AHMEDABAD : DyCM નીતિન પટેલે કહ્યું ઝવેરચંદ મેઘાણીએ આઝાદીની લડત વખતે તેમના સાહિત્ય થકી અમૂલ્ય યોગદાન આપ્યું

125th birth anniversary of Zaverchand Meghani : નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતીનો આજ 28 ઓગષ્ટથી શુભારંભ થઈ રહ્યો છે, જે સમગ્ર વર્ષ દરમિયાન આખા રાજ્યમાં ઉજવાશે.

AHMEDABAD : DyCM નીતિન પટેલે કહ્યું ઝવેરચંદ મેઘાણીએ આઝાદીની લડત વખતે તેમના સાહિત્ય થકી અમૂલ્ય યોગદાન આપ્યું
DyCM Nitin Patel says Zaverchand Meghani made invaluable contribution through his literature during the freedom struggle
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 3:07 PM

AHMEDABAD : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી પ્રસંગે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ડો.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે આયોજિત કસુંબીનો રંગ-ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતીનો આજ 28 ઓગષ્ટથી શુભારંભ થઈ રહ્યો છે, જે સમગ્ર વર્ષ દરમિયાન આખા રાજ્યમાં ઉજવાશે. તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર રાજ્યની શાળા-કોલેજોમાં આ ઉત્સવની ઉજવણી થકી યુવાનોમાં રાષ્ટ્રભક્તિનો ભાવ જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવશે.

આઝાદીની લડત વખતે સાહિત્ય થકી અમૂલ્ય યોગદાન આપ્યું નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આઝાદીની લડતનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ઝવેરચંદ મેઘાણીએ આઝાદીની લડત વખતે તેમના સાહિત્ય થકી અમૂલ્ય યોગદાન આપ્યું હતું અને આબાલવૃદ્ધ સૌ કોઈમાં તેમની કલમ દ્વારા આઝાદીની લડતનું જોમ પેદા કર્યુ હતુ.તેમણે પ્રજાને અપીલ કરતાં કહ્યું કે, ઝવેરચંદ મેઘાણીની કલમમાં ખુમારી, વિદ્વતા અને જોશ જોવા મળે છે અને તેથી આ ઉત્તમ સાહિત્યના અમૂલ્ય વારસાને જાળવી રાખવાની આપણા સૌ કોઈની ફરજ છે.

ગુજરાતે હંમેશા દેશની પ્રગતિ અને વિકાસમાં ફાળો આપ્યો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ અવસરે ગુજરાતમાં કળા-સંસ્કૃતિ અને વિવિધ ક્ષેત્રોમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપનારા મહાનુભાવોનું સ્મરણ કરતાં કહ્યું કે, ગુજરાતે હંમેશા દેશની પ્રગતિ અને વિકાસમાં પોતાના ફાળો આપ્યો છે અને મહાન સાહિત્યકારો, ચિત્રકારો, નેતાઓ અને સંગીતકારો તેમ જ વૈજ્ઞાનિકોની દેશને ભેટ ધરી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, આપણા લોકડાયરા, લોકકથા, લોકગીતો જેવા પરંપરાગત માધ્યમો દ્વારા આપણી સંસ્કૃતિનું જતન અને સંવર્ધન થઈ રહ્યું છે, તે આપણા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

આપણા વડવાઓએ આપણને અમૂલ્ય વિરાસત આપી છે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે ભારત એ દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. અને આ રાષ્ટ્રએ અનેક ચડાવ-ઉતાર જોયા છે. પણ આ બધાની વચ્ચે પણ રાષ્ટ્ર સતત ઉન્નતિના શિખરો સર કરતું રહ્યુ છે. તેમણે ગૌરવભેર કહ્યું કે, ભારતની પ્રગતિના મૂળમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યો રહેલા છે.

તેમણે ભારતને મળેલા બહુમૂલ્ય વારસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આપણા વડવાઓએ આપણને અમૂલ્ય વિરાસત આપી છે. આ વિરાસતને ભાવિ પેઢી સુધી પહોંચાડવાની આપણા સૌની નૈતિક ફરજ છે. આ અવસરે તેમણે યુવાનોને રાષ્ટ્રના ઘડવૈયાઓની જીવનમાંથી પ્રેરણા લેવાનું પણ આહવાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં GTU ના કુલપતિ નવીન શેઠ, કુલસચિવ કે.એન.ખેર, આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલસચિવ અમી ઉપાધ્યાય, અમદાવાદ જિલ્લા શકલેકટર સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">