AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદમાં નકલી મોબાઈલ ફોન કૌભાંડ કેવી રીતે પકડાયું? ખુદ પોલીસે જણાવી આખી વાત…

અમદાવાદના ગીતા મંદિર નજીક નકલી મોબાઈલ કૌભાંડનો LCB ઝોન-6 દ્વારા પર્દાફાશ થયો છે. પાંચ દુકાનો અને ગોડાઉન પર દરોડા પાડી ₹7 લાખથી વધુના 1,034 ડુપ્લિકેટ સેમસંગ, નોકિયા અને જીઓ ફોન જપ્ત કરાયા.

Breaking News : અમદાવાદમાં નકલી મોબાઈલ ફોન કૌભાંડ કેવી રીતે પકડાયું? ખુદ પોલીસે જણાવી આખી વાત...
| Updated on: Oct 16, 2026 | 3:36 PM
Share

અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ નજીકના મોબાઈલ માર્કેટમાં એક મોટા નકલી મોબાઈલ ફોન કૌભાંડનો પર્દાફાશ થયો છે. LCB Zone-6ની ટીમે ગુપ્ત માહિતીના આધારે કરેલી કાર્યવાહીમાં ₹7 લાખથી વધુની કિંમતના 1,034 ડુપ્લિકેટ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ દરોડા દરમિયાન પાંચ જેટલી મોબાઈલની દુકાનો અને ગોડાઉનોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યાંથી સેમસંગ, નોકિયા અને જીઓ જેવી લોકપ્રિય બ્રાન્ડના નકલી કીપેડ મોબાઈલ મળી આવ્યા હતા.

આ સમગ્ર રેકેટમાં નકલી મોબાઈલનું નિર્માણ અને સસ્તા ભાવે વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. પોલીસે કાર્યવાહી દરમિયાન 6 થી 7 જેટલા શખ્સોની અટકાયત કરી છે. જેમાં રમેશ સોલંકી, જીતેન્દ્ર પ્રજાપતિ, રવીન્દ્રકુમાર છીપા, રૂપારામ ચૌધરી, દિનેશકુમાર ઘાંચી અને મહેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે. આ તમામ સામે Trade Marks Act હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

જપ્ત કરાયેલા મુદ્દામાલમાં માત્ર મોબાઈલ ફોન જ નહીં, પરંતુ બિલ વગરના ચાર્જર, બેટરી, સ્ટીકર અને અન્ય શંકાસ્પદ એસેસરીઝનો પણ સમાવેશ થાય છે. પોલીસ તપાસ દરમિયાન જીઓ બ્રાન્ડના મોબાઈલનું એસેમ્બલિંગ યુનિટ પણ મળી આવ્યું હતું, જ્યાં અલગ-અલગ પાર્ટ્સ જોડીને નકલી ફોન બનાવવામાં આવતા હતા. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, કેટલાક સ્ટીકરોમાં તો 50-60 મોબાઈલ માટે એક જ IMEI નંબર હોવાનું પણ સામે આવ્યું છે.

ડુપ્લિકેટ મોબાઈલની ઓળખ કઈ રીતે થઈ તે અંગે ડીસીપી ગઢવીએ સ્પષ્ટતા કરી હતી કે, આરોપીઓ પાસે જપ્ત કરાયેલા મોબાઈલ ફોનના કોઈ બિલ નહોતા. વધુમાં, મોબાઈલની અંદર દર્શાવેલો IMEI નંબર અને પાછળના સ્ટીકર પરનો IMEI નંબર અલગ અલગ હોવાનું જણાયું હતું. સેમસંગ કંપનીના અધિકૃત પ્રતિનિધિને બોલાવીને તપાસ કરાવતા, તેમણે સ્પષ્ટપણે પુષ્ટિ કરી કે તમામ જપ્ત કરાયેલી સેમસંગ એસેસરીઝ અને ફોન સંપૂર્ણપણે ડુપ્લિકેટ છે. કેટલાક સેમસંગના મોડેલ તો 2024માં ઉત્પાદન બંધ થઈ ગયા હોવા છતાં નવા તરીકે વેચવામાં આવી રહ્યા હતા.

પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આ નકલી મોબાઈલ ફોનનું રેકેટ ક્યાંથી ચાલતું હતું, તેના મુખ્ય સૂત્રધારો કોણ છે અને સપ્લાયર્સ ક્યાંથી આવે છે, તે જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત, આ ડુપ્લિકેટ મોબાઈલ ફોનનો ઉપયોગ સાયબર ફ્રોડ, મ્યુલ એકાઉન્ટ્સ અથવા આતંકી પ્રવૃત્તિઓ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થયો છે કે કેમ, તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ગ્રાહકોએ સસ્તા ભાવે મોબાઈલ ખરીદતી વખતે સાવચેતી રાખવી અનિવાર્ય છે, જેથી આવા કૌભાંડોનો ભોગ બનવાથી બચી શકાય.

ડીસામાં શંકાસ્પદ ઘીના 80 બોક્સ જપ્ત, ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">