઇસુદાન ગઢવીની પ્રોહિબિશન એક્ટ હેઠળ ધરપકડ કરાઇ, ગણતરીની મિનિટોમાં મળ્યા જામીન

આ પણ વાંચો : અમદાવાદમાં કિશોરો માટે રસીકરણનો પ્રારંભ, સાત દિવસમાં બે લાખ કિશોરોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક

Next Video