AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યના મોટા મંદિરોમાંથી સરકારી વહીવટ દૂર કરી કરોડો રૂપિયાના દાનની રકમ હિન્દુ ધર્મ માટે વપરાવી જોઇએઃ વીહીપની બેઠકમાં ઠરાવ કરાયો

રાજ્યમાં અત્યારે અંબાજી, સોમનાથ, દ્વારકા, બહુચરાજી સહિત 32 મંદિરનું સંચાલન ટ્રસ્ટોના હાથમાં છે અને તેના મુખ્ય હોદ્દેદાર સરકારના માણસો છે આથી આ મંદિરોનો વહીવટ સરકાર દ્વારા જ કરાતો ગણાય છે.

રાજ્યના મોટા મંદિરોમાંથી સરકારી વહીવટ દૂર કરી કરોડો રૂપિયાના દાનની રકમ હિન્દુ ધર્મ માટે વપરાવી જોઇએઃ વીહીપની બેઠકમાં ઠરાવ કરાયો
અમદાવાદમાં સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમમાં વિશ્વ હિંદુ પરિષદની કેન્દ્રીય માર્ગદર્શક મંડળની બેઠક યોજાઈ હતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 5:22 PM
Share

અમદાવાદ (Ahmedabad) માં સરખેજ (Sarkhej)ખાતે આવેલા ભારતી આશ્રમમાં વિશ્વ હિંદુ પરિષદ (Viswa hindu parishad) ની કેન્દ્રીય માર્ગદર્શક મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ઠરાવ થયા છે. આ બેઠકમાં પારિત કરાયેલા પ્રસ્તાવોમાં હિંદુ મંદિરોના વહીવટને લઇને મહત્વનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. જેમાં હિન્દુ મંદિરો (temples) અને ધાર્મિક સંસ્થાઓને સરકારી (government) નિયંત્રણથી મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે અને તેમાં દાનમાં કરોડો રૂપિયા આવે છે તે ધર્મના કામમાં વાપરવાની અપીલ કરી છે.

રાજ્યમાં અત્યારે અંબાજી, સોમનાથ, દ્વારકા, બહુચરાજી સહિત 32 મંદિરનું સંચાલન ટ્રસ્ટોના હાથમાં છે અને તેના મુખ્ય હોદ્દેદાર સરકારના માણસો છે આથી આ મંદિરોનો વહીવટ સરકાર દ્વારા જ કરાતો ગણાય છે. આ વહીવટી દૂર કરી દાન પેટે આવતાં કરોડો રૂપિયાનો ઉપયોગ માત્ર હિન્દુ સમાજ માટે કરવાની માગણી વિશ્વ હિન્દુ પરિષદે કરી છે. ઉત્તર ગુજરાતના વિવિધ સંપ્રદાયના સંતોની અમદાવાદ ખાતે મળેલી બેઠકમાં દેશભરના મંદિરોમાંથી સરકારી હસ્તક્ષેપ દૂર કરવાનો કાયદો કેન્દ્રીય સ્તરે બનાવવાની રજૂઆત કરાઈ છે.

વિહિપની કેન્દ્રીય બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ઠરાવ થયા છે. વિવિધ મંદિરમાં સરકારની દરમિયાનગીરી ન હોય અને મંદિરમાં આવતું ફંડ માત્રને માત્ર હિન્દુ સમાજ માટે જ ઉપયોગમાં લેવાય તેવી માગ છે. બેઠકમાં માગણી કરાઈ હતી કે, જે તે મંદિરના સંચાલનની સંપૂર્ણ સત્તા સ્થાનિક સ્તરે સોંપાવી જોઈએ. સંચાલનમાં સ્થાનિક વહીવટી તંત્રના હોદ્દેદાર મંદિરના ટ્રસ્ટના મુખ્ય હોદ્દા પર હોવાથી સીધી રીતે સરકારનો વહીવટ હોય છે.

વિહિપે મંદિરના સંચાલન-વહીવટ સામે વાંધો ઉઠાવી માગ કરી છે કે મંદિરનું સંચાલન સ્થાનિક સ્તરે હિન્દુ સમાજના અગ્રણીને સોંપાય. મોટા મોટા મંદિરોમાં આવતી દાનની રકમ અન્ય ધર્મ માટે ખર્ચાય છે, આ રકમનો ઉપયોગ માત્ર હિન્દુ સમાજના હિત માટે જ થવો જોઈએ. ગેરકાયદે ધર્માંતરણની પ્રવૃત્તિ માટે રાષ્ટ્રીય સ્તરે એક કાયદો બનાવવાની જરૂર છે. જે અનુસૂચિત જનજાતિના લોકો ધર્મ બદલે છે,પરંતુ ઘણાં કિસ્સામાં તેઓ હિન્દુ તરીકેનો લાભ લે છે, જે બંધ થાય તે હેતુથી ધર્માંતરણ મુદ્દે કેન્દ્રીય સ્તરે કાયદો બનાવવો જોઇએ.

આ પણ વાંચોઃ  હરિધામ સોખડા વિવાદઃ કલેક્ટર ઓફિસ બહાર જ બંને પક્ષના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ

આ પણ વાંચોઃ Surat: ડુપ્લીકેટ રેમડેસીવીર ઈન્જેક્શન કૌભાંડનો કેસમાં પકડાયેલા મુખ્ય આરોપી હવે EDના સકંજામાં, આરોપીની 1.4 કરોડની સંપત્તિ જપ્ત

Follow Us
મમ્મી-પપ્પાની જાનમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાની જાનમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
g clip-path="url(#clip0_868_265)">