AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHMEDABAD : CM ભુપેન્દ્ર પટેલે કહ્યું, કોરોના વિરોધી રસીકરણ ઝુંબેશમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર

મુખ્યપ્રધાને કોવીડકાળમાં આપદ ધર્મ તરીકે ફરજ બજાવનારા તબીબો અને આરોગ્યકર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યપ્રધાને કહ્યું કે , "ટુ ગેધર વી ફલાય "નો સંદેશો દર્શાવે છે કે આપણે નાના પ્રયાસોથી મોટા પરિવર્તનો આણી શકીએ છીએ.

AHMEDABAD : CM ભુપેન્દ્ર પટેલે કહ્યું, કોરોના વિરોધી રસીકરણ ઝુંબેશમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર
CM Bhupendra Patel
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 9:07 PM
Share

AHMEDABAD : અમદાવાદના એસ.જી.હાઈવે સ્થિત ઝાયડસ કોર્પોરેટર પાર્ક ખાતે “ટુ ગેધર વી ‌ફલાય” જાહેર કલાકૃતિને ખુલ્લી મુકતા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં રસીકરણ ઝુંબેશમાં ગુજરાત અગ્રેસર છે‌ અને અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં સાડા સાત કરોડથી વધારે ડોઝ અપાઇ ચૂક્યા છે.મુખ્યપ્રધાને આ અવસરે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના સામેની લડાઈમાં થાક્યું હતું ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મક્કમતાથી મુકાબલો કર્યો. મુખ્યપ્રધાને ગૌરવભેર જણાવ્યું હતું કે, આજે જે ભૂમિ પર થી હું વાત કરી રહ્યો છું તે જ ભૂમિ પર કોરોના વિરોધી સ્વદેશી વેક્સિન વિકસાવવામાં આવી છે જેનોઆપણને સૌને ગર્વ છે.

મુખ્યપ્રધાને કહ્યું કે , “ટુ ગેધર વી ફલાય “નો સંદેશો દર્શાવે છે કે આપણે નાના પ્રયાસોથી મોટા પરિવર્તનો આણી શકીએ છીએ.આ અવસરે મુખ્યપ્રધાને કોવીડકાળમાં આપદ ધર્મ તરીકે ફરજ બજાવનારા તબીબો અને આરોગ્યકર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે તબીબો અને આરોગ્ય કર્મીઓની પીઠ થાબડતા કહ્યું કે તબીબો અને આરોગ્ય કર્મીઓની સમર્પિત ભાવના કારણે જ કોરોનાને કાબુમાં રાખવામાં આપણને સફળતા પ્રાપ્ત થઇ છે.મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસપૂર્વક કહ્યું કે “હારશે કોરોના, જીતશે ગુજરાત” નો સંકલ્પ આપણે સૌ સાથે મળીને સાકાર કરીશું.

આ અવસરે ઝાયડસના પંકજ પટેલે જણાવ્યું હતું કે , અમારી કંપની દ્વારા હંમેશા સામાજિક દાયિત્વ અને પ્રાથમિકતા આપવામાં આવી છે. અને કોવીડકાળમાં પણ અમે સામાજિક દાયિત્વ નિભાવ્યું છે. તેમણે કહ્યું કે કોવીડકાળમાં જરૂરી દવાઓ ગુજરાત અને ભારતમાં ઉત્પાદિત થઈ છે જે ભારતીય પ્રતિભા દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે પંદર હજાર જેટલી અનન્ય અભીવ્યક્તિ સાથેની આ ટુ ગેધર વી ફ્લાય કલાકૃતિ 262 ફૂટ પહોળી અને 85 ફૂટની ઊંચાઈ ધરાવે છે, જે ઝાયડસ ગ્રુપના આઇકોનિક કોર્પોરેટ પાર્કની બાહ્ય દિવાલ પર મૂકવામાં આવી છે.

ઝાયડસ પ્રમોટર્સ કુટુંબના કલામર્મજ્ઞ ડિઝાઈનર અને ઉદ્યોગ સાહસિક મેહા પટેલ અને કોરોના કવીલ્ટ પ્રોજેક્ટના ફાઉન્ડર દિયા મહેતા ભોપાલ અને નેહા મોદી દ્વારા આ વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : Jamnagar: ઓમિક્રોનના દર્દીના સંપર્કમાં આવેલા 2 વ્યક્તિ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ

આ પણ વાંચો : ધર્માંતરણ કેસમાં મોટા સમાચાર : વિદેશથી મોકલાયા લાખો રૂપિયા, વડોદરા SOGએ 27 લાખ રૂપિયા કબ્જે કર્યા

g clip-path="url(#clip0_868_265)">