આજથી ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરુ, કુલ 97 હજાર 430 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

આજથી ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરુ, કુલ 97 હજાર 430 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
Gujarat board exams of standard 10 and 12 starts from today (File Image)

આ વર્ષે ધોરણ-10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે, જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાશે. આ વખતે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Mar 28, 2022 | 8:20 AM

આજથી ધોરણ 10 અને 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા (Board Examination) શરુ થઇ છે. અમદાવાદમાં (Ahmedabad )કુલ 12 ઝોનમાં 73 કેન્દ્રો, 3,312 બ્લોક પર પરીક્ષા લેવામાં આવશે. તો કુલ 97 હજાર 430 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 30 હજાર 493 અને વિજ્ઞાન પ્રવાહમાં 7 હજાર 652 વિદ્યાર્થી પરીક્ષા આપશે. તો શહેર અને ગ્રામ્ય મળીને કુલ 348 બિલ્ડિંગમાં પરીક્ષા લેવાશે . અમદાવાદના તમામ પરીક્ષા કેન્દ્રો અને વર્ગખંડમાં CCTV દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે. અમદાવાદમાં ધોરણ 10માં 59 હજાર 285 વિદ્યાર્થી પરીક્ષા આપશે અમદાવાદ શહેરમાં 348 CCTV કેમેરા દ્વારા પરીક્ષા કેન્દ્રો પર બાજનજર રાખવામાં આવશે. તેમજ શિક્ષણ વિભાગ (Education Department) દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયો છે.

આજે ધોરણ 10 ની ભાષા (પ્રથમ) વિષયની પરીક્ષા, સવારે 10 થી બપોરે 1.15 દરમિયાન પરીક્ષા યોજાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિકશાસ્ત્રની પરીક્ષા, બપોરે 3 વાગ્યાથી સાંજે 6.30 દરમિયાન પરીક્ષા યોજાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સવારે 10.30 થી 1.45 સુધી સહકાર પંચાયત, જ્યારે બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15 સુધીમાં નામાંના મૂળ તત્વોની પરીક્ષા યોજાશે.

28 માર્ચથી 12 એપ્રિલ સુધી પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા(Board Exam)  છે. 28 માર્ચથી 12 એપ્રિલ સુધી પરીક્ષા યોજાશે. આ વર્ષે ધોરણ-10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે, જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાશે. આ વખતે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે.

બોર્ડની પરીક્ષા ઓફલાઇન યોજાશે

કોરોનાના કેસોમાં ઉછાળો આવતા સરકાર દ્વારા ધો. 10 તથા 12 બોર્ડ અને ધો. 9થી 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયા સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. જેથી અભ્યાસક્રમ પૂરો કરી શકાય તેમજ વિદ્યાર્થીઓને ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે વધારે સમય મળી શકે. જેના કારણે હવે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા 14ને બદલે 28 માર્ચથી શરૂ થશે. જેમાં ધોરણ 10માં અદાજીત 9.70 લાખની આસપાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ જેટલા ફોર્મ ભરાયા છે.

આ પણ વાંચો-

Gujarat માં હિટવેવની અસર જોવા મળી, હજુ ત્રણ દિવસ ગરમીનો પારો યથાવત રહેશે

આ પણ વાંચો-

Surat : આરોગ્યની સુવિધાઓને લઈ કેન્દ્રીય આરોગ્યપ્રધાનનું નિવેદન “ટેલિ મેડિસીન અને ટેલિ કન્સલ્ટેશનની સુવિધા શરૂ કરાશે”

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati