AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત પોલીસને મળી મોટી સફળતા, ગ્રાહકને હથિયાર આપી મહોબત સે દે રહા હું કહેતો વોન્ટેડ આરોપી ઝડપાયો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજ્ય વ્યાપી ગેરકાયદેસર હથિયાર વેચાણના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. 12 હથિયાર સાથે કુખ્યાત આરોપી હનીફ બેલીમ સહિત 4 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ખેડબ્રહ્માના આંગડિયા પેઢીની લૂંટ વીથ મર્ડરનો ભેદ પણ ઉકેલ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં જોવા મળતા આરોપી હનીફ ઉર્ફે સબીર બેલીમ, અસલમ સોલંકી, મોહંમદખાન ઉર્ફે જામ મલેક અને આસિફખાન ઉર્ફે રેબર મલેકને સાણંદ નજીકથી 12 હથિયાર સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે

ગુજરાત પોલીસને મળી મોટી સફળતા, ગ્રાહકને હથિયાર આપી મહોબત સે દે રહા હું કહેતો વોન્ટેડ આરોપી ઝડપાયો
Ahmedabad Crime Branch Arrest Wanted Accused
Harin Matravadia
| Edited By: | Updated on: Mar 01, 2023 | 11:48 PM
Share

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજ્ય વ્યાપી ગેરકાયદેસર હથિયાર વેચાણના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. 12 હથિયાર સાથે કુખ્યાત આરોપી હનીફ બેલીમ સહિત 4 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ખેડબ્રહ્માના આંગડિયા પેઢીની લૂંટ વીથ મર્ડરનો ભેદ પણ ઉકેલ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં જોવા મળતા આરોપી હનીફ ઉર્ફે સબીર બેલીમ, અસલમ સોલંકી, મોહંમદખાન ઉર્ફે જામ મલેક અને આસિફખાન ઉર્ફે રેબર મલેકને સાણંદ નજીકથી 12 હથિયાર સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી બંદૂક, તમંચો, રિવોલ્વર, પિસ્તોલ અને  કારતૂસ  જપ્ત કરવામાં આવ્યા છે.

ક્રાઇમ બ્રાન્ચે હથિયારનો સોદો કરતા રંગે હાથે ઝડપી લીધા હતા

આ આરોપીની પૂછપરછમાં રાજ્ય વ્યાપી ગેરકાયદેસર હથિયાર વેચાણના નેટવર્કનો ખુલાસો થયો છે. આરોપી હનીફ ઉર્ફે સબીર નેટવર્કનો માસ્ટર માઈન્ડ છે. હનીફે હથિયાર વેચાણ આપવા માટે અસલમ સોલંકી, મોહમ્મદ ઉર્ફે જામ તથા આસિફખાનને બોલાવ્યા હતા. આ આરોપીઓ હથિયાર ખરીદીને જઈ રહયા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે હથિયારનો સોદો કરતા રંગે હાથે ઝડપી લીધા હતા.

ક્યાંથી લાવ્યો હથિયાર અને ક્યાં વેચ્યા

આ હથિયારના વેચાણના નેટવર્કના તાર પાટણ સુધી પહોંચ્યા છે. હનીફે પાટણના સંખેશ્વરના રહેવાસી મૌલિકસિંહ ઉર્ફે મુનાબાપુ વાઢેર પાસેથી તમામ હથિયાર લીધેલ હતા. જેમાંથી એક બંદૂક પાટણના કાળુભા રાઠોડને વેચી હતી અને થોડા સમય રાખ્યા બાદ આ બંદૂક પરત આપીને પિસ્તોલ મંગાવી હતી. આ હથિયારના વેચાણ માટે તેઓ “મહોબત સે દે રહા હું” નામથી કોડવર્ડનો ઉપયોગ કરતા હતા.

શું છે આરોપીનો ગુનાહીત ઇતિહાસ

પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. હનીફ ઉર્ફે સબીર વિરુદ્ધ ખેડબ્રહ્મામાં લૂંટ વિથ મર્ડર, હિંમતનગર, પાટણ અને અમદાવાદમાં હથિયારના કેસમાં વોન્ટેડ હતો. આ ઉપરાંત અગાઉ દારૂ, જુગાર અને હથિયારના કેસમાં ઝડપાયો હતો. તેને એક વખત પાસા પણ કરવામાં આવી હતી. જ્યારે અન્ય આરોપી મોહમદ ખાન ઉર્ફે જામ સુરેન્દ્રનગરમાં હથિયારના કેસમાં ઝડપાયો હતો. જ્યારે આસિફખાન મારામારીને 2 કેસોમાં ઝડપાયો હતો.

ખેડબ્રહ્મામાં આંગડિયા લૂંટ અને હત્યા ને અંજામ આપ્યો હતો

કુખ્યાત આરોપી હનીફ 3 વર્ષ પહેલાં ખેડબ્રહ્મામાં આંગડિયા લૂંટ અને હત્યા ને અંજામ આપ્યો હતો જેમાં તે ફરાર હતો. જે બાદ તે રાજેસ્થાન, પંજાબ, યુપી, બિહાર, તમિલનાડુ, કર્ણાટકમાં છુપાતો હતો અને આ દરમ્યાન તેને હથિયારોના વેચાણનું નેટવર્ક શરૂ કર્યું હતું. મધ્યપ્રદેશ થી હથિયાર લાવીને ગુજરાતમાં વેચાણ કરતો હતો. આ નેટવર્કમાં મૌલિકસિંહ ઉર્ફે મૂનાબાપુ વાઢેર અને કાળુભા રાઠોડ હજુ વોન્ટેડ છે. જેથી ક્રાઇમ બ્રાન્ચએ બન્ને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

આ આરોપી મૌલિકસિંહ પણ સોમનાથના ઉનામાં થયેલ આંગડિયા લૂંટમાં વોન્ટેડ છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીએ હથિયાર કોને કોને વેચ્યા અને તેનો કોઈ ગુનાખોરીમાં ઉપયોગ થયો હતો કે નહીં તે મુદ્દે આરોપીઓની વધુ પુછપરછ શરૂ કરી.

આ પણ વાંચો : Ahmedabad : નિર્ણયનગરની સ્વામિનારાયણ વિદ્યા સંકુલ શાળા બંધ કરવાનો નિર્ણય લેતા વાલીઓનો હોબાળો, સારી શાળામાં પ્રવેશ અપાવવાની માગ

g clip-path="url(#clip0_868_265)">