આ છે ગુજરાતના કરોડપતિ બૂટલેગરો, દરરોજ કરોડો રૂપિયાની દારૂની હેરાફેરી કરે છે, અલગ અલગ ઝોન પાડી સંભાળે છે નેટવર્ક

|

Aug 02, 2022 | 8:58 PM

ગુજરાત(Gujarat) સ્ટેટ મોનીટરીંગ સેલ  દ્વારા છેલ્લા ત્રણ જ મહિનામાં 5 મોટા બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે. બૂટલેગરો પહેલા દરરોજ એક ટ્રક ગુજરાતમાં પ્રવેશ કરાવતા હતા જોકે પોલીસની ઘોસ વધતા નાની નાની ગાડીઓ દ્વારા ખુફિયા રસ્તે થી દારૂ ગુજરાતમાં પ્રવેશ કરાવવામાં આવતો હતો

આ છે ગુજરાતના કરોડપતિ બૂટલેગરો, દરરોજ કરોડો રૂપિયાની દારૂની હેરાફેરી કરે છે, અલગ અલગ ઝોન પાડી સંભાળે છે નેટવર્ક
Gujarat Liouor Bootlegers
Image Credit source: File Image

Follow us on

ગુજરાતમાં (Gujarat) દરિયાઈ સીમા માંથી ડ્રગ્સ ઘૂસાડવામાં આવતું હતું જેના પર ATS દ્વારા સર્જીકલ સ્ટ્રાઈક કરી ડ્રગ્સ પ્રવેશવાના તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. આવી જ રીતે ગુજરાતમાં મોટા પ્રમાણમાં ચાલતા દારૂની હેરાફેરીના(Liquor Network)નેટવર્ક પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સર્જીકલ સ્ટ્રાઈક કરી દારૂની હેરાફેરી બંધ કરાવી દીધા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાંચ જેટલા લીસ્ટેડ મોટા ગજાના બુટલેગરોને(Bootleggers)દબોચી લીધા છે અને તેમનો કરોડો રૂપિયાનો નેટવર્ક બંધ કરી દીધું છે.ગુજરાતમાં અનેક જગ્યા પરથી અવાર નવાર નાના મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતો હોય છે. આ દારૂનો જથ્થો મુખ્યત્વે ગુજરાત બહારના સરહદીય રાજ્યોમાંથી લાવવામાં આવતો હોય છે. રાજ્યમાં અલગ અલગ ગામ અને જિલ્લાઓ મુજબ બુટલેગરો દારૂનું વેચાણ કરતા હોય છે અને દારૂનો જથ્થો મંગાવતા હોય છે, પરંતુ સમગ્ર ગુજરાતમાં જે દારૂ પ્રવેશ કરે છે અને ત્યારબાદ અલગ અલગ જગ્યાઓ પર પહોંચે છે તે લાવવામાં મુખ્ય સાત જેટલા બુટલેગરો છે કે જેના દ્વારા જ રાજ્યમાં દારૂ પહોંચી રહ્યો છે. આ સાત જેટલા બુટલેગરો એવા છે કે જેનું ખૂબ મોટું નેટવર્ક આવેલું છે અને તેઓ કરોડો રૂપિયાનું ટર્નઓવર કરી રહ્યા છે.

ગુજરાતમાં જ્યારે દારૂબંધી છે ત્યારે દારૂના દૂષણને નાથવા એસએમસી દ્વારા આવા તમામ બુટલેગરો પર લાલ આંખ કરવામાં આવી છે. SMC દ્વારા પાંચ જેટલા મોટા લિસ્ટેડ બુટલેગરોને પકડી પાડવામાં આવ્યા છે જેથી રાજ્યમાં દારૂનું મુખ્ય નેટવર્ક બંધ થઈ ચૂક્યું હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

કોણ છે આ બુટલેગર અને ક્યાં ચલાવે છે તેનું નેટવર્ક

બુટલેગર 1 – નાગદાન ગઢવી

નાગદાન ગઢવી રાજ્યમાં સૌરાષ્ટ્ર નું નેટવર્ક સંભાળે છે.  એટલેકે સૌરાષ્ટ્રનાં તમામ જગ્યાઓ પર દારૂનો જથ્થો નાગદાન સપ્લાય કરે છે અને બાદમાં નાના મોટા બૂટલેગરો સુધી પહોંચે છે. SMC દ્વારા નાગ દાનની ધરપકડ બાદ અનેક ચોકાવનારી હકીકતો સામે આવી છે. નાગદાનનાં મોબાઈલ માંથી ઓડિયો ક્લિપ પણ મળી આવી છે જેમાં અનેક વ્યવહારો ખુલ્યા છે. દારૂ ક્યાંથી મંગાવ્યો, કોને આપ્યો, અન્ય નાણાકીય વ્યવહારો પણ સામે આવ્યા છે. નાગદાન રાજસ્થાન અને હરિયાણાથી દારૂ લઈ આવતો હતો. પૈસાની લેતીદેતી આંગલીયા પેઢી મારફત કરતા હતા. આંગડિયા પેઢી દ્વારા કરોડો રૂપિયાના વ્યવહાર કર્યા હોવાનું સામે આવ્યું છે. નાગદાન અને તેના અન્ય લોકોના અલગ અલગ બેન્કનાં 20 એકાઉન્ટ પણ સીઝ કરવામાં આવ્યા છે. નાગદાન છેલ્લા થોડા વર્ષોથી વોન્ટેડ હતો. નાગદાનની તપાસમાં 9 કરોડના વ્યવહારો સામે આવ્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બુટલેગર – 2 પીન્ટુ ઉર્ફે ગોરખ

નાગદાન બાદ SMC દ્વારા પીન્ટુ ઉર્ફે ગોરખની ધરપકડ કરવામાં આવી છે. પીન્ટુ પણ રાજ્યનો નામચીન બુટલેગર છે. પીન્ટુ ઉર્ફે ગોરખની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. પીન્ટુ ગોવા થી મુંબઈ આવતો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી. પીન્ટુ મહારાષ્ટ્રના નવાપુર અને નંદુરબાર થી ગુજરાતમાં દારૂ મોકલતો હતો. પીન્ટુ વિરૂદ્ધ ગુજરાતમાં 33 થી વધુ ગુનાઓ નોંધાયા છે. પીન્ટુ અમદાવાદ અને મધ્ય ગુજરાતનું પણ નેટવર્ક સંભાળતો હતો. પીન્ટુ 2019 થી નાસ્તો ફરતો આરોપી છે. SMC દ્વારા પિન્ટુની પૂછપરછ ચાલુ છે અને તેના 22 જેટલા બેન્ક એકાઉન્ટ ની તપાસ કરવામાં આવી રહીં છે.

બુટલેગર – 3 અલ્કેશ બાકલીયા

અલ્કેશ પણ દારૂના નેટવર્ક માં મોટું નામ ધરાવે છે. અલ્કેશ નું નેટવર્ક એમપી બોર્ડર, દાહોદ, છોટા ઉદયપુર, અને બરોડનું નેટવર્ક સંભાળતો હતો. અલ્કેશ પણ કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતો બુટલેગર છે. અલ્કેશ પણ 2017 થી વોન્ટેડ હતો.

બુટલેગર – 4 સાવન

સાવન નામનો બુટલેગર અમદાવાદ અને તેમાં પણ સરદારનગર નું દારૂનું નેટવર્ક સંભાળે છે. સરદારનગર અને આસપાસના વિસ્તારોમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો સપ્લાય કરવામાં અલ્પેશ માહિર છે.

બુટલેગર – 5 શૈલેષ કોઠારી

શૈલેષ રાજસ્થાનથી દારૂનો જથ્થો ગુજરાતમાં પ્રવેશ કરાવે છે. શૈલેષ રાજસ્થાન થી શામળાજી સુધીનો નેટવર્ક ચલાવે છે જેમાં કયા રસ્તા મારફત દારૂ પ્રવેશ કરાવવી સહિતની કામગીરી કરી રહ્યો હતો.આમ તો સામાન્ય કારખાના કે કંપની નું માસિક ટર્નઓવર કરોડો રૂપિયાનું નહીં હોય પણ આ બૂટલેગરોનું માસિક કરોડો રૂપિયાનું ટર્નઓવર સામે આવ્યું છે. જોકે હજી પણ વિનોદ સિંધી અને સાનું પલાસ નામના બે મોટા લિસ્ટેડ બૂટલેગરો છે કે SMC ની પકડ થી દુર છે પણ તેનું નેટવર્ક SMC એ તોડી પાડ્યું છે.

બૂટલેગરોના આર્થિક વ્યવહારોની તપાસ ચાલુ

સ્ટેટ મોનીટરીંગ સેલ  દ્વારા છેલ્લા ત્રણ જ મહિનામાં 5 મોટા બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે. બૂટલેગરો પહેલા દરરોજ એક ટ્રક ગુજરાતમાં પ્રવેશ કરાવતા હતા જોકે પોલીસની ઘોસ વધતા નાની નાની ગાડીઓ દ્વારા ખુફિયા રસ્તે થી દારૂ ગુજરાતમાં પ્રવેશ કરાવવામાં આવતો હતો. SMC એ બાતમીદારો નાં નેટવર્ક દ્વારા આવી ગાડીઓ પણ પકડી પાડવામાં આવી હતી અને બુટલેગરોને તમામ નેટવર્ક પર રોક લગાવી દીધી હતી. હાલ જે બૂટલેગરો પકડાયા છે તેની પૂછપરછ ચાલી રહી છે. આ બૂટલેગરો નાં આર્થિક વ્યવહારોની તપાસ ચાલુ છે. આ બૂટલેગરો ની સંપતિ અને મિલ્કતની પણ જપ્તી કરવામાં આવશે તેમજ મનીલોન્ડ્રિંગ એક્ટ મુજબ કાર્યવાહી પણ કરવામાં આવશે.

Next Article