અમદાવાદમાં ગુનાખોરીએ માથુ ઉચક્યું ! 2 દિવસમાં હત્યાના 4 બનાવ, બે કિસ્સામાં નિર્દોષોની હત્યા

|

Apr 26, 2024 | 1:15 PM

અમદાવાદ શહેરમા 2 દિવસમાં 4 હત્યાનાં બનાવો સામે આવ્યા છે. જેમાં દાણીલીમડા, નવરંગપુરા અને બીજા દિવસે વસ્ત્રાપુર અને કૃષ્ણનગરમાં હત્યાનો બનાવ બન્યો છે. કૃષ્ણનગરમાં થયેલા હત્યાની વિગત પર નજર કરીએ તો 23 વર્ષિય કુશ ઉર્ફે અમન તોમરની હત્યા કરવામાં આવી છે.

અમદાવાદમાં ગુનાખોરીએ માથુ ઉચક્યું ! 2 દિવસમાં હત્યાના 4 બનાવ, બે કિસ્સામાં નિર્દોષોની હત્યા
Crime in Ahmedabad raised

Follow us on

અમદાવાદમાં દિવસે દિવસે ગુનાખોરી વધતી જઇ રહી છે. ચોરી, લૂંટ, હત્યા જાણે સામાન્ય બનતા જઇ રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં જ હત્યાના ચાર બનાવ સામે આવ્યા છે. જેમાંથી બે હત્યાના બનાવોમાં નિર્દોશના જીવ ગયા છે. જે માત્ર ઝઘડો રોકવા માટે વચ્ચે પડ્યા હતા અને તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.

અમદાવાદ કૃષ્ણનગરમાં ભાઈના ઝઘડામાં વચ્ચે પડીને ભાઈને બચાવવા જતા યુવકની 3 યુવકો છરીના ઘા જીકીને હત્યા કરી નાખી હતી. જે હત્યા મામલે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.

 2 દિવસમાં 4 હત્યાનાં બનાવો

અમદાવાદ શહેરમા 2 દિવસમાં 4 હત્યાનાં બનાવો સામે આવ્યા છે. જેમાં દાણીલીમડા, નવરંગપુરા અને બીજા દિવસે વસ્ત્રાપુર અને કૃષ્ણનગરમાં હત્યાનો બનાવ બન્યો છે. કૃષ્ણનગરમાં થયેલા હત્યાની વિગત પર નજર કરીએ તો 23 વર્ષિય કુશ ઉર્ફે અમન તોમરની હત્યા કરવામાં આવી છે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

કુશ તોમર તેના મોટા ભાઈ લવ તોમરના ઝઘડામાં તેને છોડાવવા વચ્ચે પડ્યો હતો. જે ઝઘડામાં 3 આરોપી રોહિત, વિશાલ અને અજય એ છરીના ઘા મારી તેની હત્યા નિપજાવી હતી. જે મામલે કૃષ્ણનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

બે આરોપીઓની પણ ધરપકડ

હત્યાના ગુનામા પોલીસે રોહીત સોલંકી સહિત અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરી લીધી છે. આરોપીની પુછપરછ કરતા હકિકત સામે આવી કે, હત્યાના બનાવ પહેલા સવારે મૃતક કુશના ભાઈ લવ સાથે એક્ટિવા ચલાવવા બાબતે આરોપીનો ઝઘડો થયો હતો અને તે સમયે સવારે સમાધાન પણ થયુ હતુ.

જોકે સાંજે આરોપીએ લવ ના ઘરે જઈ તેના પર હુમલો કર્યો હતો. જે હુમલામાં ભાઈને બચાવવા જતાં કુશ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેનુ મોત થતા પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરુ કરી છે.

ગુનાહ રોકવા પોલીસ લાગી કામે

મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં થયેલી 4 હત્યામાંથી 2 હત્યામાં કોઈ કારણ વિના અન્યનો ઝઘડો રોકવા વચ્ચે પડેલા નિર્દોશ યુવકના જીવ ગયા છે. જેથી શહેરમાં કંટ્રોલમાં રહેલા ગુનેહગારો ફરી એક વખત માંથુ ઉચક્યુ હોય તેવુ લાગી રહ્યું છે. તો બીજી તરફ કંટ્રોલમાં રહેલા ક્રાઈમ રેટને પણ ઉંચો જતો અટકાવવા માટે પોલીસે પ્રો એક્ટિવ કામગીરી કરવા આદેશ કરવામાં આવ્યા છે.

 

Next Article