AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં વીજ ગ્રાહકોને મોંઘવારીનો વધુ એક માર! યુનિટ દીઠ બેઝ ચાર્જમાં કરાયો વધારો

ગુજરાતમાં ઘરેલું, વેપારી અને ઔદ્યોગિક વીજ ગ્રાહકો માટે વીજળીનું બિલ વધવાની શક્યતા છે. FPPAS સરચાર્જમાં 3.99%નો વધારો કરાયો છે, જે 1 જુલાઈ, 2026થી લાગુ પડશે.

Breaking News : ગુજરાતમાં વીજ ગ્રાહકોને મોંઘવારીનો વધુ એક માર! યુનિટ દીઠ બેઝ ચાર્જમાં કરાયો વધારો
| Updated on: Oct 24, 2026 | 9:12 AM
Share

ગુજરાતમાં વીજળી વાપરતા ઘરેલું ગ્રાહકો, વેપારીઓ, ઓફિસો અને ઉદ્યોગો માટે વીજળીનું બિલ વધવાની શક્યતા છે. રાજ્યમાં ફ્યુઅલ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ સરચાર્જ (FPPAS)માં 3.99 ટકાનો વધારાનો સરચાર્જ લાગુ કરવામાં આવ્યો છે. આ વધારાને કારણે સામાન્ય વીજ ગ્રાહકોના માસિક બજેટ પર પણ અસર પડી શકે છે. જોકે, ખેતીવાડીના વીજ જોડાણોને આ વધારામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

1 જુલાઈથી ગણતરીમાં લાગુ થશે નવા દર

મળતી માહિતી મુજબ, વીજળીના નવા દર 1 જુલાઈ, 2026થી વપરાશ પર લાગુ થશે. અગાઉ એપ્રિલથી જૂન દરમિયાન FPPASનો મૂળ દર પ્રતિ યુનિટ રૂ. 2.30 હતો અને તે સમયે કોઈ વધારાનો વેરિએબલ સરચાર્જ લાગુ નહોતો. હવે મૂળ દર વધારીને પ્રતિ યુનિટ રૂ. 2.45 કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 3.99 ટકાનો વધારાનો સરચાર્જ પણ લાગુ કરવામાં આવ્યો છે. પરિણામે ગ્રાહકોએ વીજળીના વપરાશ માટે અગાઉની સરખામણીએ વધુ રકમ ચૂકવવી પડી શકે છે.

સપ્ટેમ્બરના બિલમાં વધારાની રકમ વસૂલાશે

આ નવા દરોની અસર સપ્ટેમ્બરમાં આપવામાં આવનારા વીજળીના બિલમાં જોવા મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં વપરાયેલી વીજળી માટેના નવા દર અને અગાઉ વસૂલાયેલી રકમ વચ્ચેનો તફાવત પણ બિલમાં ઉમેરવામાં આવશે. એટલે કે ગ્રાહકોએ માત્ર સપ્ટેમ્બર મહિનાના વીજ વપરાશ માટે જ નહીં, પરંતુ અગાઉના બે મહિનાના બાકી તફાવત માટે પણ વધારાની રકમ ચૂકવવી પડી શકે છે.

GUVNLએ ચારેય વીજ કંપનીઓને આપ્યા નિર્દેશ

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા 3 સપ્ટેમ્બરના રોજ પત્ર લખીને રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓને સુધારેલા દર પ્રમાણે FPPAS વસૂલવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા. આ કંપનીઓમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડનો સમાવેશ થાય છે. આગામી આદેશ ન મળે ત્યાં સુધી સુધારેલા દર પ્રમાણે સરચાર્જની વસૂલાત ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

વીજ બિલમાં કેટલો વધારો થઈ શકે?

ગુજરાત કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલા અંદાજ મુજબ, વીજ વપરાશ પ્રમાણે ગ્રાહકોના બિલમાં વધારાની અસર અલગ-અલગ હોઈ શકે છે. કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે, 100 યુનિટ સુધીના વપરાશ પર આશરે રૂ. 30થી રૂ. 45, 200 યુનિટ સુધી રૂ. 90થી રૂ. 135, 500 યુનિટ સુધી રૂ. 150થી રૂ. 225 અને 1,000 યુનિટ સુધીના વપરાશ પર રૂ. 300થી રૂ. 450 સુધીનો વધારાનો બોજ આવી શકે છે. આ આંકડા કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા અંદાજ છે; વાસ્તવિક વધારાની રકમ ગ્રાહકના વીજ વપરાશ અને બિલની ગણતરીના આધારે અલગ હોઈ શકે છે.

કોંગ્રેસે સરકાર પાસે પારદર્શકતાની માગ કરી

વીજળીના સરચાર્જમાં વધારા મુદ્દે ગુજરાત કોંગ્રેસે રાજ્ય સરકાર અને વીજ કંપનીઓ પાસે સ્પષ્ટતા માગી છે. કોંગ્રેસના નેતા મનીષ દોશીએ સવાલ ઉઠાવ્યો છે કે મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય નાગરિકો પર 3.99 ટકાનો વધારાનો સરચાર્જ શા માટે લાદવામાં આવી રહ્યો છે. તેમણે વીજળીના ઉત્પાદન અને ખરીદીના ખર્ચમાં કેટલો વધારો થયો છે તેની વિગતો જાહેર કરવાની પણ માગ કરી છે.

મનીષ દોશીના જણાવ્યા મુજબ, કોલસો, ગેસ અને વીજળીની ખરીદી પાછળના ખર્ચમાં થયેલા ફેરફારો અંગે સરકાર અને વીજ કંપનીઓએ જાહેરમાં સ્પષ્ટ હિસાબ રજૂ કરવો જોઈએ. સરચાર્જની ગણતરી કઈ પદ્ધતિથી કરવામાં આવે છે અને તેનાથી ગ્રાહકો પર કેટલો આર્થિક બોજ પડશે તે અંગે પણ પારદર્શક માહિતી આપવી જોઈએ, તેવી માગ કોંગ્રેસે કરી છે.

માત્ર યુનિટ ચાર્જ જ નહીં, અન્ય ચાર્જ પર પણ અસર

કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે કે સરચાર્જની ગણતરીમાં માત્ર વીજળીના વપરાશ પ્રમાણે લાગતા એનર્જી ચાર્જને જ નહીં, પરંતુ મૂળ FPPAS અને ફિક્સ્ડ અથવા ડિમાન્ડ ચાર્જને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જો આ ગણતરી પદ્ધતિ લાગુ પડતી હોય, તો તેની અસર ગ્રાહકોના કુલ વીજ બિલ પર પડી શકે છે. જોકે, આ ગણતરીની ચોક્કસ પદ્ધતિ અને દરેક ગ્રાહક માટે લાગુ પડતી અસર અંગે વીજ કંપનીઓ તરફથી વિગતવાર સ્પષ્ટતા જરૂરી છે.

હાલમાં વીજળીના વધારાના સરચાર્જને કારણે ઘરેલું ગ્રાહકો ઉપરાંત વેપારીઓ અને ઉદ્યોગો માટે પણ વીજ ખર્ચ વધી શકે છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર અને વીજ કંપનીઓ આ વધારા પાછળનાં કારણો, ખર્ચની વિગતો અને ગ્રાહકોને રાહત આપવા માટેનાં સંભવિત પગલાં અંગે શું સ્પષ્ટતા કરે છે તેના પર સૌની નજર રહેશે.

15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને ‘પ્લોટ ચોર’ ગણાવ્યા

Follow Us
આજનું રાશિફળ : વૃષભના સિતારા બુલંદ, વૃશ્ચિકને નવી ભાગીદારીમાં નફો
આજનું રાશિફળ : વૃષભના સિતારા બુલંદ, વૃશ્ચિકને નવી ભાગીદારીમાં નફો
15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા
15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા
કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'
કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'
પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે
પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા
જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો
જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો
ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ
ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ
આણંદના PI રાજદીપસિંહ વનાર ₹40,000ની લાંચ લેતા ઝડપાયા
આણંદના PI રાજદીપસિંહ વનાર ₹40,000ની લાંચ લેતા ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">