ગુજરાત હાઇકોર્ટે રાહુલ ગાંધીને મોદી અટકની ટિપ્પણી કેસમાં નોટિસ પાઠવી
ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર 2019માં કર્ણાટકના કોલારમાં લોકસભા ચૂંટણીની રેલીને સંબોધિત કરતી વખતે "મોદી સરનેમ" પર કરેલી ટિપ્પણી બદલ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો

ગુજરાત હાઈકોર્ટે(Gujarat Highcourt)રાજ્ય મંત્રી પૂર્ણેશ મોદીની અરજી પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને(Rahul Gandhi)7 માર્ચે નોટિસ પાઠવી છે. વાસ્તવમાં પૂર્ણેશ મોદીએ(Purnesh Modi)અરજી દાખલ કરી હતી જેને સુરતની કોર્ટે ફગાવી દીધી હતી. તેમની અરજીમાં, પૂર્ણેશ મોદીએ “મોદી અટક” ધરાવતા લોકો પર ટિપ્પણી કરવા બદલ 2019 માં કોંગ્રેસના નેતા વિરુદ્ધ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.પૂર્ણેશ મોદીએ તાજેતરમાં 23 ફેબ્રુઆરીના રોજ સુરત કોર્ટના તે આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. સુરત કોર્ટે મંત્રીની અરજી ફગાવી દીધી હતી, જેમાં તેણે રાહુલ ગાંધી પર મોદી અટકથી લોકોને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ વી. એમ પંચોલીએ ગયા અઠવાડિયે પસાર કરેલા આદેશમાં પ્રતિવાદી રાહુલ ગાંધી અને ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે. જેનો તેઓએ 28 માર્ચ સુધીમાં જવાબ આપવાનો રહેશે.
આ છે સમગ્ર મામલો
ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર 2019માં કર્ણાટકના કોલારમાં લોકસભા ચૂંટણીની રેલીને સંબોધિત કરતી વખતે “મોદી સરનેમ” પર કરેલી ટિપ્પણી બદલ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.તેમણે પોતાની અરજીમાં કહ્યું હતું કે રાહુલ ગાંધીની ટિપ્પણી કે ‘બધા ચોરોની અટક મોદી છે, નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી તે બધાના નામમાં મોદી કેવી રીતે છે.
રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં દોષી હોવાનું કબુલ્યું ન હતું
ફરિયાદી મંત્રી પૂર્ણેશ મોદી એ જણાવ્યું હતું કે કોંગ્રેસના સાંસદની કથિત ટિપ્પણી મોદી એ બધા ચોરોની સામાન્ય અટક કેવી રીતે છે?સમગ્ર મોદી સમાજને બદનામ કરે છે. ગાંધીએ ગયા વર્ષે સુરત કોર્ટમાં તેમની હાજરી દરમિયાન દોષી હોવાનું કબૂલ્યું ન હતું.સુનાવણી દરમિયાન, ફરિયાદીએ જિલ્લા ચૂંટણી અધિકારી અને કોલારના કલેક્ટર પાસેથી મેળવેલ ત્રણ સીડીની પ્રમાણિત નકલો સબમિટ કરી, જેમાં “મોદી” ઉપનામ વિશેની તેમની ટિપ્પણી હતી
આ પણ વાંચો : Jamnagar: જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને કર્મચારી સંઘના હોદ્દેદારો અને તમામ શાખાધિકારીઓની સંયુક્ત બેઠક મળી
આ પણ વાંચો : Mehsana: દૂધસાગર ડેરીની કુપોષણ નાથવા કટિબધ્ધતા, સુપોષણ અભિયાનમાં 453 બાળકોને દત્તક લીધા