અમદાવાદમાં 61 જગ્યા ઉપર વરસાદી પાણી ભરાયાની ફરિયાદ, AMC દ્વારા રાહત કામગીરી હાથ ધરાઇ

|

Jun 29, 2023 | 9:23 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં જુદા જુદા ઝોનમાં કુલ 25 કંટ્રોલ રૂમ, વરસાદ માપવા માટે કુલ 26 ઓટોમેટીક રેઈન ગેજ મુકી, તમામ અન્ડરપાસને વાયરલેસ સીસ્ટમ્સ અને ઈન્ટરનેટના માધ્યમથી કંટ્રોલરૂમ સાથે કનેક્ટ કરી મોનટરીંગ કરી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરી છે.

અમદાવાદમાં 61 જગ્યા ઉપર વરસાદી પાણી ભરાયાની ફરિયાદ, AMC દ્વારા રાહત કામગીરી હાથ ધરાઇ

Follow us on

Gujarat Rain : ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પાલડી ખાતે મોન્સૂન મુખ્ય કંટ્રોલ રૂમ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાત ઝોનમાં ઝોનલ કંટ્રોલ રૂમ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. ચોમાસા દરમ્યાન વરસાદને કારણે ઉદ્દભવતી સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ થઈ શકે તે માટે તંત્ર સતર્ક બન્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મોન્સૂન કંટ્રોલરૂમને વ્હોટ્સએપ દ્વારા પણ ફરિયાદો નોંધાવી શકે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં જુદા જુદા ઝોનમાં કુલ 25 કંટ્રોલ રૂમ, વરસાદ માપવા માટે કુલ 26 ઓટોમેટીક રેઈન ગેજ મુકી, તમામ અન્ડરપાસને વાયરલેસ સીસ્ટમ્સ અને ઈન્ટરનેટના માધ્યમથી કંટ્રોલરૂમ સાથે કનેક્ટ કરી મોનટરીંગ કરી શકાય તે મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં તમામ કંટ્રોલ રૂમ ઉપર સિનિયર કક્ષાનાં અધિકારીઓ મારફતે 24 કલાક કામગીરીનું સતત મોનીટરીંગ સુપરવિઝન કરી મહત્તમ ફરિયાદોનું સત્વરે નિકાલ થાય તેવું આયોજન કરેલ છે.

ઝોનલ લેવલે સંબંધિત ઝોનનાં ડે.મ્યુનિસિપિલ કમિશનરની સીધી દેખરેખ હેઠળ ઈજનેર વિભાગ, એસ્ટેટ વિભાગ, હેલ્થ વિભાગ, બગીચા વિભાગના અધિકારી-કર્મચારીઓ તેમજ મજુર લેવલના સ્ટાફ સહિત, આવશ્યક જરુરી માલસામાન, મેન પાવર તેમજ જરુરી મશીનરીઓ તૈનાત રાખવામાં આવેલ છે.

Carrot : માત્ર એક કાચું ગાજર છે અનેક રોગોની દવા, જાણો તેના વિશે
શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક
આજનું રાશિફળ તારીખ 20-10-2024
માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર
ભારતીય રેલ્વે મહિલાઓને આપે છે 10 વિશેષ સુવિધાઓ
કારતક મહિનામાં તુલસીની પૂજા કરતી વખતે શું બોલવું જોઈએ? જાણી લો

ભારે વરસાદને કારણે પાણી ભરાવાને કારણે ટ્રાફિકની સમસ્યાઓના નિરાકરણ માટે તેમજ વાહન ચાલકોને કોઈપણ
જાતની હાલાકીનો સામનોન કરવો પડે અને ટ્રાફિક સીસ્ટમ સ્મુથ રહે તે માટે ટ્રાફિકને ડાયવર્ઝન કરવા તથા જંકશન
ઉપરના ટ્રાફિકની સમસ્યાઓ ન સર્જાય તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના સ્ટાફને સંબંધિત પોલીસ કંટ્રોલરૃમ સાથે કોમ્યુનિકેશન કરવા માટે વાયરલેસ સેટ સીસ્ટમ સાથે તેમજ વરસાદને ઈલેકટ્રીક શોટ સર્કિટની ફરિયાદોના નિકાલ ત્વરિત માટે સંકલન માટે ટોરેન્ટ પાવરના અનુભવી સ્ટાફને પણ મોનસુન કંટ્રોલ રૃમ ખાતે હાજર રાખવામાં આવે છે.

ભારે વરસાદની તૈયારીના ભાગ રૂપે ચોમાસા દરમ્યાન નિચાણવાળા વિસ્તારોના અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા માટે અને બચાવની કામગીરી માટે અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ 15 રેસ્કયુ ટીમ, 5 બોટીંગ ટીમ, 5 નંગ રેસ્ક્યુ બોટ, રેસ્ક્યુ / બચાવની કામગીરીના સાધાનો જેવા કે બ્રીધીંગ એપેરેટસ સેટ, ઈલેકટ્રીક કટર, વુડન કટર, આર્યન કટર, હાઈડ્રોલીક કોમ્બીક ટુલ્સ, સ્પ્રેડર, ગણ થોડા, કોસ-કોદાળી-પાવડા જેવી આવશ્યક સાધન સામગ્રી સાથે સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલ છે.

આ પણ વાંચો  : ભારે વરસાદને કારણે તાપી કોઝવે પાણીમાં ગરકાવ, 23 રસ્તા બંધ, જુઓ Video

ભારે વરસાદને કારણે ઝાડ પડવાની, ઝાડ ભયજનક જણાય તેમજ નડતર રૂપ વૃક્ષોની ડાળીઓ દૂર કરવી, ટ્રીમીંગ કરવાની જરુરિયાત પરિસ્થિત ઉદભવે તો તેની તૈયારી કે તકેદારીના ભાગ રૂપે ડાયરેક્ટર (પાર્કસ એન્ડ ગાર્ડન્સ), આસી.ડાયરેક્ટર (ટેકનીકલ) અને 7 ઝોનમાં સિનિયર સેક્શન ઓફિસર સહિત આસી એન્જિનિયર (સિવીલ) ની ટીમ સ્ટેન્ડ ટુ છે તેમજ 7 ઝોનમાં ટ્રેકટરો, ટેમ્પો, ટ્રીમીંગ વાન, કોન્ટ્રાક્ટના મજુરો સહિત વુડ કટર મશીન, દાતરડુ, કુહાડી, બ્રાન્ચ કટર, ધારવુ, દોરડા વગેરે સાધન સામગ્રી સાથે તૈયાર રાખવામાં આવેલ. ઉપરાંત, દરેક ઝોનમાં દોરડાઓ, મેન પાવર, પ્રોટેકશન માટે બેરીકેડીંગના સાધનો, બેરલ, ડેબ્રીજ ઉપાડવાનો સાધનો, દબાણની ગાડીઓ તેમજ આવશ્યક જરુરી વાહનો તેમજ ચીજ વસ્તુઓથી તૈનાત રાખવામાં આવેલ છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article