ડિજિટલ ઠગાઈનું કૌભાંડ ! અમદાવાદ સાયબર ક્રાઇમ સેલની મોટી સફળતા, તાઇવાનથી ઝડપ્યા સાયબર ફ્રોડ કરનાર આરોપી
અમદાવાદ સાયબર ક્રાઇમ સેલની મોટી સફળતા મળી છે. સાયબર ફ્રોડ મામલે તાઇવાનના 4 નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ફ્રોડના કુલ 17 આરોપીની ધરપકડ કરાઇ. ડિજિટલ એરેસ્ટના નામે ઠગાઈના આંતરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયો છે. વડોદરા, અમદાવાદ, દાહોદ સહિત શહેરમાં દરોડા પાડવામાં આવ્યા. 6 સપ્ટેમ્બરે દાખલ થયેલી ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
Follow us on
અમદાવાદ સાયબર ક્રાઈમ સેલને મોટી સફળતા મળી છે. સાયબર ફ્રોડમાં કુલ 17 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી 4 આરોપી તાઈવાનના નાગરિક છે. ડિજિટલ ઠગાઈના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ થયો છે.
6 સપ્ટેમ્બરે દાખલ થયેલી ફરિયાદના આધારે પોલીસે વડોદરા, અમદાવાદ, દાહોદ સહિત શહેરમાં દરોડાના કાર્યવાહી કરી હતી. આરોપીઓ રૂપિયા ટ્રાન્સફર કરવા માટે એપ્લિકેશન ડેવલપ કરી હતી. 761 સિમકાર્ડ,120 મોબાઇલ,ATM કાર્ડ સહિતની વસ્તુ જપ્ત કરવામાં આવી છે.
આ બનાવમાં આરોપીઓ એપ્લિકેશન ડેવલપ કરી પૈસા ટ્રાન્સફર કરતા હતા. 761 સિમકાર્ડ,120 મોબાઇલ,ATM કાર્ડ સહિતની વસ્તુ જપ્ત થઈ. તાઇવાનના આરોપીઓએ હિમાચલમાં અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું. NCRP પોર્ટલ પર 450 જેટલી ફરિયાદો અનેક જગ્યા પરથી મળી હતી.