GUJARAT : રાજ્યમાં ઓમિક્રોનની એન્ટ્રી, કોરોનાના નવા 44 કેસ, અમદાવાદ અને ભાવનગર શહેરમાં સૌથી વધુ કેસ

|

Dec 04, 2021 | 8:02 PM

Jamnagar omicron case : ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરીએન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઇ ચુકી છે. રાજ્યમાં ઓમિક્રોન વેરીએન્ટનો પ્રથમ કેસ જામનગરમાં નોધાયો છે.

GUJARAT : રાજ્યમાં ઓમિક્રોનની એન્ટ્રી, કોરોનાના નવા 44 કેસ, અમદાવાદ અને ભાવનગર શહેરમાં સૌથી વધુ કેસ
Gujarat Corona Update

Follow us on

Gujarat Corona Update : રાજ્યમાં આજે 4 ડિસેમ્બરે કોરોના વાયરસના નાવ 44 કેસ નોંધાયા છે, જેમાં એક કેસ કોરોના વાયરસના નવા વેરીએન્ટ ઓમિક્રોનનો રાજ્યમાં ઓમિક્રોન વેરીએન્ટનો પ્રથમ કેસ જામનગરમાં નોધાયો છે. તો આજે નોંધાયેલા નવા કેસોમાં અમદાવાદ શહેર અને ભાવનગર શહેરમાં સૌથી વધુ અનુક્રમે 12 અને 11 કેસ નોંધાયા છે.
આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 8,27, 659 (8 લાખ 27 હજાર 659 ) થઇ છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજ્યમાં કુલ મૃત્યુઅંક 10,094 છે.

રાજ્યમાં આજે 4 ડિસેમ્બરે કોરોનાથી મુક્ત થઇને સાજા થયેલા 36 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,17,239( 8 લાખ 17 હજાર 239) દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં આજે એક્ટીવ કેસની સંખ્યા વધીને 326 થઇ છે.

રાજ્યના અન્ય મહત્વના સમાચાર જોઈએ તો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP


1.ગુજરાતમાં ઑમિક્રૉન વેરિએન્ટનો પ્રથમ કેસ, દેશમાં કુલ 3 કેસ નોંધાયા, જામનગરના મોરકંડાના આધેડમાં લક્ષણો મળ્યા

ઑમિક્રૉનના (0micron) લક્ષણોની વાત કરીએ તો, આ વેરિયન્ટમાં દર્દીને ખૂબ વધારે થાક લાગે છે. માંસપેશીઓમાં દુખાવો થાય છે. ગળામાં ખરાશ અનુભવવી, સૂકી ખાંસી આવી શકે, શરીરનું તાપમાન થોડું વધારે રહે છે.

2.Omicron Gujarat : કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પગલે રાજ્યનો આરોગ્ય વિભાગ સર્તક, CM ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી

Jamnagar omicron case : મુખ્યપ્રધાને કોરોનાના આ નવા વેરિએન્ટ ઓમિક્રોન(Omicron)ના સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા-ગાઇડ લાઇન્સનો રાજ્યમાં કોઇ જ બાંધછોડ વિના ચુસ્તપણે અમલ કરવા સ્પષ્ટ સૂચનાઓ આ બેઠકમાં આપી હતી.

3.RAJKOT : ઓમિક્રોનની દહેશત વચ્ચે ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણામાં વિદેશથી લોકો વતન પરત ફર્યા, આરોગ્ય વિભાગ દોડતું થયું

હાલ આ તમામ લોકોને હોમ કોરોન્ટાઇન(Home quarantine) કરવામાં આવ્યા છે. વિદેશથી આવેલ તમામ લોકો પર નજર રાખવા પોલીસ તંત્રને પણ ડેપ્યુટી કલેકટરએ સૂચના આપી છે. વિદેશથી આવતા લોકોની સાથે એમના પરિવારજનોના પણ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે.

4.PORBANDAR : વેક્સિન સર્ટિફિકેટને લઇને ઘોર બેદરકારી, એક ડોઝ લીધા બાદ કેટલાક લોકોને બંને ડોઝના સર્ટિફિકેટ અપાયા

સામાજીક કાર્યકર દિનેશ થાનકીએ કોરોના વેક્સિન ડોઝ મામલે ગડબડ છે તેમજ એક જ ડોઝ લેનારને બંને ડોઝના સર્ટીફીકેટ કેવી રીતે મળે તેમ જણાવી સમગ્ર મામલે ઉગ્ર તપાસ કરવાની માંગ કરી છે.

5.GANDHINAGAR : યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા-2021માં CM ભુપેન્દ્ર પટેલનું સંબોધન, કહ્યું “રાષ્ટ્રહિતમાં યુવાનો હંમેશા આગળ રહે”

Youth Parliament of India 2021 : મુખ્યપ્રધાને ઝાલર વગાડીને આ યુથ પાર્લામેન્ટની વિધિવત શરૂઆત કરાવી હતી સાથે જ તેની ભવ્ય સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. ભારત સરકારના પાર્લામેન્ટ્રી અફેર્સ વિભાગના રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલે આ પ્રસંગે વિડિયો સંદેશ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.

6.નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ભારતની સૌથી શક્તિશાળી મહિલા, TOP50માં આ 5 ગુજરાતી મહિલાઓ પણ સામેલ

Fortune Powerful Women:નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશની 50 સૌથી શક્તિશાળી મહિલાઓમાંથી એક છે. ફોર્ચ્યુન ઈન્ડિયાએ તેની 50 શક્તિશાળી ભારતીય મહિલાઓની યાદી જાહેર કરી છે.

Next Article