AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabadમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પિતા-પુત્ર વચ્ચે જંગ

Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 19, 2021 | 9:10 PM
Share

રાજકારણમાં આપણે જોયું છે કે નેતાઓ પોતાના પુત્ર-પુત્રી, પત્ની કે સગાઓને ટિકિટ અપાવવા છેક સુધી ધમપછાડા કરતાં રહે છે.

રાજકારણમાં આપણે જોયું છે કે નેતાઓ પોતાના પુત્ર-પુત્રી, પત્ની કે સગાઓને ટિકિટ અપાવવા છેક સુધી ધમપછાડા કરતાં રહે છે. ઘણીવાર રાજનીતિમાં પિતા પોતાના પુત્રને રાજકીય વારસો આપવા માટે પણ એડીચોટીનું જોર લગાવતા હોય છે, પરંતુ અમદાવાદમાં એક એવા પિતા-પુત્ર છે જે પોતાના રાજકીય પક્ષ માટે થઈને એકબીજાનો સાથ છોડી ચૂંટણીમાં સામ-સામે આવી ગયા છે.

 

 

અમદાવાદની ચૂંટણીમાં રાજકારણને લીધે પરિવારમાં જંગ જોવા મળી રહ્યો છે. જેમાં પિતા કોંગ્રેસમાં તો પૂત્ર આમ આદમી પાર્ટીમાંથી વાસણા વોર્ડમાં ચૂંટણી લડી રહ્યા છે. પિતા વિનુ ગોહેલે તેમના પુત્રને કહ્યું કે, દાદા અને હું કોંગ્રેસ સાથે છીએ, સપોર્ટ કર ત્યારે તેમના પુત્ર નિમેષ ગોહેલે કહ્યું, મારી વિચારધારા કેજરીવાલ સાથે છે. નિમેષ ગોહેલ ફોર્મ ભર્યા બાદ અલગ ભાડાના મકાનમાં રહેવા ગયો છે. પિતા વિનું ગોહેલ કહે છે કે આમ આદમી પાર્ટીની ડિપોઝિટ ડૂલ થવાની છે, ત્યારે પુત્ર નિમેષ ગોહેલનું કહેવું છે કે પિતા નારાજ હોય કે ન હોય, આપને જીતાડવી છે.

 

આ પણ વાંચો: Gir Somnathમાં નાળિયેરના બગીચામાં સફેદ માખીનો આતંક, વળતરની માંગણી

g clip-path="url(#clip0_868_265)">