ગુજરાત સરકારે ચાઇનીઝ દોરી અને કાચ પાયેલા માંજાના પ્રતિબંધ અંગે હાઇકોર્ટમાં સોગંદનામુ રજુ કર્યું, શુક્રવારે સુનાવણી

ગુજરાતમાં ચાઈનીઝ દોરી,નાયલોન દોરી, ચાઈનીઝ ટુક્કલ અને કાચ પાયેલા માંજાના પ્રતિબંધ અંગે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોગંદનામુ રજુ કર્યું છે. જેમાં રાજ્ય સરકારે મુકેલા પ્રતિબંધની તમામને જાણ થાય તે દિશામાં જરૂરી કામગીરી કરવા પોલીસને આદેશ અપાયા છે. આ અંગે હાઇકોર્ટમાં શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.

ગુજરાત સરકારે ચાઇનીઝ દોરી અને કાચ પાયેલા માંજાના પ્રતિબંધ અંગે હાઇકોર્ટમાં સોગંદનામુ રજુ કર્યું, શુક્રવારે સુનાવણી
Gujarat High CourtImage Credit source: File Image
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Jan 05, 2023 | 9:33 PM

ગુજરાતમાં ચાઈનીઝ દોરી,નાયલોન દોરી, ચાઈનીઝ ટુક્કલ અને કાચ પાયેલા માંજાના પ્રતિબંધ અંગે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોગંદનામુ રજુ કર્યું છે. જેમાં રાજ્ય સરકારે મુકેલા પ્રતિબંધની તમામને જાણ થાય તે દિશામાં જરૂરી કામગીરી કરવા પોલીસને આદેશ અપાયા છે. જેમાં ગ્રીન ટ્રિબ્યુનલ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને અન્ય ઘાતક વસ્તુઓના વેચાણ નોંધ લે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી બાદ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર સહિત અન્ય પક્ષકારોને નોટિસ પાઠવીને જવાબ આપવા માટે જણાવ્યું હતું ત્યારે રાજ્ય સરકાર તરફથી ગુજરાત હાઇકોર્ટમાં આજે સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું છે.

માંજાના વેપારીઓ સાથે મીટીંગ કરી અને આ પ્રતિબંધ અંગે ચુસ્ત પાલન કરવાની સૂચના અપાઇ

જેમાં મહત્વની વાતો પણ ટાંકવામાં આવી છે. આસિસ્ટન્ટ પોલીસ કમિશનર ડેપ્યુટી સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ અને એસપી કક્ષાના અધિકારીઓ પ્રતિબંધિત માંજાના ખરીદ વેચાણ બાબતે સઘન કામગીરી કરશે તેવી કોર્ટને ખાતરી અપાઈ છે. માંજાના વેપારીઓ સાથે મીટીંગ કરી અને આ પ્રતિબંધ અંગે ચુસ્ત પાલન કરવાની સૂચના અપાઇ છે. નાગરિકોમાં પણ આ બાબતની જાણકારી અને માહિતી યોગ્ય રીતે પહોંચે તે માટે પ્રસાર માધ્યમોનો સહારો લેવો તેવા પણ નિર્દેશ અપાયા છે. ગૃહ વિભાગને રોજિંદી માહિતી મળી રહે તે માટે Tebular ફોર્મેટ પણ જાહેર કરાયું છે. આવતીકાલે રાજ્ય સરકાર તરફથી અન્ય જાહેરાત થાય તે પણ અપેક્ષિત છે.

હજારો અબોલ પક્ષીઓ પણ તેના કારણે મોતને ભેટે છે

મહત્વનું છે કે અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં પ્રતિબંધિત ચાઈનીઝ વસ્તુઓના વેચાણ મામલે જાહેર હિતની અરજી ની સુનવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગોને બે દિવસમાં સોગંદનામુ રજૂ કરવાનો સમય આપ્યો હતો ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું છે. દર વર્ષે ઉતરાયણ પહેલા આ પ્રકારના પ્રતિબંધિત ચાઈનીઝ માંજાના ઉપયોગના કારણે અનેક માનવીય મોત થાય છે તેની સાથે સાથે અનેક લોકો ઘાયલ પણ થાય છે એટલું જ નહીં પરંતુ હજારો અબોલ પક્ષીઓ પણ તેના કારણે મોતને ભેટે છે જેની સામે સામાજિક સંસ્થા દ્વારા ગુજરાત રાજ્યની વડી અદાલતમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

માત્ર જ જાહેરનામું પ્રસિદ્ધ કરવાથી કંઈ નહીં થાય

જેમાં તેમણે ટાંક્યું હતું કે આવા પ્રકારની ઘાતક દોરી સામે માત્ર પ્રતિબંધ ફરમાવવાથી જ નહીં પરંતુ કડક પડે તેનો અમલ કરાવવાની પણ જરૂર છે ત્યારે ગુજરાત હાઇકોર્ટને પણ રાજ્ય સરકારને ટકોર કરી અને કહ્યું હતું કે માત્ર જ જાહેરનામું પ્રસિદ્ધ કરવાથી કંઈ નહીં થાય પરંતુ કામ કરવું પડશે જેની સામે હવે એફિડેવેટમાં જણાવ્યા મુજબ રાજ્યના ગૃહ વિભાગે આવા પ્રકારની ચાઈનીઝ વસ્તુઓ સામે કડક પ્રતિબંધનો અમલ કરાવવાના આદેશ આપવાની વાતનો સ્વીકાર પણ કરાયો છે.

ચાઈનીઝ દોરી ના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ ને લઈ ને શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

ઉતરાયણ પર્વ નજીક આવતા જ શહેરમાં ચાઈનીઝ દોરી ધૂમ વેચાણ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે..કેટલાક વર્ષો થી ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં અનેક જગ્યા થી ચાઈનીઝ દોરી નો જથ્થો મળી આવે છે. ચાઈનીઝ દોરી ના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ ને લઈ ને શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે..જેમાં જો કોઈ પણ વ્યક્તિ પાસે થી ચાઈનીઝ દોરી નો જથ્થો કે ટુક્કલ મળી આવે તો પોલીસ દ્વારા તેઓ ની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Latest News Updates

આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
g clip-path="url(#clip0_868_265)">