Ahmedabad: ગુજરાત વિદ્યાપીઠ ગાનનું કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું લોકાર્પણ
Ahmedabad: દરેક વિશ્વવિદ્યાલયોને પોતાના યુનિવર્સિટી ગાન હોય છે. તેવી રીતે ગુજરાત વિદ્યાપીઠનું પોતાનું ગીત તૈયાર થયુ છે. જેમાં કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠ ગાનનું લોકાર્પણ કર્યુ હતુ.

Governor Acharya Devvrat
- વિશ્વવિદ્યાલયોને પોતાના ‘યુનિવર્સિટી ગાન’ હોય છે, એમ ગુજરાત વિદ્યાપીઠનું પોતાનું ગીત તૈયાર થયું છે. કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે(28.02.23) ગુજરાત વિદ્યાપીઠ ગાનનું લોકાર્પણ કર્યું હતું.
- આ ગીતના શબ્દો આ પ્રમાણે છે.: સત્ય-અહિંસાના માર્ગ પર મક્કમ ડગલાં ભરતી… ગૂજરાત વિદ્યાપીઠ ગમતી….
- સમૂહજીવન, જ્ઞાન અને ઉદ્યોગ મૂલવે સાથે, ચરખાના પ્રત્યેક તારમાં મહાવ્રતોને કાંતે, સહજ માતૃભાષા સમ સાદું જીવન સદા શીખવતી. ગૂજરાત વિદ્યાપીઠ ગમતી.
- સા વિદ્યા યા વિમુક્તયે નાં સ્વપ્ન સિદ્ધ અહીં થાતાં, સ્વાશ્રયને સેવાના ઉત્સવ ઉલ્લાસે ઉભરાતા, ગ્રામોથાન તણો એ રૂડો અર્ધ્ય રાષ્ટ્રને ધરતી ગૂજરાત વિદ્યાપીઠ ગમતી.
- ગુજરાત વિદ્યાપીઠના કાર્યકારી કુલનાયક ડૉ. ભરતભાઈ જોશી ‘પાર્થ મહાબાહુ’ એ આ ગીત લખ્યું છે, જેને સ્નેહલ પાઘ્યે અને જાગેશ જીકારનો સ્વર સાંપડ્યો છે. સંગીત વિમલ પંડ્યા અને રવિ કામ્બડે આપ્યું છે.




