AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત કોંગ્રેસે ખાતરમાં ભાવ ઘટાડાની સરકારની જાહેરાત પર ઉઠાવ્યા આ વેધક સવાલો

ગુજરાત કોંગ્રેસે ખાતરમાં ભાવ ઘટાડાની સરકારની જાહેરાત પર ઉઠાવ્યા આ વેધક સવાલો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 8:49 PM
Share

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ખાતરના ભાવ ઘટાડાની જાહેરાત કરી છે.પણ ખાતર વિક્રેતા કંપનીઓ પોતાની ઈચ્છા મુજબ ભાવ વસૂલી રહી છે. ભાવ ઘટાડાનો લાભ ખેડૂતોને મળ્યો નથી

ગુજરાત(Gujarat)કોંગ્રેસે(Congress)ખાતરના(Fertilizer)ભાવ ઘટાડાની સરકારની જાહેરાત પર સવાલ ઉઠાવ્યા છે. કિસાન કોંગ્રેસ(Kisan Congress) સેલના પ્રમુખ પાલ આંબલિયાએ(Pal Ambaliya)સીએમ અને કૃષિપ્રધાનને પત્ર લખીને આક્ષેપ કર્યા છે..તેમણે ખાતરનો કેટલો ભાવ વસૂલાય છે તેના બિલ સાથે પત્ર મોકલી આપ્યો છે.. પાલ આંબલિયાનો આક્ષેપ છે કે સરકારે ખાતર વિક્રેતા કંપનીઓને કરોડોની સબસિડી આપી હોવાની જાહેરાત કરી છે.

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ખાતરના ભાવ ઘટાડાની જાહેરાત કરી છે.પણ ખાતર વિક્રેતા કંપનીઓ પોતાની ઈચ્છા મુજબ ભાવ વસૂલી રહી છે. ભાવ ઘટાડાનો લાભ ખેડૂતોને મળ્યો નથી. તેમણે માંગ કરી કે સરકાર જાહેર કરે કે તેમની જાહેરાત ખોટી હતી અથવા એવું સ્વીકારે કે ખાતર વિક્રેતા કંપનીઓ પર તેમનો કોઈ અંકુશ નથી. તો બીજી તરફ ભાજપ પ્રવક્તાએ કહ્યું કે સરકારે પ્રાઈવેટ કંપનીઓના ભાવ પર અંકુશ લાગે તેવા પ્રામાણિક પ્રયાસ કર્યા છે.

જ્યારે બીજી તરફ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે દેશના ખેડૂતોને પૂરતો ખાતરનો જથ્થો મળશે સરકારે પર્યાપ્ત ખાતરના જથ્થાની વ્યવસ્થા કરી છે. દેશમાં ખાતરની અછતની સૂર વચ્ચે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ આજે ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યું બેઠક યોજી હતી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.મનસુખ માંડવિયાએ ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે તેઓ ખોટી અફવાઓમાં ન આવે અને ખાતરનો સ્ટોક કરવાનું ટાળે. તેની સાથ જ તેઓએ કાળાબજારીઓને કાર્યવાહીની ચેતવણી આપી છે.

આ પણ વાંચો : દિવાળી પૂર્વે વતન જવા અમદાવાદ એસ. ટી. સ્ટેન્ડ પર મુસાફરોની ભારે ભીડ

આ પણ વાંચો :અમદાવાદમાં મેટ્રો રેલની કામગીરી તેજ, સાબરમતી ખાતે ઓપન વેબ ગર્ડર ગોઠવાયા

Published on: Nov 01, 2021 08:47 PM
g clip-path="url(#clip0_868_265)">