AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Video: અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ઉંચક્યુ માથુ, આરોગ્ય વિભાગે વિવિધ એકમોને ફટકાર્યો 75 લાખનો દંડ

Ahmedabad: ચોમાસુ આવતાં જ રસ્તાઓ, પાણીની સાથે રોગચાળો પણ લોકોને પરેશાન કરી રહ્યો છે. ગુજરાતના અનેક મોટા શહેરોમાં પણ લોકો મચ્છર અને પાણીજન્ય રોગચાળાથી હેરાન થઈ રહ્યા છે. ત્યારે તમારા શહેરમાં પાલિકા શું કરી રહી છે એ જાણવાનો પ્રયાસ કરીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2023 | 11:53 PM
Share

Ahmedabad: ચોમાસુ આવતા જ મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. ચાલુ મહિને ઝાડા ઉલ્ટીના 1139 કેસ નોંધાયા છે. ટાઈફોઈડના 451, કમળાના 166 અને કોલેરાના 6 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના 174, સાદા મેલેરિયાના 81, ચિકનગુનિયાના 9 કેસ નોંધાયા છે. રોગચાળો બેકાબૂ બનતા આરોગ્ય વિભાગે પણ ચેકિંગ હાથ ધર્યુ છે. કન્સ્ટ્રક્શન સાઈટ, શાળા, કોમર્શિયલ સાઈટ પર ચેકિંગ હાથ ધરાયુ છે. વિવિધ એકમોને 75 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

અમદાવાદમાં ચોમાસા દરમિયાન રોગચાળાએ ઉચક્યું માથું

  • મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો
  • ચાલુ મહિને ઝાડા ઉલટીના 1139 કેસ નોંધાયા
  • ટાઈફોઈડના 451, કમળાના 166 અને કોલેરાના 6 કેસ
  • ડેન્ગ્યુના 174, સાદા મેલેરિયાના 81, ચિકનગુનિયા 9 કેસ નોંધાયા
  • રોગાચાળો બેકાબૂ બનતા આરોગ્ય વિભાગની તપાસ
  • કન્સ્ટ્રક્શન સાઇટ, શાળા, કોમર્શિયલ સાઇટ પર ચેકિંગ
  • વિવિધ એકમોને 75 લાખનો દંડ ફટકારવામાં આવ્યો

ચોમાસાની સાથે જ લોકોની હેરાનગતિમાં વધારો થયો છે. એક તો લોકો રોડ, પાણી, ભૂવાથી હેરાન છે એમાં વધારો થયો છે રોગચાળાની સમસ્યાનો. સૌથી પહેલા વાત રાજકોટની કરીએ તો અહીં છેલ્લા એક અઠવાડિયામાં રોગચાળાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. જે ચિંતાનો વિષય છે.

રાજકોટ શહેરમાં માત્ર સરકારી હોસ્પિટલોના આંકડાઓ પણ ચિંતાજનક છે. કેમકે છેલ્લા 6 દિવસમાં શરદી-ઉધરસના 314, સામાન્ય તાવના 56 અને ઝાડા-ઉલટીના 206 જેટલા દર્દીઓ નોંધાયા છે. છેલ્લા 1 મહિનામાં નોંધાયેલા કેસની વાત કરીએ તો ડેન્ગ્યુના 30, મેલેરિયાના 12, ચિકનગુનિયાના 5, શરદી-ઉધરસના 9 હજાર 177, સામાન્ય તાવના 1 હજાર 209 ઝાડા-ઊલટીના 2 હજાર 943 કેસ નોંધાયા છે. રાજકોટના ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. તેમજ ગંદકી પણ વધી રહી છે. જેના કારણે રોગચાળાએ માથું ઉચક્યું છે. કેટલાક વિસ્તારોમાં સ્થાનિકોની ફરિયાદ છે કે કોર્પોરેશન દ્વારા સફાઈ કામગીરી કરવામાં ન આવતી હોવાના કારણે લોકો બિમાર પડી રહ્યા છે.

6 દિવસમાં કોના કેટલા કેસ?

  • મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસમાં વધારો
  • 6 દિવસમાં શરદી-ઉધરસના 314 કેસ નોંધાયા
  • સામાન્ય તાવના 56
  • ઝાડા-ઉલટીના 206 જેટલા દર્દીઓ

1 માસમાં કેટલા કેસ?

  • ડેન્ગ્યુના 30 કેસ
  • મેલેરિયાના 12 કેસ
  • ચિકનગુનિયાના 5 કેસ
  • શરદી-ઉધરસના 9177 કેસ
  • સામાન્ય તાવના 1209 કેસ
  • ઝાડા-ઊલટીના કેસ 2943 કેસ

આ પણ વાંચો: ‘બિપરજોય’ વાવાઝોડાના નુકસાનીના અંદાજ માટે કેન્દ્ર સરકારની બે ટીમ ચાર દિવસની ગુજરાત મુલાકાતે

બીજીતરફ રોગચાળો વકરતાં આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં લેવા ફોગીંગ, પોરાનાશક દવાનો છંટકાવ અને સર્વે સહિતના કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. આ તરફ સુરતમાં પણ મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મનપા એકશનમાં દેખાઈ રહી છે. વિવિધ વિસ્તારોમાંથી મચ્છરોના બ્રિડિંગ મળતા 28 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. દંડનીય કાર્યવાહી છતા લોકોમાં જાગૃતિનો સદંતર અભાવ જોવા મળ્યો. આ જોતાં પાલિકા આગામી સમયમાં બ્રિડિંગ મળવાના કિસ્સામાં બમણો ચાર્જ વસૂલવા તૈયાર છે.

અમદાવાદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">