AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Biporjoy: Ahmedabad: વિનાશક વાવાઝોડાના સંકટ સામે સુરક્ષાની સાંકળ બન્યું અદાણી ગૃપ, ફુડ, મેડિકલ, રેસ્ક્યુ સહિતની સેવા માટે ખડેપગે તૈયાર

Ahmedabad: રાજ્યમાં ત્રાટકેલા બિપરજોય વાવાઝોડા સામે અદાણી ગૃપ સેવા માટે આગળ આવ્યુ છે. વાવાઝોડા સમયે સંકટ સમયની સાંકળ બનીને મુદ્રા અદાણી ફાઉન્ડેશનની ટીમ દ્વારા ફુડ પેકેટ્સ, મેડિકલ સેવાઓ અને રેસક્યુ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Cyclone Biporjoy: Ahmedabad: વિનાશક વાવાઝોડાના સંકટ સામે સુરક્ષાની સાંકળ બન્યું અદાણી ગૃપ, ફુડ, મેડિકલ, રેસ્ક્યુ સહિતની સેવા માટે ખડેપગે તૈયાર
Darshal Raval
| Edited By: | Updated on: Jun 16, 2023 | 1:16 AM
Share

Kutch: ખતરનાક બિપોરજોય વાવાઝોડા અને તેના સંભવિત નુકશાનથી સમગ્ર દેશમાં સૌના જીવ તાળવે ચોંટ્યા છે. તેવામાં મુંદ્રા સ્થિત અદાણી ફાઉન્ડેશનની ટીમ આ ખતરાને પહોંચી વળવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ફાઉન્ડેશન દ્વારા સમુદાયોને હજારોની સંખ્યામાં ફૂડ પેકેટ્સ, મેડિકલ સેવાઓ, રેસ્ક્યુ અને અગમચેતી માટે સાવધ કરતા તમામ પગલાંઓ લેવામાં આવ્યા છે.

આફતની ઘડીમાં અદાણીની ટીમ વહીવટી તંત્રની સાથે ખભેખભો મીલાવી કરી રહી છે કામ

અદાણી સમુહ દ્વારા આશ્રય ગૃહોમાં ખસેડાયેલા લોકોને 13મી જૂનથી દરરોજ 12,000 કરતાં વધુ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત આશ્રયગૃહોમાં હજારો અસરગ્રસ્તોને ખસેડવામાં આવ્યા છે. તેમને ભોજન, પીવાનું પાણી અને મેડિકલ સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી છે. કોસ્ટલ ઝોન માછીમાર વિસ્તારમાં સ્વબચાવ માટે મોબાઈલ-આધારિત એલર્ટથી લોકોને સાવચેત કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં, કોઈપણ જાતની હોનારતમાં જાનમાલના નુકશાનને પહોંચી વળવા ડોક્ટર્સ, દવાઓ, ફૂડ પેક્ટ્સ અને રેસ્ક્યુ ટીમ્સેને ખડપગે રાખવામાં આવી છે.

જરૂરી દવાઓના સ્ટોક સાથે અદાણી હોસ્પિટલના ડૉક્ટર્સની ટીમ સજ્જ

મોબાઈલ હેલ્થકેર યુનિટ અને અદાણી હોસ્પિટલના ડૉકટર્સની ટીમ, જરૂરી દવાઓના સ્ટોક સાથે આ ભીષણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રાખવામાં આવી છે. વળી હોસ્પિટલ અને મોબાઈલ યુનિટ્સમાં દવાઓનો સ્ટોક અને મેડિકલ સાધનોનો એકત્ર કરી લેવામાં આવ્યા છે. અસરગ્રસ્તો સુધી પહોંચવા સંચાર ઉપકરણો અને વાહનો આરક્ષિત રાખવામાં આવ્યા છે.

લાઈફ સેવિંગ જેકેટ્સ, PPE કીટ, JCB મશીન તૈયાર રખાયા

ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ મહિલા સ્વસહાય જૂથો શ્રદ્ધા સહેલી અને ફૂડ સિસ્ટર સહેલી દ્વારા દિવસ-રાત હજારો ફૂડ પેકેટ્સ વિતરીત કરવામાં આવી રહ્યા છે. કટોકટીમાં ત્વરિત બચાવ માટે જીવનરક્ષક જેકેટ્સ, સ્વિમિંગ રિંગ્સ અને જરૂરી PPE કીટ તૈયાર રાખવામાં આવ્યા છે. હોનારતમાં ધરાશાયી વૃક્ષો કે કાટમાળને તાબડતોબ હટાવવા મુન્દ્રા ખાતે અલગ અલગ જગ્યાએ JCB મશીનો ખડકી દેવાયા છે.

અદાણી ફાઉન્ડેશનની ટીમ બ્લોક મુજબ વહેંચી કામગીરી

આશ્રયગૃહોમાં જરૂરી સુવિધાઓ પૂરી પાડવા જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરી પીવાનું પાણી, સ્વચ્છતા કામગીરી, લાઇટિંગ અને તબીબી સારસંભાળ વગેરેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અદાણી ફાઉન્ડેશનની ટીમ બ્લોક મુજબ જવાબદારીઓ સંભાળી રહી છે. વાવાઝોડાની પરિસ્થિતિ અંગે જાતમાહિતી મેળવી રહેલા અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહ જણાવે છે કે ”આફતની આ ઘડીને અમે તકેદારીના તમામ પગલાંઓ લીધા છે. આશ્રયગૃહોમાં તમામની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વાવાઝોડાથી લોકો ઓછા અસરગ્રસ્ત થાય તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ.”

આ પણ વાંચો : Gautam Adani: દેશની અર્થવ્યવસ્થાને આગળ ધપાવવામાં ગૌતમ અદાણીનું યોગદાન, તેથી જ કર્ણાટકમાં પણ બિછાવાઈ ‘રેડ કાર્પેટ’

અદાણી ફાઉન્ડેશનના મોબાઈલ-આધારિત સંચાર પ્લેટફોર્મ આવાઝ દે દ્વારા 10,000 કરતાં વધુ લોકોને ભયાનક વાવાઝોડા સંદર્ભેના મેસેજ નિયમિત પ્રસારિત કરવામાં આવે છે. લોકોને ચક્રવાત અને તેની અસર વિશે ચેતવણી આપવા માટે રેડિયો સંદેશા પણ પ્રસારિત કરવામાં આવ્યા. એટલું જ નહીં, ઠેરઠેર પોસ્ટરો અને બેનરો લગાવી લોકોને બને તેટલા એલર્ટ રાખવા પ્રયાસ કરવામાં આવ્યા. હવામાન ખાતાની આગાહી મુજબ વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
g clip-path="url(#clip0_868_265)">