Crime News : રામોલમાં કારમાંથી ઝડપાઇ ડ્રગ્સની હેરાફેરી, યુવક અને યુવતી સહિત રુપિયા 11.43 લાખનો મુદ્દામાલ જપ્ત

|

Jan 27, 2023 | 2:33 PM

ગુજરાતમાં (Gujarat) દિવસે દિવસે ડ્રગ્લનું દૂષણ વધતુ જઇ રહ્યુ છે. ત્યારે અમદાવાદ SOG દ્વારા વધુ એક વખત ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. SOG પોલીસે યુવતી ફિરદોષ મન્સૂરી અને આશિષ પરમાર નામના આરોપીઓની ધરપકડ કરી છે.

Crime News : રામોલમાં કારમાંથી ઝડપાઇ ડ્રગ્સની હેરાફેરી, યુવક અને યુવતી સહિત  રુપિયા 11.43 લાખનો મુદ્દામાલ જપ્ત
ડ્રગ્સની હેરાફેરી કરતા યુવક-યુવતી ઝડપાયા

Follow us on

અમદાવાદ શહેરમાંથી ફરી એક વખત ડ્રગ્સ પકડાયું છે. રામોલમાં અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવેના નાકેથી કારમાં ડ્રગ્સની હેરાફેરી ઝડપાઈ છે. પોલીસ દ્વારા એક યુવતી સહિત વડોદરાના બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 16.120 ગ્રામ એમ.ડી ડ્રગ્સ જેની કિંમત રુપિયા 1.61 લાખ અને કાર સહિત રુપિયા 11.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.મળતી માહિતી પ્રમાણે વડોદરામાં લીવ ઇનમાં રહેતા યુવક યુવતી અમદાવાદ આવી ડ્રગસ સપ્લાઇ કરતા હતા. યુવક ડ્રગ્સનો બંધાણી થઇ ગયો હતો, જેથી યુવતીને પણ ડ્રગસની આદત પડી ગઇ હતી.

SOGએ ડ્રગ્સ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા

ગુજરાતમાં દિવસે દિવસે ડ્રગ્સનું દૂષણ વધતુ જઇ રહ્યુ છે. ત્યારે અમદાવાદ SOG દ્વારા વધુ એક વખત ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. SOG પોલીસે યુવતી ફિરદોષ મન્સૂરી અને આશિષ પરમાર નામના આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસને અમદાવાદ -વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી વડોદરાથી અમદાવાદ ડ્રગ્સ લાવવામાં આવતું હોવાની માહિતી મળી હતી. જેના આધારે તપાસ કરતા એક કારમાં યુવક યુવતી મળી આવ્યા હતા. આ બંને પાસેથી 16.120 ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જે પછી બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બંને યુવક યુવતી ડ્રગ્સ ડિલિવરી આપવા આપતા હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે. આ મામલે એસ.ઓ.જી ક્રાઇમએ વધુ તપાસ શરૂ કરી છે.

બંને આરોપીને ડ્રગ્સ લેવાની આદત હતી

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, ફિરદોષ અને આશિષ બરોડામાં એક મોબાઈલ શોપમાં સાથે નોકરી કરતા હતા, ત્યાંથી જ સંપર્કમાં આવ્યા હતા. જે બાદ બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. આશિષના સંપર્કમાં આવ્યા બાદ ફિરદોષે તેના પતિ સાથે છૂટાછેડા આપી દીધા હતા અને આશિષ સાથે લીવ ઈન રિલેશનમાં રહેવા લાગી હતી. આશિષ ડ્રગ્સનો બંધાણી હતો, જેથી ફીરદોષને પણ ડ્રગ્સની આદત લાગી ગઇ હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

અમદાવાદમાં અનેક વાર કર્યુ છે ડ્ર્ગ્સ સપ્લાય

વડોદરામાં રહેતો સાગર મિસ્ત્રી નામનો વ્યક્તિ છેલ્લા 5 વર્ષથી ફિરદોષ અને આશિષનાં સંપર્કમાં હતો અને બંને સાગર મિસ્ત્રી પાસેથી ડ્રગ્સ ખરીદતા હતા. સમયાંતરે ફિરદોષ તેની માતા સાથે વડોદરાથી અમદાવાદ આવતી હતી. ફિરદોષની માતાના મૃત્યુ બાદ ફિરદોષ અમદાવાદ આવતી હતી અને અમદાવાદના રિક્ષાવાળાઓ સાથે તે સંપર્કમાં હતી. ફિરદોષ અમદાવાદ આવતી અને રિક્ષાવાળાઓને ડ્રગ્સ સપ્લાઇ કરતી હોવાનું સામે આવ્યું છે.

હાલ તો SOG પોલીસે ફિરદોષ અને આશિષને ડ્રગ્સનાં જથ્થા સાથે પકડી પાડ્યા છે. હવે બંને અમદાવાદ કેટલી વખત ડ્રગ્સ આપવા આવ્યા હતા અને કોના કોના સંપર્કમાં આવ્યા હતા, સહિતની બાબતો પર પોલીસ તપાસ હાથ ધરી છે.

Next Article