વિકાસની હરણફાળ : ગુજરાત ખાનગી કંપનીઓના રોકાણ માટે બની રહ્યું છે સૌથી વધુ પસંદગીનું રાજ્ય

આરબીઆઈના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે મંજૂર થયેલા પ્રોજેક્ટમાં 14.7 ટકા સાથે ગુજરાત સૌથી વધુ ટકાવારી  ધરાવે છે.

વિકાસની હરણફાળ : ગુજરાત ખાનગી કંપનીઓના રોકાણ માટે બની રહ્યું છે સૌથી વધુ પસંદગીનું રાજ્ય
Gujarat is becoming the most preferred state for investment of private companies (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 1:06 PM

ગુજરાત(Gujarat)ખાનગી કોર્પોરેટ કંપનીઓ(private corporate companies)દ્વારા પ્રોજેક્ટ સ્થાપવા માટે સૌથી વધુ પસંદ કરાતા રાજ્ય તરીકે ઉભરી રહ્યું છે. જેમાં વર્ષ 2016-17થી 2020-21 સુધીના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા મંજૂર કરાયેલા મહત્તમ પ્રોજેક્ટ્સ રાજ્યમાં સ્થાપિત થવાના છે.

મંજૂર થયેલા પ્રોજેક્ટની ટકાવારીમાં 14.7 ટકા સાથે ગુજરાત આગળ

આ અંગે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ખાનગી કોર્પોરેટ રોકાણના(private corporate investment) તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે  મંજૂર થયેલા પ્રોજેક્ટમાં 14.7 ટકા સાથે ગુજરાત સૌથી વધુ ટકાવારી  ધરાવે છે. જ્યારે ગુજરાત પછી મહારાષ્ટ્ર (મંજૂર પ્રોજેક્ટ્સમાં 12.1%હિસ્સો), કર્ણાટક (9.5%), આંધ્ર પ્રદેશ (8.8%) અને તામિલનાડુ (7.2%) છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

કુલ મંજૂર પ્રોજેક્ટના કુલ 52. 3 ટકા પ્રોજેક્ટ અમલમાં

આ અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ છેલ્લા પાંચ વર્ષના જાહેર કરેલા આંકડા પર નજર કરીએ તો વર્ષ 2016-17 વચ્ચે પાંચ રાજ્યો, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં કુલ મંજૂર પ્રોજેક્ટના કુલ 52. 3 ટકા પ્રોજેક્ટ અમલમાં છે.જો કે રો- મટિરિયલ, મજૂરોની ઉપલબ્ધતા, માળખાકીય સુવિધા, માર્કેટ સાઈઝ અને ગ્રોથ જેવા ફેક્ટરોએ રાજ્યની પસંદગી પર પ્રભાવ પાડ્યો છે.

નાણાંકીય વર્ષ 2017 થી 2021 દરમિયાન ગુજરાતમાં અનેક રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા પ્રોજેક્ટને બાદ કરતાં 330 જેટલા પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા હતા. સમગ્ર ભારતમાં કુલ સંખ્યા 1,975 હતી. આ રિપોર્ટમાં 10 કરોડ રૂપિયાથી નાના રોકાણ પ્રોજેક્ટ્સ તેમજ 51% થી ઓછી ખાનગી માલિકી ધરાવતા અથવા ટ્રસ્ટ, સરકારો અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્સને બાકાત રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં હાલના અને નવા રોકાણકારો માટે ઘણા ફાયદા

આ અંગે એસોચેમ ગુજરાતના સહ-અધ્યક્ષ જૈમિન શાહે જણાવ્યું હતું કે હું માનું છું કે ગુજરાત એ ભારતનું વ્યાપાર હોટસ્પોટ છે અને ઉદ્યોગ અને વાણિજ્ય માટે ઉચ્ચ સંભાવનાઓ ધરાવે છે. રાજ્ય વ્યવસાય હોય કે સામાજિક અનુકૂળ ઇકોસિસ્ટમ ધરાવે છે. તેમાં હાલના અને નવા રોકાણકારો માટે ઘણા ફાયદા છે. નવા રોકાણકારો આવતા ગુજરાતમાં સ્પર્ધાત્મકતાની ઉચ્ચ ભાવના આવે છે. નવા રોકાણો સાથે વેપાર અને વાણિજ્ય વધશે જે તેને ખરેખર આત્મનિર્ભર બનાવે છે.

મંજૂર થયેલા પ્રોજેક્ટ્સમાં ગુજરાતનો હિસ્સો વધ્યો

વાસ્તવમાં મંજૂર થયેલા પ્રોજેક્ટ્સમાં ગુજરાતનો હિસ્સો વધ્યો છે કારણ કે 2011-12 થી 2015-16 દરમિયાન રાજ્યમાં આવા 10% પ્રોજેક્ટ આકર્ષ્યા હતા. માત્ર પ્રોજેક્ટની સંખ્યા જ નહીં મંજૂર થયેલા પ્રોજેક્ટ્સના કુલ ખર્ચમાં પણ ગુજરાતનો સિંહફાળો છે.

રિપોર્ટ અનુસાર, 2020-21માં, ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યો બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સની કુલ રકમના સૌથી વધુ હિસ્સો (17.1) ટકા હિસ્સો ધરાવે છે ત્યારબાદ આંધ્ર પ્રદેશ (15 ટકા), ઉત્તર પ્રદેશ (13.7 ટકા) , મહારાષ્ટ્ર (8.5 ટકા), હરિયાણા (7.8 ટકા ), કર્ણાટક (6.1 ટકા) જેટલો હિસ્સો ધરાવે છે.

2020-21માં ખાનગી કંપનીઓના માત્ર 220 પ્રોજેક્ટ મંજૂર

જો કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ રોગચાળાને કારણે 2020-21માં સમગ્ર દેશમાં રોકાણનું વાતાવરણ નબળું રહ્યું છે. “એકંદરે, બેંકો અને એફઆઈએ 2020-21માં ખાનગી કંપનીઓના માત્ર 220 પ્રોજેક્ટ દરખાસ્તોને મંજૂરી આપી હતી. જ્યારે મંજૂર કરેલા પ્રોજેક્ટ્સની કુલ કોસ્ટ 2020-21માં ઘટીને 75,558 કરોડ રૂપિયા થઈ ગઈ છે જે 2019-20માં 1,75,830 કરોડ રૂપિયા હતી.

આ પણ  વાંચો:

આ પણ વાંચો : 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">