નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ભારતની સૌથી શક્તિશાળી મહિલા, TOP50માં આ 5 ગુજરાતી મહિલાઓ પણ સામેલ

Fortune Powerful Women:નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશની 50 સૌથી શક્તિશાળી મહિલાઓમાંથી એક છે. ફોર્ચ્યુન ઈન્ડિયાએ તેની 50 શક્તિશાળી ભારતીય મહિલાઓની યાદી જાહેર કરી છે.

Dec 05, 2021 | 10:40 AM
TV9 GUJARATI

| Edited By: Nakulsinh Gohil

Dec 05, 2021 | 10:40 AM

નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશની 50 સૌથી શક્તિશાળી મહિલાઓમાં પ્રથમ ક્રમે  છે. Fortune Indiaએ તેની 50 શક્તિશાળી ભારતીય મહિલાઓની યાદી જાહેર કરી છે. આ પછી બીજા નંબર પર નીતા અંબાણી અને ત્રીજા સ્થાને WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથનનું નામ છે. શક્તિશાળી મહિલાની આ યાદીમાં 5 ગુજરાતી મહિલાઓના નામ પણ સામેલ છે.

1 / 6
આ યાદીમાં બીજા નંબરે એટલે કે દેશના બીજી સૌથી શક્તિશાળી મહિલા અને પ્રથમ ગુજરાતી મહિલા રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણી (Neeta Ambani) છે. નીતા અંબાણીએ એપ્રિલ 2020 માં લોકડાઉન દરમિયાન તેમણે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની મેનેજમેન્ટ ટીમ સાથે બેઠક કરી  50 બેડની કોવિડ હોસ્પિટલ બનાવી હતી, જે બાદમાં  ઓક્સીજન સુવિધા સાથેની 2,000 બેડની હોસ્પિટલ બની.

2 / 6
આ યાદીમાં ચોથા ક્રમે તેમજ બીજી ગુજરાતી શક્તિશાળી મહિલા કિરણ મજમુદાર શો (kiran mazumdar shaw)છે. કિરણ મઝુમદાર શો  ભારતના મહિલા ઉદ્યોગસાહસિક, ટેકનોક્રેટ, સંશોધક અને ભારતના બેંગ્લોરમાં આવેલી અગ્રણી બાયોટેકનોલોજી કંપની બાયોકોનના સ્થાપક છે. તેઓ બાયોકોન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તેમજ સિનજીન ઇન્ટરનેશનલ લિમિટેડ અને ક્લિનિજીન ઇન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન છે.

3 / 6
આ યાદીમાં 18માં ક્રમે તેમજ ત્રીજા સૌથી શક્તિશાળી ગુજરાતી મહિલા પિરામલ એન્ટરપ્રાઈઝના સ્વાતિ પિરામલ (Swati Piramal) છે. સ્વાતિ પિરામલ ભારતના અગ્રણી વૈજ્ઞાનિકો અને ઉદ્યોગપતિઓમાંના એક છે અને  આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તે પિરામલ એન્ટરપ્રાઇઝ લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ છે, જે સસ્તી દવાઓ લાવવાના ઉદ્દેશ્ય સાથે અગ્રણી દવા શોધ કંપની છે અને  વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે.

4 / 6
આ યાદીમાં 21માં ક્રમે તેમજ ચોથી સૌથી શક્તિશાળી ગુજરાતી મહિલા ઈશા અંબાણી (ISHA AMBANI) છે, જે મુકેશ અંબાણીની પુત્રી છે. ઈશા અંબાણી તેના પિતા મુકેશ અંબાણીની કંપનીઓ JIO અને Reliance Retails ના બોર્ડ ઓફ ડિરેક્ટર છે.

5 / 6
આ યાદીમાં 35માં ક્રમે અને પાંચમાં સૌથી શક્તિશાળી ગુજરાતી મહિલા અમીરા શાહ (Ameera Shah) છે, જે  એક ભારતીય ઉદ્યોગસાહસિક અને મેટ્રોપોલિસ હેલ્થકેર (Metropolis Healthcare)ના મેનેજિંગ ડિરેક્ટર છે. તે મેટ્રોપોલિસ હેલ્થકેરના સ્થાપક અને પ્રમુખ ડૉ. સુશીલ શાહની પુત્રી છે. તેને વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા 2015ના યંગ ગ્લોબલ લીડર તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે.

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati