ગુજરાતમાં કોરોનાના નવા 871 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 6246 થઈ

|

Aug 04, 2022 | 8:11 PM

ગુજરાતમાં(Gujarat)  કોરોનાનો(Corona)  કહેર હજુ પણ યથાવત છે. જેમાં 04 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 871 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6246 થવા પામી છે

ગુજરાતમાં કોરોનાના નવા 871 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 6246 થઈ
Gujarat Corona

Follow us on

ગુજરાતમાં (Gujarat)  કોરોનાનો(Corona)  કહેર હજુ પણ યથાવત છે. જેમાં 04 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 871 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6246 થવા પામી છે. જેમાં અમદાવાદમાં(Ahmedabad)  281, વડોદરામાં 71, મહેસાણામાં 44, સુરત જિલ્લામાં 42, રાજકોટમાં 38, ગાંધીનગરમાં 36, રાજકોટ જિલ્લામાં 35,સુરતમાં 30, અમરેલીમાં 29, ગાંધીનગરમાં 28, કચ્છમાં 27, બનાસકાંઠામાં 21, નવસારીમાં 18, પાટણમાં 18, આણંદમાં 16, વડોદરામાં 14, મોરબીમાં 13, વલસાડમાં 13, જામનગરમાં 11, અરવલ્લીમાં 10, પોરબંદરમાં 10, સાબરકાંઠામાં 10, સુરેન્દ્રનગરમાં 08, ભરૂચમાં 07, ભાવનગરમાં 07, ખેડામાં 07, અમદાવાદ જિલ્લામાં 06, પંચમહાલમાં 05, દ્વારકામાં 04, ગીર સોમનાથ 04, ભાવનગરમાં 03, દાહોદમાં 02, જામનગરમાં 01, જૂનાગઢમાં 01 અને જૂનાગઢ જિલ્લામાં 01 કેસ નોંધાયો છે. જયારે કોરોના રિકવરી રેટ 98.63 ટકા થયો છે. તેમજ કોરાનાથી 1031 દર્દીઓ સાજા થયા છે.

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કોરોનાના લક્ષણો ધરાવતા દર્દી મુસાફરી ન કરે

જે લોકોને કોરોનાના લક્ષણો હોય તેવા દર્દીઓએ નૈતિક જવાબદારી સમજીને પર્યટન ન કરે અને ઘરે તેવી અપીલ કરાઇ છે. આ ઉપરાંત લોકોને તાત્કાલિક બૂસ્ટર ડોઝ લેવાની પણ અપીલ કરાઇ છે. કોરોના કારણે દેશ અને દુનિયામાં માનસિક, શારીરિક અને આર્થિક રીતે લોકોને ખુબ નુકશાન થયુ છે. જો સાવચેતી નહીં રાખવામાં આવે તો કોરોના ફરી તબાહી મચાવી શકે છે. તેથી યોગ્ય પગલા લઈ, સાવચેતી રાખવી જરુરી છે.

Next Article