AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat માં કોંગ્રેસ સોમવારે 182 વિધાનસભા બેઠક પર અગ્નિપથ યોજના અંગે વિરોધ પ્રદર્શન કરશે

કોંગ્રેસે આક્ષેપ કર્યો કે “અગ્નિપથ” નામની યોજના યુવાનો માટે હકીકતમાં તો બરબાદીના પથ જેવી યોજના છે. દેશની રક્ષા કરવા માટે જાત ન્યોછાવર કરવા તૈયાર આપણા યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત કરવા “અગ્નિપથ” યોજનાનો વિરોધ કરવામાં આવશે.

Gujarat માં કોંગ્રેસ સોમવારે 182 વિધાનસભા બેઠક પર અગ્નિપથ યોજના અંગે વિરોધ પ્રદર્શન કરશે
Gujarat Congress Press Conference
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 6:59 PM
Share

ગુજરાતમાં(Gujarat) કોંગ્રેસ (Congress) 182 વિધાનસભામાં અગ્નિપથ યોજનાનો(Agneepath Yojana) વિરોધ કરશે. આ અંગે જણાવતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે નર્યા જુઠ્ઠાણા, ભ્રામક પ્રચાર અને રોચક સુત્રોના જોરે દેશની પ્રજાને ગુમરાહ કરીને પોતાની એકમાત્ર સત્તા કબજે કરવાની મુરાદ પાર પડ્યા પછી ભાજપ છેલ્લા આઠ વર્ષથી દેશને અંધકારની ગર્તામાં ધકેલી રહ્યો છે. પ્રજાના સળગતા પ્રશ્નોથી પ્રજાનું ધ્યાન બીજે દોરવા વૈમનસ્યપૂર્ણ ભાવનાઓ ભડકાવીને ભાજપ દેશને મુઠ્ઠીભર મુડીપતિઓને હવાલે કરી રહ્યો છે. ભાજપની આ વિનાશકારી નીતિઓના આવા જ નિર્ણયોમાં તાજેતરમાં દેશના બેરોજગાર અને સેનામાં ભરતી થવા ઈચ્છતા યુવાનો સામે ક્રૂર અને ઘાતક મજાકરૂપે “અગ્નિપથ” નામની યોજના યુવાનો માટે હકીકતમાં તો બરબાદીના પથ જેવી યોજના છે. દેશની રક્ષા કરવા માટે જાત ન્યોછાવર કરવા તૈયાર આપણા યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત કરવા “અગ્નિપથ” યોજનાનો વિરોધ કરવામાં આવશે.

અગ્નિપથ યોજના દેશના યુવાનો પર થોપી રહી છે.

આ ઉપરાંત અમદાવાદમાં આજે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અલકા લાંબાજીએ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘અગ્નિપથ’ યોજનાની વાત, યુવાનો સાથે વિશ્વાસઘાત સમાન છે. કેન્દ્ર ની સરકારે વિચાર્યા વિના અડધી રાત્રે તઘલખી ફરમાન જાહેર કર્યા, જેનો ભોગ દેશની જનતા બની રહી છે, કૃષી કાયદા, નોટબંધી, જીએસટી, લોકડાઉન અને જમીન અધિગ્રહણ જેવા ફરમાનનો ભોગ જનતા બની, હવે સરકાર અગ્નિપથ યોજના દેશના યુવાનો પર થોપી રહી છે. શ્રીમતિ પ્રિયંકા ગાંધીએ સંરક્ષણ મંત્રીને પત્ર લખી સેનામાં ભરતી અંગે માંગ કરી હતી.

ત્રણ વર્ષ થયાં હોવા છતાં કોઇ કાયમી ભરતી થઇ નથી. સરકાર હવે અગ્નિપથ યોજનાના નામે ભરતી ને હંગામી બનાવી કોન્ટ્રાકટ પર લઇ જઇ રહી છે. ભારતીય સેનામાં ૨ લાખ ૫૫ હજાર પદ માટે પરીક્ષા અને ફીઝીકલ ટેસ્ટ થઇ ગયા છે. જે ભરતીના સ્થાને હવે અગ્નિપથ ના આધારે સરકાર ભરતી કરવા જઇ રહી છે, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી જ્યારે હોસ્પીટલ હતા ત્યારે તેમણે પત્ર લખી યુવાનોને શાંતિ રાખવા અપીલ કરી, કોંગ્રેસ પક્ષ કોન્ટ્રાક્ટના આધારે સેનામાં ભરતીનો વિરોધ કરે છે તાત્કાલીક કાયમી ભરતી કરવા માંગ કરે છે.

દેશના યુવાનોના કૌશલ્યનું યોગ્ય ઉપયોગ નહી થાય તો દેશ યોગ્ય દિશમાં આગળ નહી વધે, જ્યારે કોઇ અગ્નિવિર ચાર વર્ષ બાદ સેનામાંથી નિવૃત થશે ત્યારે તેણે માત્ર 11  લાખ મળશે, 11  લાખમાં તેને પોતાનું બાકીનું જીવન ગુજારવું પડશે, સેનામાં જવા ઇચ્છુક યુવાને આ યોજનાને પગલે આત્મહત્યા કરી, તે આત્મહત્યા નહી હત્યા છે તેની જવાબદાર સરકાર છે, આ યોજનાને તાત્કાલિક પરત લો સંસદનું સત્ર બોલાવો, સંરક્ષણ વિભાગની સ્ટેન્ડીંગ સમિતિની બેઠક બોલાવો, છેલ્લા બે વર્ષમાં ૫૦ હજાર યુવાનોએ ભરતી પ્રક્રિયા પાસ કરી નિમણુંકની રાહ જોતા હતા.

અચાનક કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના જાહેર કરી હજારો યુવાનોનું સૈન્યમાં જોડાઈને રાષ્ટ્રીય સેવાનું સ્વપ્ન રોળાઈ ગયું. હવે ૨૩ વર્ષ થઇ જતાં આશાઓ મરી પરવાની. જનરલ બિપિન રાવતે કહ્યુ હતું કે જવાનો ને ૫૮ વર્ષ સુધી નોકરી કરવાની તક મળે વર્ષ ૨૦૦૪ માં પ્રધાનમંત્રી મનમોહન સિંહે એક્સ સર્વિસ મેન વેલ્ફેર યોજના લાગુ કરી હતી, ૧૪ વર્ષ નોકરી બાદ નિવૃત્ત થયેલા જવાનો પૈકી માત્ર બે ટકા જવાનોને નોકરી મળી. કોંગ્રેસ સરકારની સરખામણી માં વર્તમાન ભાજપ સરકારે સેનાના બજેટમાં ૪ ટકાનો ઘટાડો કર્યો.

g clip-path="url(#clip0_868_265)">