GUJARAT : રાજ્યમાં કોરોનાની લેટેસ્ટ માહિતી સાથે જાણો મહત્વના અન્ય સમાચાર, માત્ર એક ક્લિકમાં

|

Nov 26, 2021 | 11:02 PM

AHMEDABAD : રાજ્યમાં આજે 26 નવેમ્બરે કોરોના વાયરસના નાવ 27 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા8,27,353 (8 લાખ 27 હજાર 353) થઇ છે.. રાજ્યમાં આજે કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી, જેના કારણે કુલ મૃત્યુઅંક 10,092 પર સ્થિર છે. રાજ્યમાં આજે 26 નવેમ્બરે કોરોનાથી મુક્ત થઇને […]

GUJARAT : રાજ્યમાં કોરોનાની લેટેસ્ટ માહિતી સાથે જાણો મહત્વના અન્ય સમાચાર, માત્ર એક ક્લિકમાં
Gujarat Corona Update 26 November And Other important news of state

Follow us on

AHMEDABAD : રાજ્યમાં આજે 26 નવેમ્બરે કોરોના વાયરસના નાવ 27 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા8,27,353 (8 લાખ 27 હજાર 353) થઇ છે.. રાજ્યમાં આજે કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી, જેના કારણે કુલ મૃત્યુઅંક 10,092 પર સ્થિર છે.

રાજ્યમાં આજે 26 નવેમ્બરે કોરોનાથી મુક્ત થઇને સાજા થયેલા 34 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં 18 દર્દીઓને રજા અપાઈ છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,16,954( 8 લાખ 16 હજાર 954 ) દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં આજે એક્ટીવ કેસની સંખ્યા 308 થઇ છે તેમજ રીકવરી રેટ 98.74 ટકા છે.

રસીકરણની વાત કરીએ તો કોરોના રસીકરણ અભિયાનમાં આજે 26 નવેમ્બરે રાજ્યમાં કુલ 5,08, 726 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,94,60,929 (7 કરોડ 94 લાખ 60 હજાર 929) ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રાજ્યના અન્ય મહત્વના સમાચાર જોઈએ તો

1.GANDHINAGAR : દરેક રાજયની શક્તિ વધારવા પોતપોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાની છે : કેન્દ્રીય મંત્રી સર્બાનંદા સોનોવાલ

કેન્દ્રીય બંદર અને જળમાર્ગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીપાદ નાઇકે જણાવ્યું હતું કે, પીએમ ગતિશક્તિ યોજના લોજિસ્ટિકનો ખર્ચ ઘટાડી સપ્લાય ચેઇનમાં સુધારો કરીને મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સને વધુ સ્પર્ધાત્મક બનાવવા ઉપર કેન્દ્રિત છે.

2.ANAND : ડૉ. વર્ગીસ કુરિયનની જન્મશતાબ્દીની ઉજવણી, NDDB ખાતે ગોપાલ રત્ન એવોર્ડ એનાયત કરાયા

National Milk Day :કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાએ જણાવ્યું હતું કે, ગોપાલ રત્ન એવોર્ડ એક સીમાચિહ્ન સ્થાપિત કરશે તથા શ્રેષ્ઠ વ્યવહારો અને નવીનીકરણોને અપનાવવામાં મદદરૂપ થશે.

3.કોરોના મૃત્યુસહાય અંગે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલનું મહત્વપૂર્ણ નિવેદન, જાણો શું કહ્યું

રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂપિયા 50 હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.જેના ભાગરૂપે રાજ્યમાં કલેક્ટર અને તાલુકા કચેરી ખાતે ફોર્મ વિતરણ અને ફોર્મ સ્વીકારવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.

4.Fake Currency : એકલા અમદાવાદમાં 8 વર્ષમાં 6 કરોડથી વધુની નકલી ચલણી નોટો પકડાઈ છે

માહિતી પ્રમાણે 6,13,34,140 (6 કરોડ 13 લાખ 34 હજાર 140 ) રકમની નકલી નોટો 8 વર્ષમાં એકલા અમદાવાદમાં ઘુસાડવામાં આવી છે.

5.AHMEDABAD : નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા GMDC ગ્રાઉન્ડ ખાતે ગુજરાત ડ્રોન મહોત્સવ યોજાયો

Gujarat Drone Mahotsav : વાઇબ્રન્ટ ગુજરાત અને ડિફેન્સ એક્સપોને ધ્યાને રાખી કાર્યક્રમ યોજાયો.વડાપ્રધાને 2030 સુધીમાં ભા૨તને ડ્રોન મેન્યુફેક્ચરીંગ હબ બનાવવાના આપેલા વિઝનને ધ્યાનમાં રાખી દેશના વિવિધ રાજ્યોમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવી ૨હ્યું છે.

6.ગુજરાતના આ શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરનારને મળશે પેટ્રોલ કુપન, જાણો આ જોરદાર સ્કીમ વિશે

Vadodara: શહેરમાં હવે ટ્રાફિક નિયમનું પાલન થાય તે માટે ટ્રાફિક નિયમનું પાલન કરનાર વ્યક્તિને 100 રૂપિયાની પેટ્રોલની કુપન આપી સન્માન કરવામાં આવશે.

Next Article