AHMEDABAD : સિવિલ હોસ્પિટલમાં મચ્છરજન્ય-પાણીજન્ય રોગચાળાથી બચવા પૂર્વેની અસરકારક કામગીરી

વરસાદી ઋતુમાં ડેનગ્યુ, મેલેરિયા અને ચીકનગુનિયા જેવા રોગોનું પ્રમાણ વધે નહીં અને હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગાઓને આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે તે માટે સિવિલ સુપ્રીનડેન્ટ દ્વારા સુચારૂ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

AHMEDABAD : સિવિલ હોસ્પિટલમાં મચ્છરજન્ય-પાણીજન્ય રોગચાળાથી બચવા પૂર્વેની અસરકારક કામગીરી
Effective operation to prevent mosquito-borne waterborne epidemic at Ahmedabad Civil Hospital
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Aug 06, 2021 | 10:26 AM

AHMEDABAD : સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દી અને દર્દીના સગાઓને આરોગ્યપ્રદ વાતાવરણ મળી અને વાહકજન્ય રોગો માથુ ન ઉચકે તે માટે સમયાંતરે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવે છે. ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના ઉપદ્રવને અટકાવવા માટે સિવિલ હોસ્પિટલ દ્વારા સધન આયોજન હાથ ધરવામાં આવ્યું છે.વરસાદી ઋતુમાં ડેનગ્યુ, મેલેરિયા અને ચીકનગુનિયા જેવા રોગોનું પ્રમાણ વધે નહીં અને હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગાઓને આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે તે માટે સિવિલ સુપ્રીનડેન્ટ દ્વારા સુચારૂ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

સેનેટરી વિભાગની મહત્વની કામગીરી સિવિલ હોસ્પિટલના સેનટરી ઇન્સ્પેક્ટર જૈમિન બારોટે આ વિશે જણાવ્યું કે સેનટરી વિભાગ દ્વારા હંગામી મચ્છર ઉત્પત્તિ થતા સ્થળો તેમજ કાયમી મચ્છર ઉત્પતિ થતા સ્થળોની સૌ પ્રથમ મોજણી કરવામાં આવે છે. જ્યાં જ્યાં વધતા ઓછા પ્રમાણમાં ભરાઇ રહેલ પાણીનો ત્વરીત નિકાલ કરવામાં માટે હંગામી ગટરો બનાવી પણી બહાર કાઢવું અથવા ખાડા ભરી દેવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ દરમિયાન વરસાદી પાણીની પાકી ગટરો સમયાંતરે સાફ કરાવતા રહીએ છીએ જેથી વરસાદી પાણીનો નિકાલ સહેલાઇથી થઇ શકે. હોસ્પિટલ કેમ્પસમાં ક્યાંય પણ ખાબોચિયા ભરાયેલ દેખાય ત્યાં સત્વરે કામગીરી હાથ ધરવામાં આવે છે.

વિવિધ સ્થળોએ ફોગીંગની કામગીરી હોસ્પિટલ કેમ્પસમાં વરસાદી ઋતુમાં રોગનો ભરળો ન થાય તે માટે નિયમિત વિવિધ સ્થળોએ ફોગીંગની કામગીરી અસરકારક રીતે હાથ ધરવામાં આવે છે.બાંધકામની સાઇટ પર મુકવામાં આવેલ બેરીકેટેડ વિસ્તારમાં મચ્છરની દવા અઠવાડિયામાં બે વાર છંટકાવ કરવામાં આવે છે.મચ્છર ઉત્પતિ અંગેની તપાસણી થયા બાદ જોવા મળતા મચ્છર ઉત્પતિ સ્થળોએ પોરાનાશક દવાઓથી સારવાર આપી નાબૂદ કરવામાં આવે છે.ભારે વરસાદના કારણે નવા ઉત્પન્ન થતા મચ્છર બ્રીડીંગ સ્થાનોની મોજણી કરીને પોરાનાશક કામગીરી નિયમિત કરવામાં આવે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Effective operation to prevent mosquito-borne waterborne epidemic at Ahmedabad Civil Hospital

તમામ વોર્ડ-વિભાગોમાં બે વાર દવાનો છંટકાવ તમામ વોર્ડ/વિભાગોમાં સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી નર્સિંગ સ્ટેશન, ડૉક્ટર રૂમ, સ્ટાફ અને જનરલ સેનેટરી બ્લોકમાં શૌચાલય સહિત કેરોશીન અને સાયપરનેથ્રીન સ્પેસ સ્પ્રેનો નિયમિત છંટકાવ કરવામાં આવે છે. વોર્ડ અને વિભાગમાં મૂકેલ કુલ પર એક દિવસના સમયાંતરે ટેમીફઓસ/કેરોશીનનો છંટકાવ કરવામાં આવે છે. વરસાદી પાણીના લીધે ઉગી નિકળેલ બિન જરૂરી ઝાડી-ઝાંખરા ધાબા પર તેમજ કંપાઉન્ડમાંથી દૂર કરવામાં આવે છે.

સોલીડ વેસ્ટનો દરરોજ નિકાલ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી સોલીડ વેસ્ટનો રોજબરોજ નિકાલ કરવામાં આવે છે.હોસ્પિટલની છત પર પણ પાણી ભરાઇ ન રહે તે માટે રેઇન વોટર સ્પાઉટ પાસેનો કચરો સાફ કરાવી દરેક ધાબા પર અઠવાડીયે સાફ-સફાઇ હાથ ધરવામાં આવે છે. ધાબા પરનો સ્ક્રેપ, ટાયક-ટ્યુબ, કુંડા, જુની મશીનરી-ઇક્વીપમેન્ટ વગેરેનો નિકાલ કરી ધાબુ ચોખ્ખુ રાખવામાં આવે છે. આ દરિયાન વરસાદી પાણીની પાઇપ તૂટેલી જણાય તો સત્વરે પી.આઇ.યુ. વિભાગને જાણ કરવામાં આવે છે.

ધાબા પર તેમજ કમ્પાઉન્ડમાં સમતલ ન હોય તેવી જગ્યાઓ પર ભરાઇ રહેલ પાણીનો નિકાલ કરાવામાં આવે છે, અને જો આ પાણીનો નિકાલ ન થઇ શકે તેવા સ્થળો પર ભેજવાળી જગ્યાઓ પર કોઇ જગ્યા બાકી ન રહે તે રીતે અઠવાડિયામાં બે વાર પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">