Gujarat : કોરોના મહામારીનું સંકટ યથાવત, પાછલા 24 કલાકમાં 19 નવા કેસ નોંધાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 11:31 PM

અમદાવાદમાં 4 નવા કેસ સામે આવ્યા છે. સુરતમાં નવા 4 કેસ સામે આવ્યા છે. વડોદરામાં પણ 4 નવા કેસ સામે આવ્યા છે. રાજકોટમાં કોરોનાના નવો 1 કેસ સામે આવ્યો છે.

Gujarat : રાજ્યમાં કોરોનાનું સંકટ યથાવત છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 19 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોઈનું મોત કોરોનાને કારણે થયું નથી. 24 જિલ્લામાં શૂન્ય કેસ નોંધાયા છે. તો વેન્ટિલેટર પર 4 દર્દીઓ અને કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 196 થઇ છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10 હજાર 77 પર સ્થિર થયો છે. જ્યારે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 8.14 લાખ થઇ છે. જ્યારે સાજા થવાનો દર 98.75 ટકા પર જ સ્થિર છે.

મહાનગરોની વાત કરીએ તો, અમદાવાદમાં 4 નવા કેસ સામે આવ્યા છે. સુરતમાં નવા 4 કેસ સામે આવ્યા છે. વડોદરામાં પણ 4 નવા કેસ સામે આવ્યા છે. રાજકોટમાં કોરોનાના નવો 1 કેસ સામે આવ્યો છે. જ્યારે અમરેલી જિલ્લામાં 2 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ અન્ય ત્રણ જિલ્લામાં 1-1 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં પાછલા 24 કલાકમાં 27 દર્દી કોરોના સામેની જંગ જીત્યા છે.

g clip-path="url(#clip0_868_265)">