AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat : ડિગ્રીની સાથે નોકરીની ગેરેન્ટી આપતો પ્રથમ કોર્સ શરૂ થશે, GLS યુનિવર્સિટીએ મારૂતિ સુઝુકી ઇન્ડિયા સાથે MOU કર્યા

ત્રણ વર્ષના ગ્રેજ્યુએટ કોર્સમાં વિદ્યાર્થીઓને મારુતિ સુઝુકીના ઓથોરાઈઝ ડીલરને ત્યાં 2 વર્ષ ઇન્ટર્નશીપ કરવી પડશે. જેના કારણે વિદ્યાર્થીઓને ઉદ્યોગનો પ્રત્યક્ષ અનુભવ મળશે.

Gujarat : ડિગ્રીની સાથે નોકરીની ગેરેન્ટી આપતો પ્રથમ કોર્સ શરૂ થશે, GLS યુનિવર્સિટીએ મારૂતિ સુઝુકી ઇન્ડિયા સાથે MOU કર્યા
GLS યુનિવર્સિટીએ મારૂતિ સુઝુકી ઇન્ડિયા સાથે MOU કર્યા
Dipen Padhiyar
| Edited By: | Updated on: Jul 03, 2021 | 7:06 PM
Share

Gujarat : પ્રથમ વખત ઇન્ડસ્ટ્રી સાથે MOU કરીને નોકરીની ગેરેન્ટી આપતો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. અભ્યાસ દરમ્યાન સ્ટાઈપેન્ડ અને ડીગ્રી મેળવ્યા બાદ નોકરીની ગેરેન્ટી આપતો એપ્રેન્ટીસ બેઝ ડીગ્રી કોર્ષ GLS યુનિવર્સિટીએ શરૂ કર્યો છે.GLS  યુનિવર્સિટીએ મારુતિ સુઝુકી સાથે MOU કરીને બીબીએ રિટેઇલ મેનેજમેન્ટનો ત્રણ વર્ષનો ડીગ્રી કોર્સ શરૂ કર્યો છે.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે તેનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે મારુતિ સુઝુકી ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ મનોજ અગ્રવાલ પણ હાજર હતા. આ કોર્સમાં બીબીએ અને ઓટોમોબાઇલ રિટેઇલ મેનેજમેન્ટનો વિશિષ્ટ સમન્વય કરાયો છે.

ત્રણ વર્ષના ગ્રેજ્યુએટ કોર્સમાં વિદ્યાર્થીઓને મારુતિ સુઝુકીના ઓથોરાઈઝ ડીલરને ત્યાં 2 વર્ષ ઇન્ટર્નશીપ કરવી પડશે. જેના કારણે વિદ્યાર્થીઓને ઉદ્યોગનો પ્રત્યક્ષ અનુભવ મળશે. 70 વિદ્યાર્થીઓને આ કોર્સમાં પ્રવેશ અપાશે. આવતીકાલથી આ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. કોર્સની વાર્ષિક ફી 50 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે.

આ કોર્સમાં એક વર્ષ GLS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને કલાસરૂમ ટીચિંગ અપાશે. અને બીજા બે વર્ષે મારુતિ સુઝુકીના શો-રૂમ અને ડીલરને ત્યાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ અપાશે. બે વર્ષ પ્રેક્ટિકલ ટ્રેનિંગની સાથે વિદ્યાર્થીઓને દર મહિને 10 હજાર રૂપિયા સ્ટાઈપેન્ડ પણ અપાશે. એટલે કે વિદ્યાર્થીઓ ત્રણ વર્ષની 1.5 લાખ ફી ચૂકવશે જેની સામે વિદ્યાર્થીઓને ત્રણ વર્ષમાં 2.4 લાખનું સ્ટાઈપેન્ડ મળશે.

વિદ્યાર્થીઓ અર્નિંગ સાથે લર્નિંગ કરી શકે તે મુજબ આ કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે. ત્રણ વર્ષ બાદ વિદ્યાર્થીઓને ડિગ્રીની સાથે નોકરીની પણ ગેરેન્ટી અપાઇ છે. રાજ્યમાં પ્રથમ આ પ્રકારનો MOU થયો છે. આવતીકાલથી આ કોર્સમાં પ્રવેશ માટેના ફોર્મ મળશે.

ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને જે પ્રકારના ગ્રેજ્યુએટની જરૂર છે તે મુજબનો કોર્સ ડિઝાઇન કરાયો છે.  GLS  યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાણાવટીએ જણાવ્યું હતું કે મેનેજમેન્ટ કોર્સમાં એક કલાસ એવો છે કે જે પોતાના બિઝનેસમાં જવા ઈચ્છે છે.જ્યારે બીજો કલાસ એવો છે જે મિડલ કલાસમાંથી આવતા વિદ્યાર્થીઓ છે જેમને સારી નોકરીની અપેક્ષા હોય છે. જેને ધ્યાનમાં રાખીને બીબીએ રિટેઇલ મેનેજમેન્ટનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે ગુજરાતમાં 2003થી વાઇબ્રન્ટ ગુજરાતમાં ધ્યાનમાં આવ્યું કે ઉદ્યોગને જે પ્રકારના ગ્રેજ્યુએટની જરૂર છે એ પ્રકારના ગ્રેજ્યુએટ મળતાં નથી. જેના કારણે કંપનીઓને 6 મહિના કે વર્ષ સુધી ટ્રેનિંગ આપે છે. આ MOUથી આ પ્રશ્નનો હાલ થશે. ગુજરાતના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ કેમ મળે તે પ્રકારનું આયોજન સરકાર કરી રહી છે. ઇન્ડસ્ટ્રી સાથે સીધું ટાઇ-અપ કરી આ પ્રકારનો કોર્ષ શરૂ કરવો ગુજરાત માટે સારા સંકેત છે.

મારુતિ સુઝુકી ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા થિયરી બેઝ શિક્ષણ મળશે. સાથે સાથે મારુતિના ડીલર થકી પ્રેક્ટિકલ અનુભવ મળશે. આ કોર્સમાં વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ પણ મળશે. બે વર્ષ ડીલર સાથે કામ કરવાથી બોન્ડિંગ ડેવલોપ થશે. ડીલરો પાર્ટનરશિપના બેઝ પર કામ કરશે.

g clip-path="url(#clip0_868_265)">