ઈરાની ગેંગના 2 સભ્યો ઝડપાયા, નકલી પોલીસ બની બેંકમાં પૈસા ભરવા કે ઉપાડવા જતા લોકો સાથે કરતા હતા છેતરપિંડી

|

Oct 17, 2024 | 5:25 PM

અમદાવાદ ખાતે ઈરાની ગેંગના બે સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં 20 સહિત દેશભરમાં 100 થી વધુ ગુના આચરનાર, છેતરપિંડી કરવા આરોપીઓ ફ્લાઈટમાં આવતા હતા. નકલી પોલીસ બની અથવા બેંકમાં પૈસા ભરવા કે ઉપાડવા જતા લોકો સાથે છેતરપિંડી કરતા હતા.

ઈરાની ગેંગના 2 સભ્યો ઝડપાયા, નકલી પોલીસ બની બેંકમાં પૈસા ભરવા કે ઉપાડવા જતા લોકો સાથે કરતા હતા છેતરપિંડી

Follow us on

અમદાવાદ ગ્રામ્ય પોલીસે કુખ્યાત ઈરાની ગેંગના 2 સભ્યોની ધરપકડ કરી છે. આ ગેંગ દ્વારા પોલીસનાં સ્વાંગમાં લોકોને ટાર્ગેટ કરીને ચોરી અને લૂંટને અંજામ આપતા હતા. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં બેંકમાં રૂપિયા ભરવા કે ઉપાડવા જતા લોકોને બેંકમાં પૈસા ઉપાડવા કે ભરવા પદ્ધતિ બદલાઈ હોવાનું કહી લોકો પાસેથી પૈસા પડાવતા હતા. આ ગેંગ ગુજરાતમાં 20 થી વધુ ગુનાને અંજામ આપી ચૂકી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસની કસ્ટડીમાં ઝડપાયેલા આરોપી મુસ્તુફા જાફરી અને શખી જાફરી ઈરાની ગેંગનાં સભ્યો છે. ગ્રામ્ય પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે નંબર પ્લેટ વગરના બાઈક સાથે નીકળેલા વ્યક્તિઓને શંકાના આધારે પૂછપરછ કરતા ઈરાની ગેંગ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું. આ આરોપીઓ સાંણદ, વિરમગામ અને બાવળામાં 3 ગુનાને અંજામ આપ્યો હતો. તેઓ ગુજરાતના જુદા જુદા જિલ્લામાં પોલીસ સ્વાંગ રચીને અનેક ગુના આચર્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

શું હતી ઈરાની ગેંગની મોડસ ઓપ્રેન્ડી

પોલીસ તપાસ સામે આવ્યું કે કુખ્યાત ઈરાની ગેંગ દ્વારા ગુજરાતમાં 20 થી વધુ ગુના અંજામ આપવામાં આવ્યો છે ત્યારે ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 100 થી વધુ ગુના આચવવામાં આવ્યા છે. આરોપી ગુનાને અંજામ આપવા માટે ફ્લાઇટ થી અવરજવર કરતા હોવાનું સામે આવ્યું છે સાથે જ રેકી કરવા માટે લોકલ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરતા હતા.

નીતા અંબાણીના એક દિવસનો ખર્ચ જાણીને તમે ચોંકી જશો
શરીરને અંદરથી પાણી વડે કરી શકાશે સાફ ! જાણો આ Hydrocolon Therapy વિશે
બોલિવુડ અભિનેત્રી ટુંક સમયમાં બનશે માતા
કોઈ પણ સંજોગોમાં સવારે આટલા વાગ્યા સુધીમાં પથારી છોડી દેવી, જયા કિશોરીએ જણાવ્યું કારણ
સવારે ખાલી પેટે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે?
છોડના પાન પર વારંવાર આવી જાય છે ફૂગ ? આ ટીપ્સ અપનાવો

આ ઈરાની ગેંગ ની એમ.ઓ ની વાત કરીએ તો તેઓ પોલીસ બનીને ચેકીંગના નામે લોકો પાસે પૈસા પડાવતા હતા અને બેંકમાં પૈસા ભરવા આવતા લોકોને પૈસા ભરવામાં મદદ કરવાના બહાને નજર ચૂકવીને પૈસા લઈ લેતા હતા. આવી રીતે અલગ અલગ મોડ્સ ઓપરેન્ડી થી પૈસા લઈને ફરાર થઈ જતાં હતાં.

આ ઇરાની ગેંગ વિરુદ્ધ નવા કાયદા મુજબ ગ્રામ્ય પોલીસે ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી સિન્ડિકેટ ગેંગ ની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. વિરમગામ પોલીસે બંને આરોપીની કસ્ટડી બાવળા પોલીસને સોંપી છે. જ્યારે આ ગેંગમાં સામેલ અન્ય આરોપીને લઈ શોધખોળ શરૂ કરી છે.

Next Article