ગુજરાતમાં કોરોનાના નવા 874 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 6257એ પહોંચી
ગુજરાતમાં કોરોનાના(Corona) કેસ હજુ પણ યથાવત છે. જેમાં 02 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 874 કેસ નોંધાયા છે. જયારે રાજયમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6257 થવા પામી છે
ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસ હજુ પણ યથાવત છે. જેમાં 02 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 874 કેસ નોંધાયા છે. જયારે રાજયમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6257 થવા પામી છે. જેમાં અમદાવાદમાં(Ahmedabad) 287, વડોદરામાં 92, ગાંધીનગરમાં 41, વડોદરા જિલ્લામાં 38, મહેસાણામાં 37, સુરતમાં 35, ગાંધીનગર જિલ્લામાં 34, રાજકોટમાં 31, પાટણમાં 26, કચ્છમાં 26, રાજકોટ જિલ્લામાં 25, બનાસકાંઠામાં 21, મોરબીમાં 19, સુરત જિલ્લામાં 18, ભાવનગરમાં 16, નવસારીમાં 15, સાબરકાંઠામાં 14, આણંદમાં 13, વલસાડમાં 13, અમરેલીમાં 12, જામનગરમાં 09, અમદાવાદ જિલ્લામાં 08, ભરૂચમાં 08, અરવલ્લીમાં 06, ગીર સોમનાથમાં 06, ખેડામાં 06, પંચમહાલમાં 06, જામનગરમાં 04, સુરેન્દ્રનગરમાં 03, જૂનાગઢમાં 02, પોરબંદરમાં 02, બોટાદમાં 01 ને તાપીમાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજ્યમાં કોરોના રિકવરી રેટ 98. 63 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 1030 દર્દીઓ સાજા થયા છે.
શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત
કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
કોરોનાના લક્ષણો ધરાવતા દર્દી મુસાફરી ન કરે
જે લોકોને કોરોનાના લક્ષણો હોય તેવા દર્દીઓએ નૈતિક જવાબદારી સમજીને પર્યટન ન કરે અને ઘરે તેવી અપીલ કરાઇ છે. આ ઉપરાંત લોકોને તાત્કાલિક બૂસ્ટર ડોઝ લેવાની પણ અપીલ કરાઇ છે. કોરોના કારણે દેશ અને દુનિયામાં માનસિક, શારીરિક અને આર્થિક રીતે લોકોને ખુબ નુકશાન થયુ છે. જો સાવચેતી નહીં રાખવામાં આવે તો કોરોના ફરી તબાહી મચાવી શકે છે. તેથી યોગ્ય પગલા લઈ, સાવચેતી રાખવી જરુરી છે.