AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : હાથવણાટના કારીગરો દ્વારા તૈયાર ગ્લોબલ ડીઝાઈન-વેસ્ટર્ન આઉટફિટ્સ ફેશન-શોમાં પ્રદર્શિત કરાશે

ગુજરાતમાં વણાટકામ કરતા કારીગરો પ્રોત્સાહન પ્રાપ્ત થાય અને પરંપરાગત કળાને જીવંત રાખવા માટે તેને અનુરૂપ પોલીસી-નીતિ ઘડતર માટે એક રીપોર્ટ તૈયાર કરી સરકાર સમક્ષ રજુઆત કરવામાં પણ આવશે.

Ahmedabad : હાથવણાટના કારીગરો દ્વારા તૈયાર ગ્લોબલ ડીઝાઈન-વેસ્ટર્ન આઉટફિટ્સ ફેશન-શોમાં પ્રદર્શિત કરાશે
Gujarati Handloom will be showcased in western outfits fashion show
Darshal Raval
| Edited By: | Updated on: Aug 05, 2021 | 10:46 PM
Share

Ahmedabad :  ફિક્કી ફ્લો અમદાવાદના ચેપ્ટર દ્વારા ટેક્ષટાઇલ ઇનિશિયેટીવ હેઠળ બે દિવસનો પ્રોગ્રામ આયોજિત કર્યો છે. 5 ઓગસ્ટના રોજ ‘ફ્લો ફેશન શો- ધ વિવર્સ ઑફ ગુજરાત’ અને 6 ઓગસ્ટના રોજ ‘ટેક્સટાઈલ એન્ડ હેન્ડીક્રાફ્ટ કોન્કલેવ’ નું આયોજન ફિક્કી ફ્લો અમદાવાદ ચેપ્ટર દ્વારા કરવામાં આવ્યું છે.

ફ્લો ફેશન શો- ધ વિવર્સ ઑફ ગુજરાત’ ઈવેન્ટમાં ગુજરાતના કારીગરો દ્વારા તૈયાર કરાયેલ કાપડમાંથી રાજ્યમાં આવેલી વિવિધ ફેશન ડિઝાઈનર ઈન્સ્ટિટ્યુટના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ ગ્લોબલ ડીઝાઈન-ઈન્ડોવેસ્ટર્ન આઉટફિટ્સ ફેશન-શોમાં પ્રદર્શિત કરાયા.

‘ટેક્સટાઈલ એન્ડ હેન્ડીક્રાફ્ટ કોન્કલેવ’માં હેન્ડલુમ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વિવિધ નિષ્ણાતો પોતાનું વક્તવ્ય આપશે. આ ઉપરાંત વરિષ્ઠ સરકારી અધિકારીઓ આ ક્ષેત્ર સાથે જોડાયેલા ટ્રેડર્સ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હાથવણાટના કારીગરો અને ડિઝાઈનિંગ ઈન્સ્ટિટ્યુટના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.

ફિક્કી ફ્લો અમદાવાદ ચેપ્ટરના ચેરપર્સન નંદિતા મુન્શાએ જણાવ્યું કે, ગુજરાતમાં હાથવણાટના શ્રેષ્ઠ કારીગરો છે. કારીગરોને યોગ્ય દિશા અને માર્ગદર્શન પૂરી પાડવાથી હેન્ડલુમ ઈન્ડસ્ટ્રીનો વિકાસ થવાની અપાર સંભાવનાઓ રહેલી છે. તેમજ કોરોનામાં આવા કલાકારોની રોજીરોટી બંધ થઈ છે જેમને આ પ્રકારના આયોજનથી રોજીરોટી પણ મળી રહે અને તેમનો બહોળો પ્રચાર પણ થઈ શકે.

ટેક્સસ્ટાઈલ ઈનિશિએટીવ હેડ શિલ્પા પટેલે કહ્યું કે, કાપડવણાટના કુશળ કારીગરો પોતે બનાવેલી ચીજવસ્તુઓને ‘ગ્લોબલ માર્કેટ’ માં વેચાણ કરી શકે તે માટે સક્ષમ બનાવવા માટે ફિક્કી ફ્લો અમદાવાદ ચેપ્ટર સતત કાર્યરત છે. હાથવણાટમાંથી તૈયાર થયેલી ચીજોને ગ્લોબલ માર્કેટ પ્રાપ્ત થવાથી કારીગરો આર્થિક રીતે વધારે સક્ષમ બને છે.

અત્રે ઉલ્લેખનય છે કે, હાથવણાટના કામમાં મહિલાઓ વધુ પ્રમાણમાં જોડાયેલી હોવાથી મહિલાઓ પણ આર્થિક રીતે પગભર બને છે પરિણામે મહિલાઓનું પણ સશક્તિકરણ થાય છે. આ બે દિવસીય ઈવેન્ટમાં સુજની, કસોટા, ટેન્ગાલિયા મશરૂ, આશાવલી અને ખાદી કાપડનું વણાટકામ કરતા કારીગરો ઉપસ્થિત રહેશે.

કારીગરોએ બનાવેલ વિવિધ ચીજવસ્તુઓને સ્થળ પર જ વેચાણ કરી શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતમાં વણાટકામ કરતા કારીગરો પ્રોત્સાહન પ્રાપ્ત થાય અને પરંપરાગત કળાને જીવંત રાખવા માટે તેને અનુરૂપ પોલીસી-નીતિ ઘડતર માટે એક રીપોર્ટ તૈયાર કરી સરકાર સમક્ષ રજુઆત કરવામાં પણ આવશે. ફિક્કી ફ્લો અમદાવાદ ચેપ્ટરના ચેરપર્સન નંદિતા મુન્શા અને ટેક્સસ્ટાઈલ ઈનિશિએટીવ હેડ શિલ્પા પટેલ સહિત તેમની ટીમ દ્વારા બે દિવસીય ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો – DEHLI : નાણા મંત્રાલયે શહેરી વિકાસ અન્વયે ચાર રાજ્યોને રૂ. 686 કરોડ ફાળવ્યા, ગુજરાતને રૂ. 110.20 કરોડ મળશે

આ પણ વાંચો – Kajol Net Worth : કરોડોની સંપત્તિની માલિક છે Kajol, એક ફિલ્મ માટે લે છે આટલી ફી

ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
g clip-path="url(#clip0_868_265)">