ગુજરાત સાયન્સ સિટી હવે બન્યું ફ્રી વાઈફાઈ કેમ્પસ, મુલાકાતીઓ આ રીતે કરી શકશે લોગીન
ગુજરાત સાયન્સ સિટીના વિવિધ આકર્ષણો બાળકોથી લઈને વડીલો સુધીના તમામ ઉંમરના મુલાકાતીઓને આકર્ષે છે. સાથો સાથ ગુજરાત સાયન્સ સિટી દ્વારા મુલાકાતીઓ માટેની સુવિધાઓમાં સતત વધારા સાથે સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવી એક મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે સતત કામ કરી રહ્યું છે.

ગુજરાત સાયન્સ સિટી હવે ડિજિટલ ઈન્ડિયાના ભાગરૂપે ફ્રી વાઈફાઈ (Wi-Fi)કેમ્પસ બન્યું છે. મુલાકાતીઓ તેમના નામ, ફોન નંબર અથવા ઈમેલ આઈડી વડે લોગઈન કરીને કેમ્પસમાં ફ્રી વાઈ-ફાઈ મેળવી શકશે. ગુજરાત સાયન્સ સિટીના વિવિધ આકર્ષણો બાળકોથી લઈને વડીલો સુધીના તમામ ઉમરના મુલાકાતીઓને આકર્ષે છે. સાથો સાથ ગુજરાત સાયન્સ સિટી દ્વારા મુલાકાતીઓ માટેની સુવિધાઓમાં સતત વધારા સાથે સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવી એક મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે સતત કામ કરી રહ્યું છે.
ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના નેજા હેઠળ કામ કરતી ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી (GCSC) દેશમાં મોટાપાયે વિજ્ઞાનને લોકપ્રિય બનાવવાના પ્લેટફોર્મ તરીકે ઉભરી રહી છે. સમાજ અને યુવા વિદ્યાર્થીઓને વિજ્ઞાન સાથે જોડવા સમયાંતરે વિવિધ હેન્ડ-ઓન પ્રવૃત્તિઓ અને માઈન્ડ-ઓન એક્સપોઝર દ્વારા નવીન પ્રાયોગિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. સાયન્સ સિટી આગામી પેઢીને ટેકનિકલી પારંગત બનાવવા માટે વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાનો પ્રયત્ન કરે છે, જે “ડિજિટલ ઈન્ડિયા”ના વિઝનને જીવનમાં લાવવામાં મદદ કરે છે.

ગુજરાત સાયન્સ સિટી હેબતપુરમાં સરખેજ-ગાંધીનગર હાઈવેની પાછળ અમદાવાદમાં આવેલું છે. સાયન્સ સિટી મનોરંજન અને અનુભવના જ્ઞાનના ઉપયોગ સાથે સામાન્ય નાગરિકના મનમાં વિજ્ઞાન અંગેની જિજ્ઞાસા ઊભી થાયે તે માટેનો ગુજરાત સરકારનો મહત્વકાંક્ષી પ્રયાસ છે. 107 હેક્ટરથી પણ વધુ વિસ્તારને આવરી લેતાં ગુજરાત સાયન્ય સિટીનો વિચાર કાલ્પનિક પ્રદર્શનો, વ્યવહારુ વાસ્તવિક પ્રવૃતિની જગ્યા અને સહેલાઈથી સમજી શકાય એવી જીવંત નિદર્શનનું સર્જન કરવાનો છે.
શું છે સુવિધાઓ?
ગુજરાત સાયન્સ સિટીની સ્થાપના મે 2001માં થઈ છે જે શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવી છે. ગુજરાત સાયન્સ સિટીમાં હોલ ઓફ સ્પેસ, હોલ ઓફ સાયન્સ, લાઈફ સાયન્સ પાર્ક, ઈલેક્ટ્રોડોમ, પ્લેનેટ અર્થ, 3-D આઈમેક્સ થિયેટર, મ્યૂઝિકલ ફુવારા, ઉર્જા ઉદ્યાન, સ્ટીમ્યુલેશન રાઈડો, એમ્ફી થિએટર વગેરે સુવિધાઓ મળે છે.
આ ઉપરાંત સાયન્સ સીટીમાં સામાન્ય દિવસમાં 2 હજાર આસપાસ લોકો મુલાકાત લે છે. જ્યારે તહેવાર સમયે 10 હજાર આસપાસ. પણ આ તહેવારમાં આ તમામ રેકોર્ડ તૂટ્યા અને દરરોજ 20 હજાર આસપાસ લોકોએ મુલાકાત કરી. જેનાથી સાયન્સ સિટીને રેકોર્ડ બ્રેક આવક પણ થઈ. ત્યારે વિજ્ઞાન ના પ્રકાશ સાથે લોકોને જોડવા કટિબદ્ધ ગુજરાત સાયન્સ સિટી મુલાકાતીઓના આ ઉત્સાહને આવકારે છે.