સાચા ભક્ત, નરેન્દ્ર મોદી 70ના દાયકામાં સંઘ પ્રચારક તરીકે અમદાવાદ જગન્નાથ મંદિર પરિસરમાં રહેતા હતા

|

Jul 01, 2022 | 3:38 PM

1985માં કોંગ્રેસ સરકારે યાત્રાને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ મોદીએ તેનો સલામત માર્ગ સુનિશ્ચિત કર્યો, તેને ગુજરાતમાં એક ઐતિહાસિક ઘટના બનાવી દીધી હતી. આજે આ યાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા બની ગઈ છે,

સાચા ભક્ત, નરેન્દ્ર મોદી 70ના દાયકામાં સંઘ પ્રચારક તરીકે અમદાવાદ જગન્નાથ મંદિર પરિસરમાં રહેતા હતા
શું તમે જાણો છો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભગવાન જગન્નાથની રથયાત્રાનું ક્નેકશન
Image Credit source: file photo

Follow us on

Rath yatra 2022 : બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી ભક્તોની ઉપસ્થિતિમાં નગરચર્યાએ નીકળ્યાં છે. સવારે 5.30 વાગ્યાની આસપાસ ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે, આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રા (Rath yatra)નું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદ (Ahmedabad)નાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે, આ ઉપરાંત વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય. આ સિવાય સુરતમાં પણ ઇસ્કોન દ્વારા આ જ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરવામાં આવે છે. તો ભાવનગરમાં પણ ભગવાનની રથયાત્રા નિકળે છે.

નરેન્દ્ર મોદીનું રથયાત્રા સાથે ખાસ ક્નેક્શન

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પરંતુ શું તમે જાણો છો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રથયાત્રા સાથે ખાસ ક્નેક્શન છે,સાચા ભક્ત નરેન્દ્ર મોદી 70ના દાયકામાં સંઘ પ્રચારક તરીકે અમદાવાદ જગન્નાથ મંદિર પરિસરમાં રહેતા હતા. 1985માં કોંગ્રેસ સરકારે યાત્રાને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ મોદીએ તેનો સલામત માર્ગ સુનિશ્ચિત કર્યો, તેને ગુજરાતમાં એક ઐતિહાસિક ઘટના બનાવી હતી. આજે આ યાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા બની ગઈ છે, જેને લઈ લોકો આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે મોઢે વખાણ કરે છે આ વર્ષે પણ પીએમ મોદીના હસ્તે જગન્નાથ મંદિરે પ્રસાદ મોકલવામાં આવ્યો હતો. અલગ અલગ ચાર ટોકરીમાં ડ્રાયફ્રૂટ, સુકા મેવાનો પ્રસાદ મોકલવામાં આવ્યો છે. આ પ્રસાદને ભાજપ નેતાઓ મંદિરે લઇને પહોંચ્યા હતા. દર વર્ષે જગન્નાથ યાત્રાની પૂર્વ સંધ્યાએ પીએમ મોદી દ્વારા પ્રસાદ મોકલવામાં આવે છે.

રથયાત્રામાં સૌથી વધુ પહિંદ વિધિ કરવાનો રેકોર્ડ નરેન્દ્ર મોદીના નામે

અમદાવાદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા સૌથી વધુ પહિંદ વિધિ કરવાનો રેકોર્ડ નરેન્દ્ર મોદીના નામે છે. તેમણે વર્ષ 2002 થી વર્ષ 2013 સુધી 12 વર્ષ સુધી રથયાત્રાની પહિંદ વિધિ કરી છે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, છબીલદાસ મહેતા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા,અને આનંદીબહેન પટેલને રથયાત્રાની પહિન્દ વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં પૂર્વ સીએમ કેશુભાઈ પટેલે પણ 5 વખત પહિંદ વિધિ કરી છે. આનંદીબહેન પટેલ મુખ્યપ્રધાન પદે ત્રણ વખત રથયાત્રામાં પહિંદવિધિ કરીને રથયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. જ્યારે સીએમ તરીકે વિજય રૂપાણીએ પણ 5 વખત રથયાત્રાની પહિંદ વિધિ કરી છે. તેમજ આ વર્ષે સીએમ ભૂપેન્દ્ર પટેલે પહેલીવાર રથયાત્રાની પહિંદ કરી હતી.

 

 

Next Article