દિવ્યાંગોને કૃત્રિમ અંગોની સાધન સહાયમાં ઉત્તરપ્રદેશ સમગ્ર દેશમાં પ્રથમ, જાણો ગુજરાત ક્યાં સ્થાને છે ?

Artificial limbs : કેન્દ્ર સરકાર, રાજ્યો અને બિન-સરકારી સંસ્થાઓની મદદથી, આ લાભ જુદી જુદી રીતે દિવ્યાંગો સુધી પહોંચાડે છે.

દિવ્યાંગોને કૃત્રિમ અંગોની સાધન સહાયમાં ઉત્તરપ્રદેશ સમગ્ર દેશમાં પ્રથમ, જાણો ગુજરાત ક્યાં સ્થાને છે ?
Gujarat ranks third in the country in implanting artificial limbs to the disabled
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 10:24 PM

AHMEDABAD :વર્ષ 2020-21માં દિવ્યાંગોને કૃત્રિમ અંગો હાથ, પગ અને વ્હીલચેર, ક્રેચ, શ્રવણ સાધન, સેન્સર સ્ટીક્સ જેવા સહાયક ઉપકરણોમાં ઉત્તર પ્રદેશ દેશમાં પ્રથમ ક્રમે છે, જ્યારે મહારાષ્ટ્ર બીજા, MP ચોથા અને પશ્ચિમ બંગાળ પાંચમા ક્રમે છે. તમિલનાડુ છઠ્ઠા અને રાજસ્થાન 10મા ક્રમે છે.જયારે ગુજરાત આ બાબતે તેમજ નાણાકીય સહાય પૂરી પાડવામાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે.તાજેતરમાં લોકસભામાં રજૂ કરાયેલી માહિતીમાં આ બાબત સામે આવી છે.

2,41,492 દિવ્યાંગજનોને મદદ કોરોનાને કારણે છેલ્લા બે વર્ષની સરખામણીમાં 2020-21માં દિવ્યાંગજનોને મદદ પૂરી પાડવાની ગતિ ધીમી પડી હતી. કારણ કે કોરોનાને કારણે સરકાર દ્વારા તેનો લાભ લેવા માટે આયોજિત શિબિરો વધુ આયોજિત થઈ શકી નથી. તેમ છતાં, 2020-21માં 241492 દિવ્યાંગજનોને મદદ પૂરી પાડવામાં આવી હતી.

કેન્દ્ર સરકાર, રાજ્યો અને બિન-સરકારી સંસ્થાઓની મદદથી, આ લાભ જુદી જુદી રીતે દિવ્યાંગો સુધી પહોંચાડે છે. આ માટે, ‘સહાયક ઉપકરણો/સાધનોની ખરીદી/ફીટીંગ માટે દિવ્યાંગજનોને સહાય’ (ADIP) નામની યોજના કાર્યરત છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

5 વર્ષમાં 14.57 લાખ દિવ્યાંગોની મદદ છેલ્લા પાંચ વર્ષમાં સરકારે 14 લાખ 57 હજાર 012 દિવ્યાંગજનોને કૃત્રિમ અંગો અને એસેસરીઝ ખરીદવા અને તેમને ફિટ કરાવવા માટે સહાય પૂરી પાડવામાં આવી છે. વર્ષ 2019-20માં 351629 લોકોને સૌથી વધુ મદદ પૂરી પાડવામાં આવી હતી. 2018-19માં 300865, 2017-18માં 272731 અને 2016-17માં 290295 દિવ્યાંગજનોને મદદ પૂરી પાડવામાં આવી હતી. 2020-21માં કોરોનાને કારણે આ સંખ્યા 241492 હતી.

રાજ્ય અનુસાર લાભાર્થીઓની સંખ્યા ઉત્તર પ્રદેશ- 41107 મહારાષ્ટ્ર- 30057 ગુજરાત- 21633 મધ્ય પ્રદેશ – 20437 પશ્ચિમ બંગાળ – 18312 તમિલનાડુ- 14595 બિહાર- 12985 ઓડિશા – 10526 આંધ્ર પ્રદેશ- 8748 રાજસ્થાન- 6829 (સ્ત્રોતઃ લોકસભામાં રજૂ થયેલા આંકડા)

આ કૃત્રિમ સાધનોની મદદ દિવ્યાંગો માટે ટ્રાઇસિકલ, હિયરિંગ એઇડ, મોટરાઇઝ્ડ ટ્રાઇસાઇકલ, વ્હીલ ચેર, કૃત્રિમ હાથ, પગ, ક્રેચ, સેન્સર સ્ટિગ, ફોલ્ડિંગ સ્ટિક, સ્માર્ટ ફોન, વૉકિંગ સ્ટીક, કોકલિયર ઇમ્પ્લાન્ટ માટે મદદ અને અન્ય ઉપકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : GUJARAT : કોરોનાનો મોટો વિસ્ફોટ, નવા 3350 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 11 હજાર નજીક , ઓમિક્રોનના 50 નવા કેસ

g clip-path="url(#clip0_868_265)">