AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News : અમદાવાદ SVPI એરપોર્ટ પરથી ઉનાળું વેકેશનમાં ફ્લાઈટ્સની ફ્રિક્વન્સી વધારાઈ, 20 ટકા વધુ ફ્લાઈટ્સનું આયોજન

અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સમર વેકેશનમાં મનપસંદ જગ્યાએ હરવા-ફરવા માટે વધુ ફ્લાઈટ્સ ઉપલબ્ધ થશે. શિયાળાનાં સમયપત્રકની સરખામણીએ એપ્રિલથી લગભગ 20 ટકા અને સપ્ટેમ્બર 2023થી લગભગ 26 ટકા વધુ ફ્લાઈટ્સ ઉમેરાશે. એટલું જ નહીં, નવા સ્થળોની સાથે મનપસંદ સ્થળોએ લઈ જતી ફલાઈટ્સની ફ્રીક્વન્સીમાં પણ વધારો કરાશે

Good News : અમદાવાદ SVPI એરપોર્ટ પરથી ઉનાળું વેકેશનમાં ફ્લાઈટ્સની ફ્રિક્વન્સી વધારાઈ, 20 ટકા વધુ ફ્લાઈટ્સનું આયોજન
Ahmedabsad SVPI Airport
Darshal Raval
| Edited By: | Updated on: Mar 28, 2023 | 4:43 PM
Share

અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સમર વેકેશનમાં મનપસંદ જગ્યાએ હરવા-ફરવા માટે વધુ ફ્લાઈટ્સ ઉપલબ્ધ થશે. શિયાળાનાં સમયપત્રકની સરખામણીએ એપ્રિલથી લગભગ 20 ટકા અને સપ્ટેમ્બર 2023થી લગભગ 26 ટકા વધુ ફ્લાઈટ્સ ઉમેરાશે. એટલું જ નહીં, નવા સ્થળોની સાથે મનપસંદ સ્થળોએ લઈ જતી ફલાઈટ્સની ફ્રીક્વન્સીમાં પણ વધારો કરાશે.પ્રવાસના શોખીન લોકો માટે આ ઉનાળું વેકેશન વિપુલ તકો લઈને આવ્યુ છે.

 દિલ્હી જેવા મનપસંદ સ્થળોએ શિયાળા કરતાં વધુ ફ્લાઈટ્સ રહેશે

SVPI એરપોર્ટ પરથી આ વર્ષે મુસાફરી માટેના સ્થળોમાં વધારો થવાને કારણે ઉનાળુ વેકેશન વધુ રોમાંચક બનશે. ચાલુ વર્ષે વિવિધ એરલાઈન્સ દ્વારા નાસિક, વિશાખાપટ્ટનમ, કોઈમ્બતુર, પંતનગર, દુર્ગાપુર, અગરતલા અને રાયપુર જેવા નવા સ્થળો ફ્લાઈટ્સ શરૂ થવાની છે. તદુપરાંત ઉત્તર ગોવા મોપા એરપોર્ટ, લખનૌ, બેંગલુરુ, ઈન્દોર, ચંદીગઢ, પુણે અને દિલ્હી જેવા મનપસંદ સ્થળોએ શિયાળા કરતાં વધુ ફ્લાઈટ્સ રહેશે.

આ પણ વાંચો :  ગુજરાતના સમયાંતરે હોસ્પિટલ-મેડિકલ કોલેજોમાં થાય છે ભરતી, આરોગ્ય પ્રધાને વિધાનસભા ગૃહમાં આપી આ માહિતી

નવા સ્થળોએ મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવા સીધી ફ્લાઇટ અથવા એક જ એરક્રાફ્ટમાં વન-સ્ટોપ ફ્લાઇટ શરૂ થવાની સંભાવના છે. પરિણામે એપ્રિલમાં કુલ ફ્લાઇટ મૂવમેન્ટ 1346 સાપ્તાહિકથી 20 ટકા વધીને 1620 થવાની ધારણા છે. સપ્ટેમ્બર 2023માં તેનાથી પણ 6 ટકા વધુ રહેવાની ધારણા છે.

જીદાહ ની ફ્લાઈટ શરૂ થવાથી અબુ ધાબી માટે ફ્રિક્વન્સીમાં વધારો થવાની સંભાવના છે

વિદેશ યાત્રા કરતા મુસાફરોનું વેકેશન પણ વધુ રોમાંચક બની રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. નવા વિદેશી પર્યટન સ્થળોએ ફ્લાઈટ શરૂ થવાની શક્યતા છે. એર ઈન્ડિયાએ અમદાવાદથી ગેટવિક એરપોર્ટ માટે સીધી ફ્લાઈટની જાહેરાત કરી હોવાથી, બગદાદની નવી ફ્લાઈટ પણ શરૂ થવાની શક્યતા છે. જીદાહ ની ફ્લાઈટ શરૂ થવાથી અબુ ધાબી માટે ફ્રિક્વન્સીમાં વધારો થવાની સંભાવના છે. એટલે કે, શિયાળુ સમયપત્રકની સરખામણીએ એપ્રિલ23માં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની મુવમેન્ટ 20 ટકા અને સપ્ટેમ્બર’23માં 27 ટકા વધીને 187 સાપ્તાહિકથી વધીને એપ્રિલ’23માં 224 અને સપ્ટે.’23માં સાપ્તાહિક 237 થશે. નવા સમયપત્રક મુજબ ઉનાળામાં અમદાવાદનું SVPI એરપોર્ટ 9 સ્થાનિક અને 17 આંતરરાષ્ટ્રીય એરલાઇન કેરિયર્સ સાથે 39 સ્થાનિક અને 19 આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">