Ahmedabad : રંગેચંગે નીકળશે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા, શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા ‘એકતા કપ’નું આયોજન

|

Jun 16, 2022 | 10:01 AM

રથયાત્રામાં (Rathyatra 2022) કોમી એકતા જળવાય અને લોકોમાં પ્રેમની ભાવના રહે તેને લઈ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું છે. 19 જૂન સુધીમાં આ તમામ મેચ રમાશે.જેમાં વિજેતાને ટ્રોફી (Trophy) અને પુસ્કાર પત્ર આપવામાં આવશે.

Ahmedabad : રંગેચંગે નીકળશે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા, શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા એકતા કપનું આયોજન
Ekta Cup organized by ahemdabad police

Follow us on

અમદાવાદમાં (Ahmedabad) આગામી દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા(Jagannath Rathyatra)  યોજાશે, ત્યારે શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા એકતા કપનું આયોજન કરાયું હતું.રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને ભાઈચારો જળવાય તે માટે સરપુર ખડાલા ક્રિકેટ ગ્રાઉન્ડ (Khadala Cricket Ground) ખાતે પ્રથમ મેચ રમાડવામાં આવી હતી. જેમાં અલગ- અલગ 16 ટિમે ભાગ લેશે.  રથયાત્રાના રૂટ પર આવતા સંવેદનશીલ વોર્ડમાં હિન્દૂ- મુસ્લિમ યુવાનોની મિક્સ ટીમ બનાવવામાં આવી.

કોમી એકતા જાળવવા પોલીસનો પ્રયાસ

રથયાત્રામાં (Rathyatra 2022) કોમી એકતા જળવાય અને લોકોમાં પ્રેમની ભાવના રહે તેને લઈ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું છે. 19 જૂન સુધીમાં આ તમામ મેચ રમાશે.જેમાં વિજેતાને ટ્રોફી (Trophy) અને પુસ્કાર પત્ર આપવામાં આવશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ભગવાન જગન્નાથની જળયાત્રા સંપન્ન

કોરોના મહામારીના (Corona panademic) કારણે બે વર્ષ રથયાત્રાનું રંગેચંગે આયોજન થઈ શક્યું ન હતુ. માત્ર ધાર્મિક વિધિ પ્રમાણે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે કોરોનાના નહિવત કેસો હોવાને પગલે ભવ્ય રીતે ભગવાન જગન્નાથની (Lord Jagannath) 145મી રથયાત્રા યોજાવાની છે. રથયાત્રા પહેલા મહત્વપૂર્ણ ઉત્સવ વિધિ ‘જળયાત્રા’ નીકળી હતી. જમાલપુર જગન્નાથજી મંદિરેથી નીકળી સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન કરવા વરઘોડા રૂપે પહોચ્યા હતા. બાદમાં 108 કળશમાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવ્યુ હતુ.

આ જળયાત્રા મહોત્સવમાં મુંબઈ અને ડાકોરના માધવાચાર્ય મહારાજ, અન્ય સાધુ સંતો, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સહિત શહેરના તમામ ધારાસભ્યો, સાંસદો, મેયર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

Published On - 7:59 am, Thu, 16 June 22

Next Article