Ahmedabad: કાળઝાળ ગરમી વચ્ચે શહેરમાં રોગચાળો વકર્યો, સૌથી વધુ બાળકો બીમાર, ઝાડા-ઉલ્ટીના કેસ વધ્યા
ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ અમદાવાદમાં રોગચાળાએ માથુ ઉંચક્યું છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટીના કેસમાં વધારો નોંધાયો છે. ચિંતાની વાત એ છે કે આ બીમારી બાળકોમાં વધુ જોવા મળી રહી છે.

અમદાવાદ (Ahmedabad) માં એકતરફ ઉનાળાની ગરમી (Heat) લોકોને દઝાડી રહી છે. તો બીજીબાજુ હવે બાળકો રોગચાળા (Epidemic)ના ભરડામાં સપડાતા જઈ રહ્યા છે. અમદાવાદમાં કાળઝાળ ગરમીને પગલે લોકો બીમાર પડી રહ્યા છે. ત્યારે બાળકોના સ્વાસ્થ્યને લઈને સાવધાન થવાની જરુર છે. આ ગરમીમાં બાળકો વધુ બીમાર પડી રહ્યા છે. શહેરમાં ઝાડા-ઉલટીના કેસ વધી રહ્યા છે. જેને પગલે દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં માર્ચ મહિનામાં બાળકોની ઓપીડીના કેસો વધીને 1733 થયા છે. તો શરીરમાં પાણી ઘટી જતા 590 જેટલા બાળકો સારવાર હેઠળ છે. સોલા સિવિલ (Sola Civil) માં 140 બાળકોની સારવાર ચાલી રહી છે. ત્યારે હાલમાં બાળકોની ખાસ દેખભાળ કરવાની જરુર છે.
ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ અમદાવાદમાં રોગચાળાએ માથુ ઉંચક્યું છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટીના કેસમાં વધારો નોંધાયો છે. ચિંતાની વાત એ છે કે આ બીમારી બાળકોમાં વધુ જોવા મળી રહી છે. જેને પગલે બાળકોના સ્વાસ્થ્ય પર વધુ ભાર આપવાની જરૂર છે. આગામી દિવસોમાં જેમ જેમ ગરમી વધશે તેમ બીમારીનું પ્રણામ પણ વધી શકે છે.
અમદાવાદમાં બીમારીના આંકડા પર નજર કરીએ તો છેલ્લા 20 દિવસમાં ઝાડા-ઉલટીના કુલ 137 કેસ સામે આવ્યાં છે. સોલા સિવિલમાં અત્યારે 1150થી 1200 જેટલા કેસ નોંધાઇ રહ્યાં છે. ઝાડા-ઉલટીના કેસમાં બાળકોની સંખ્યા વધુ છે. ફેબ્રુઆરીમાં ઝાડાના 137 કેસ નોંધાયા હતા. તેમજ ઉલટીના ફેબ્રુઆરી મહિનામાં 45 કેસ નોંધાયા હતા. આમ કાળઝાળ ગરમીથી બાળકોમાં આવનારા સમયમાં હજુ જોખમ વધે તેવી ડોક્ટરો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગરમીની શરૂઆત થતા પાણીજન્ય રોગોમાં વધારો થયો છે.
હાલ રાજ્યભરમાં ઉનાળાની ગરમી લોકોને દઝાડી રહી છે , ત્યારે બાળકોનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ. જેથી બાળકને બીમારીથી દૂર રાખી શકાય. તો હવે અમે તમને જણાવીશુ કે કેવી રીતે કાળઝાળ ગરમીમાં બાળકોને સુરક્ષિત રાખી શકાય છે.
આટલુ ધ્યાન રાખો
- બહારનો ખોરાક લેવાનું ટાળો
- બહારનો જ્યુસ બાળકોને ન આપો
- તડકામાં જતા રોકો અને શરીરમાં પાણીની ઉણપ ન થવા દો
- બાળકોને નાળિયેર પાણી, શેરડીનો રસ, છાશ, કેરીનો બાફલો વગેરે પીવડાવો
- બાળકોને ઘરે બનાવેલું લીંબુનું પાણી આપતા રહો
આ પણ વાંચો-
Gandhinagar: ખેડૂતોને 6 કલાક વીજળી આપવા મુદ્દે આજે રાજ્ય સરકાર અને કિસાન સંઘ વચ્ચે બેઠક, કિસાન સંઘ જાહેર કરશે અગામી કાર્યક્રમ
આ પણ વાંચો-