Fake Currency : એકલા અમદાવાદમાં 8 વર્ષમાં 6 કરોડથી વધુની નકલી ચલણી નોટો પકડાઈ છે
માહિતી પ્રમાણે 6,13,34,140 (6 કરોડ 13 લાખ 34 હજાર 140 ) રકમની નકલી નોટો 8 વર્ષમાં એકલા અમદાવાદમાં ઘુસાડવામાં આવી છે.
AHMEDABAD : દેશના અર્થતંત્રને નુકશાન પહોંચાડવા પાકિસ્તાન વારવાંર ડુપ્લીકેટ ચલણી નોટ બાંગ્લાદેશ મારફતે ભારતમાં ઘુસાડતું રહ્યું છે.દેશની અલગ-અલગ એજન્સીઓ દ્વારા વારવાંર ડુપ્લીકેટ નોટોના કેસ કરવામાં આવે છે ત્યારે અમદાવાદમાં પણ કરવામાં આવેલ કેસો સિવાય બેંકોમાં જે ડુપ્લીકેટ નોટ જમા થાય છે તેને લઈ પણ કેસ કરવામાં આવે છે.આવો જાણીએ અત્યાર સુધીમાં કેટલી નકલી ડુપ્લીકેટ નોટો પકડાઈ છે.
સામાન્ય રીતે દર ત્રણ મહિને અમદાવાદ શહેરની તમામ બેંકોમાં જેટલી પણ નકલી ભારતીય ચલણની નોટો જમા થતી હોય છે,તેની જાણ અમદાવાદ SOG ક્રાઇમને કરવામાં આવતી હોય છે અને સત્તાવાર રીતે SOG ક્રાઈમ બ્રાન્ચ આ નકલી નોટો મળી આવવાના મામલે ગુનો દાખલ કરતી હોય છે અને તપાસનો દોર આગળ વધતી હોય છે. અમદાવાદ SOG ક્રાઈમ બ્રાંચની એક આંકડાકીય માહિતી ઉપર નજર કરીશું કે વર્ષ 2014 થી વર્ષ 2021 સુધીમાં કેટલા ગુના દાખલ કરવામાં આવ્યા અને કેટલા કરોડો રૂપિયાની નકલી નોટો મળી આવી.
વર્ષ | ગુનાની સંખ્યા | રકમ |
2014 | 4 | 80,44,100 |
2015 | 4 | 1,17,15,690 |
2016 | 4 | 1,41,07,820 |
2017 | 4 | 1,68,18,190 |
2018 | 3 | 23,38,100 |
2019 | 4 | 31,52,070 |
2020 | 4 | 26,81,830 |
2021 | 4 | 24,76,340 |
કુલ | 31 | 6,13,34,140 (6 કરોડ 13 લાખ ) |
આ માહિતી પ્રમાણે 6,13,34,140 (6 કરોડ 13 લાખ 34 હજાર 140 ) રકમની નકલી નોટો 8 વર્ષમાં એકલા અમદાવાદમાં ઘુસાડવામાં આવી છે. નોટબંધી થયા થોડાક જ વર્ષોમાં બનાવટી ભારતીય ચલણી નોટોની હેરાફેરીની ગતિમાં થોડો ઘટાડો નોંધાયો છે, સામન્ય રીતે જોવા જઈએ તો અર્થતંત્રના પાયાને મજબૂત રાખવો હોય તો સમયાંતરે દેશમાં જે નાણું વધુ ચાલતું હોય એટલ કે ઉપયોગમાં લેવાતું હોય તે નાણાંની બનાવટની પદ્ધતિમાં બદલાવ લાવવો જરૂરી હોય છે.
23 નવેમ્બરના રોજ અમદાવાદ SOG ક્રાઈમ બ્રાંચમાં કુલ 13 બેંકોમાંથી જેમાં સરકારી અર્ધસરકારી ખાનગી અને RBI બેન્કનો પણ સમાવેશ થાય છે,આવી તમામ બેંકોમાં ભારતીય બનાવટની ચલણી નોટો અંદાજિત લગભગ રૂપિયા 5,85,000ના દરની નોટો મળી આવી હતી જેમાં 1000,500,200,100,50, 20 રૂપિયાના દરની બનાવટી ચલણી નોટો મળી આવી હતી.જેના પગલે અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ પણ હાથ ધરી હતી.
સામાન્ય રીતે બેન્કની અંદર કામ કરતા કોઈપણ કર્મચારીને જેવા કે કેશિયર પણ આવી બનાવટી ચલણી નોટની ઓળખમાં થાપ ખાઇ જવાય છે ત્યારે આટલી ક્વોલિટી યુક્ત ચલણી નોટો કેવી રીતે બનાવી હશે અને કેમ બજારમાં ફરતી કરવામાં આવે છે તેને લઈને ઘણા સવાલો ઉભા થઇ રહ્યાં છે.
અલગ અલગ બેંકોમાં અલગ અલગ સમયે લોકો નોટો જમા કરાવતા હોય છે અને જ્યારે જે તે બેંકના મુખ્ય ચેસ્ટ વિભાગમાં આવી નોટો આવે ત્યારબાદ બેન્ક દ્વારા સત્તાવાર રીતે SOG ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરવામાં આવતો હોય છે.SOG ક્રાઈમ બ્રાન્ચ માટે પણ આ બનાવટી ચલણી નોટનું રેકેટ તોડી નાખવું એટલા માટે અઘરું છે કારણ કે દરેક બૅન્કમાં અલગ અલગ સમયે પ્રકારની બનાવટી ચલણી નોટો સાચી નોટોના બંડલમાં જમા કરાવવામાં આવતી હોય છે.
આ પણ વાંચો : 400 ફૂટની ઉંચાઈએથી મહિલાએ લગાવી મોતની છલાંગ,જાણો પછી શું થયું
આ પણ વાંચો : AHMEDABAD : કોરોના મૃત્યુસહાય મેળવવા માટે મદદ કરવા BJP કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે કેમ્પ યોજ્યો