AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણવાનુ આયોજન કરી રહ્યા છો? અમદાવાદ એરપોર્ટથી આ સ્થળો માટે સીધી ફ્લાઈટ! જાણો

શું આપ મોન્સૂનની મજા મનભરીને માણવાના મૂડમાં છો? તો આપ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પરથી મોન્સૂનમાં પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સ્થળોનો પ્રવાસ ખેડી શકો છો.

Ahmedabad: પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણવાનુ આયોજન કરી રહ્યા છો? અમદાવાદ એરપોર્ટથી આ સ્થળો માટે સીધી ફ્લાઈટ! જાણો
એરપોર્ટથી આ સ્થળો માટે સીધી ફ્લાઈટ!
Darshal Raval
| Edited By: | Updated on: Aug 12, 2023 | 11:58 AM
Share

આ વેકેશનમાં આપ અદભૂત આહલાદક સ્થળોની સફર કરીને રજાઓને રસપ્રદ બનાવવાનો લાભ લઈ શકો છો. અમદાવાદ એરપોર્ટ પરથી પ્રવાસનો ઉત્કૃષ્ટ અનુભવ આપતા કેટલાય નયનરમ્ય સ્થળોને સુલભ બનાવવાની સુવિધા કરાઇ છે. વરસાદી મોસમની મહેક અને કુદરતી સૌંદર્યનો આનંદ માણવા એરપોર્ટ પરથી આપ નીચેના સ્થળોની ફ્લાઈટ્સ પકડી શકો છો.

લોનાવાલા અને મહાબળેશ્વર: ચોમાસામાં સોળે કળાએ ખીલતું રોમેન્ટિક અને જાદુઈ પ્રવાસન સ્થળ લોનાવાલા ખૂબ જ અદભૂત છે. અહીં ટાઈગર પોઈન્ટ અને તુંગાર્લી તળાવના ઓવરફ્લોના આકર્ષક દૃશ્યો ઉડીને આંખે વળગે તેવા હોય છે. ઈન્ડિગોની 4  તેમજ એર ઈન્ડિયાની 1  એમ 5 ફ્લાઈટ્સ ઉપલબ્ધ હોવાથી પ્રવાસીઓ અમદાવાદ થી પૂણે એરપોર્ટ પહોંચીને નજીકમાં રહેલ લોનાવાલા આરામથી પહોંચી શકે છે.

મહાબળેશ્વરના ડુંગરાળ લેન્ડસ્કેપ્સ અને ઝાકળની ચાદરથી ઢંકાયેલ શિખરો માટે જાણીતું છે. લોનાવાલા જતા પ્રવાસીઓ મહાબળેશ્વરમાં એડવેન્ચરસ એક્ટીવીટી અને ટ્રેકિંગ પણ કરી શકે છે.

દાર્જિલિંગ, સિલીગુડી અને ચાલસા: અમદાવાદ એરપોર્ટથી ઈન્ડિગોની ફ્લાઈટની આ સ્થળે પહોંચવા માટે સુવિધા ઉપલબ્ધ છે. અમદાવાદ થી હવે દાર્જિલિંગ, સિલીગુડી અને ચાલસા પહોંચવાનું સુલભ બન્યું છે. ચોમેર હરિયાળી-લીલી ખીણોના વિહંગમ દૃશ્યો અને દાર્જિલિંગમાં ટોય ટ્રેનની સવારી પ્રવાસીઓનું મન મોહી લે છે. વ્યાપક ફ્લાઇટ નેટવર્કથી સિલિગુડીના ચાના બગીચાઓ તેમજ નજીકના બાગડોગરા એરપોર્ટ તરફની ફ્લાઇટ્સ દરરોજ ઉપલબ્ધ છે.

મુન્નાર અને અલેપ્પી: ચોમાસામાં શાંત અને આહલાદક સફર કરવા માંગતા લોકો માટે મુન્નાર આદર્શ સ્થળ છે. નયનરમ્ય ઝાકળ, રોલિંગ ટેકરીઓ અને ચાના બગીચાઓ ધરાવતું મુન્નાર શહેરની યંત્રવત જીવનથી દૂર શાંત વાતાવરણ પ્રદાન કરે છે. અલપ્પુઝા તરીકે ઓળખાતુ અલેપ્પી પણ ચોમાસા બાદ પ્રવાસન માટેનું મનપસંદ સ્થળ છે. આ બંને સુંદર સ્થળો અમદાવાદથી કોચીનની સીધી ફ્લાઈટથી જોડાયેલા છે.

ગોવા: ગોવામાં સતત ઝરમર વરસાદ વચ્ચે મનોહર દ્રશ્યો જોવા મળે છે. દૂધસાગર ધોધ, બોમ જીસસની બેસિલિકા, અને અગુઆડા કિલ્લાના આકર્ષણો તેમને નખશીખ ભીંજાવી દે તેવા છે. અમદાવાદથી 1 ઈન્ડિગો અને 2 અકાસા એર ફ્લાઈટ્સ સાથે મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જઈ શકાય છે.

ઓલી: બર્ફિલી મોસમ દરમિયાન સ્કીઇંગ ડેસ્ટિનેશન તરીકે વ્યાપકપણે જાણીતું ઔલી ઓગસ્ટમાં શ્રેષ્ઠ પ્રસાવસ સ્થળોમાંનું એક છે. સાધારણ વરસાદ સાથે જોવાલાયક સ્થળોમાં ઓલીનું આગવું આકર્ષણ છે. આમદાવાદથી સીધી ઈન્ડિગો ફ્લાઇટથી જોલી ગ્રાન્ટ એરપોર્ટ ઓલી પહોંચી શકાય છે.

જયપુર અને આગળ રાનીખેત: જયપુર અમદાવાદ સાથે ઈન્ડિગોની 3 ડાયરેક્ટ ફ્લાઈટ્સ દ્વારા સીધુ જોડાયેલું છે. મુસાફરોને પિંક સિટી અને રાજસ્થાનની રાજધાનીની સફર ખેડી શકાય છે. વળી ઉત્તરાખંડમાં રાનીખેત અને અન્ય સ્થળોની મુસાફરીમાં રસ ધરાવતા મુસાફરો ઈન્ડિગો દ્વારા જયપુરથી પંતનગર થઈને ફ્લાઇટ લઈ શકે છે.

દેહરાદૂન: અમદાવાદથી સીધી ફ્લાઈટ દ્વારા દેહરાદૂન અને તેની આસપાસના સ્થળોએ પહોંચી શકાય છે. ઈન્ડિગોની દૈનિક ફ્લાઇટ મુસાફરોને તેમની દેહરાદૂન, મસૂરી, ઋષિકેશ અથવા હરિદ્વારની મુસાફરીનું આયોજન કરવામાં મદદ કરી શકે છે.

પ્રાકૃતિક સૌંદર્યનો ભરપૂર ખજાનાના પ્રેમીઓ માટે મોનસુનનો હાલનો સમય ઉત્તમ છે. અમદાવાદ એરપોર્ટ દ્વારા આ સમયગાળા માટે આવા તમામ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા મનમોહક સ્થળોને જોડતા સ્થળોને માટે અનુકૂળ અને સુલભ પ્રવાસ વિકલ્પો પ્રદાન કરાવી રહ્યુ છે. અમદાવાદથી 7 એરલાઈન્સ દ્વારા 33 સ્થળોને જોડતી ફ્લાઈટો ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ Sabarkantha: હજ્જારો વૃક્ષોની લીલીછમ વનરાજીથી ધરાવતુ અનોખુ ગામ, પ્રાકૃતિક સૌંદર્યનો અદ્ભૂત ખજાનો

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">