અમદાવાદ: સોસાયટીઓમાં રાત્રે ટોળે વળતા લોકો પર નાઈટ વિઝન ડ્રોનથી નજર રખાશે

|

Sep 29, 2020 | 1:14 PM

અમદાવાદ શહેર પોલીસ અત્યાર સુધી દિવસે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી લૉકડાઉન અને જાહેરનામાનો ભંગ કરતા લોકોની સામે પગલાં લેતી હતી પણ હવે પોલીસ રાતના સમયે પણ નાઇટ વિઝન ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને લૉકડાઉનનો ભંગ કરનારા લોકો સામે કાર્યવાહી કરશે. જેની શરૂઆત શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારથી કરવામાં આવી છે.   Web Stories View more શું મગફળી […]

અમદાવાદ: સોસાયટીઓમાં રાત્રે ટોળે વળતા લોકો પર નાઈટ વિઝન ડ્રોનથી નજર રખાશે

Follow us on

અમદાવાદ શહેર પોલીસ અત્યાર સુધી દિવસે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી લૉકડાઉન અને જાહેરનામાનો ભંગ કરતા લોકોની સામે પગલાં લેતી હતી પણ હવે પોલીસ રાતના સમયે પણ નાઇટ વિઝન ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને લૉકડાઉનનો ભંગ કરનારા લોકો સામે કાર્યવાહી કરશે. જેની શરૂઆત શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારથી કરવામાં આવી છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ અંગે માહિતી આપતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં ડ્રોન કેમેરાનો દિવસમાં જ ઉપયોગ થયો છે. હવે પોલીસે નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે જેના ભાગરૂપે મંગળવારે શાહપુર વિસ્તારમાં નાઇટ વિઝન ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવેથી શહેરના અન્ય વિસ્તારોમાં પણ તેની શરૂઆત કરવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેર પોલીસ પાસે અત્યારે 28 ડ્રોન કેમેરા છે, જેના માધ્યમથી અત્યાર સુધીમાં 607 ગુના દાખલ કરી 1595 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે ડ્રોનના માધ્યમથી 69 ગુના દાખલ કરી 92 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત સીસીટીવી કેમેરા અને પીસીઆર વાન દ્વારા પણ 75 ગુના નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:50 am, Thu, 30 April 20

Next Article