દેશની રાજધાની દિલ્હીમાં સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારથી યુએસ સેન્ટ્રલ બેંક ફેડ દ્વારા વ્યાજ દરોમાં 50 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારથી સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે દિલ્હીમાં સોનાની કિંમત 77 હજાર રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. જ્યારે ગુજરાતમાં ભાવ 76,000 નજીક પહોંચ્યું છે.
છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો સોનાની કિંમતમાં 1400 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોનું માનીએ તો આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ વધારો જોવા મળી શકે છે. આ સપ્તાહે દિલ્હીમાં સોનાની કિંમત 80 હજાર રૂપિયાના સ્તરે પહોંચી શકે છે. આવો તમને એ પણ જણાવીએ કે દેશની રાજધાની દિલ્હીમાં સોનાની કિંમત શું થઈ ગઈ છે.
દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે સોનાની કિંમત 600 રૂપિયા વધીને 76,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. શુક્રવારે 99.9 ટકા શુદ્ધતા ધરાવતુ સોનું 76,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. જો છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો સોનાની કિંમતમાં 1400 રૂપિયાનો વધારો જોવા મળે છે. ગુજરાતમાં આ ભાવ સોમવારે 76,000 નજીક Indian Rupee પર પહોંચ્યા છે.
ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, ઔદ્યોગિક એકમો અને સિક્કા નિર્માતાઓની નબળાઈને કારણે સ્થાનિક બજારમાં ચાંદીમાં સાત દિવસથી વધી રહેલા વલણને બ્રેક લાગી હતી. સોમવારે ચાંદીની કિંમત 1,000 રૂપિયા ઘટીને 90,000 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી. પાછલા સત્રમાં તે રૂપિયા 91,000 પ્રતિ કિલોએ બંધ થયો હતો.
બીજી તરફ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ફ્યુચર્સ ટ્રેડમાં ઓક્ટોબર ડિલિવરી સોનું રૂપિયા 184 અથવા 0.25 ટકા વધીને રૂપિયા 74,224 પ્રતિ 10 ગ્રામ થયું હતું. એક્સચેન્જ પર, ડિસેમ્બર ડિલિવરી માટે ચાંદીના કોન્ટ્રેક્ટ રૂપિયા 1,035 અથવા 1.15 ટકા ઘટીને રૂપિયા 89,100 પ્રતિ કિલોગ્રામ રહ્યા હતા. વૈશ્વિક બજારોમાં કોમેક્સ સોનું 0.04 ટકા વધીને US$2,647.30 પ્રતિ ઔંસ થયું હતું. જોકે, એશિયન ટ્રેડિંગ કલાકોમાં ચાંદી ઘટીને 30.96 યુએસ ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ હતી.
એબન્સ હોલ્ડિંગ્સના CEO ચિંતન મહેતાએ જણાવ્યું હતું કે ફેડ દ્વારા 50 બેસિસ પોઈન્ટના રેટ કટ બાદ નબળો યુએસ ડોલર અને ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો થવાને કારણે આ વર્ષે સોનાના ભાવમાં 27 ટકાનો વધારો થયો છે, જે અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. મહેતાએ જણાવ્યું હતું કે વધતા ભૌગોલિક રાજકીય તણાવને કારણે, ખાસ કરીને મધ્ય પૂર્વમાં, રોકાણકારો સલામત આશ્રયસ્થાન સંપત્તિ તરફ વળ્યા છે. HDFCના વરિષ્ઠ કોમોડિટી વિશ્લેષક સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે સ્થિર યુએસ ડૉલર અને એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સમાં સતત માંગને કારણે સોનું સોમવારે નવી રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું હતું.
Published On - 8:17 pm, Mon, 23 September 24