AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : વિપુલ ચૌધરીની વધી મુશ્કેલી, ગુજરાત હાઇકોર્ટે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેનની જામીન અરજી ફગાવી

ગુજરાતમાં(Gujarat) મહેસાણાની(Mehsana)દૂધસાગર ડેરીના(Dudhsagar Dairy) પૂર્વ ચેરમેન અને પૂર્વ મંત્રી વિપુલ ચૌધરીની (Vipul Chaudhary) મુશ્કેલી વધી છે. જેમાં હાઇકોર્ટે વિપુલ ચૌધરીની જામીન અરજી ફગાવી દીધી છે. જેમાં નિયમિત જામીન મેળવવા વિપુલ ચૌધરીને હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.

Ahmedabad : વિપુલ ચૌધરીની વધી મુશ્કેલી, ગુજરાત હાઇકોર્ટે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેનની જામીન અરજી ફગાવી
Dudhsagar dairy former chairman Vipul Chaudhary
Ronak Varma
| Edited By: | Updated on: Oct 22, 2022 | 3:38 PM
Share

ગુજરાતમાં(Gujarat) મહેસાણાની(Mehsana)દૂધસાગર ડેરીના(Dudhsagar Dairy) પૂર્વ ચેરમેન અને પૂર્વ મંત્રી વિપુલ ચૌધરીની (Vipul Chaudhary) મુશ્કેલી વધી છે. જેમાં હાઇકોર્ટે વિપુલ ચૌધરીની જામીન અરજી ફગાવી દીધી છે. જેમાં નિયમિત જામીન મેળવવા વિપુલ ચૌધરીને હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. આ અરજીમાં રાજનૈતિક કિન્નાખોરી માં પોતાની ઉપર ખોટો કેસ થયો હોવાની હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. તેમજ વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય દબાણમાં કેસ કરાયો હોવાની પણ ફરિયાદ કરાઈ હતી. જેમાં વર્ષ 2015માં ચેરમેન પદે થી મુક્ત થયા બાદ સાત વર્ષના વિલંબ બાદ કરાયેલી ફરિયાદ તથ્ય વિહોણી હોવાની પણ રજૂઆત કરી હતી .

જેમાં હાઇકોર્ટે નિયમિત જામીન પર મુક્ત કરવામાં આવે તેવી વિપુલ ચૌધરી ની માંગણીને કોર્ટે ફગાવી દીધી છે. જેમાં રાજ્ય સરકાર તરફથી અરજીનો વિરોધ કરાયો હતો. આ દરમ્યાન એન્ટીકરપ્શન બ્યુરોને મળેલા પ્રાથમિક પુરાવાઓ અંગે કોર્ટને જાણકારી અપાઈ હતી.હાલ 300 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાના આરોપ સાથે ACB એ વિપુલ ચૌધરી પર કેસ કર્યો છે.

ભ્રષ્ટાચારના આરોપમાં વિપુલ ચૌધરી પર સકંજો કસાયો

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને  સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. દૂધસાગર ડેરીમાં ભ્રષ્ટાચારને લઇ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ તપાસમાં EDપણ જોડાઈ હતી. વિપુલ ચૌધરીએ જુદા જુદા બેંક ખાતામાં પૈસા સગેવગે કરી 50 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું હોવાનો આરોપ છે. એટલું જ નહીં વિદેશમાં 50 કરોડથી વધુના હવાલા પાડ્યા હોવાના પણ પુરાવા મળી આવ્યાં છે. કૌભાંડ કરવા માટે વિપુલ ચૌધરીએ એક જ વ્યક્તિના 50 બેંક એકાઉન્ટ ખોલાવ્યાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે વિપુલ ચૌધરીની મુશ્કેલી વધી શકે છે.

વિપુલ ચૌધરી ગ્રુપને ફરી એકવાર મોટો ઝટકો

તો આ સંકજાને પગલે મહેસાણાની (Mehsana) પામોલ દૂધ મંડળીની ચૂંટણીમાં વિપુલ ચૌધરી (Vipul Chaudhary ) ગ્રુપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. કૌભાંડમાં જેલનીસજા ભોગવી રહેલા અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન એવા વિપુલ ચૌધરીને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો . પામોલ દૂધ મંડળીમાં હોદ્દેદારોની ચૂંટણી યોજાઇ હતી અને 575 માંથી 552 મતદારોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીની મતગણતરીમાં અશોક ચૌધરીની તમામ પેનલો ભારે બહુમતથી જીતી હતી. જ્યારે વિપુલ ચૌધરીની પેનલનો રીતસર રકાસ થયો છે. આમ કૌભાંડોમાં ઘેરાયેલા વિપુલ ચૌધરીને હવે સહકારી સંસ્થાની ચૂંટણીમાં રાજકીય નુકસાન સહન કરવાનો વારો આવ્યો.

(With Input, Ronal Varma,Ahmedabad And Manish Mistri Mehsana) 

g clip-path="url(#clip0_868_265)">