Ahmedabad: શહેરમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ઘટાડો, 21 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા
અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસ વધુ નોંધાઇ રહ્યા છે. જેને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તે વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવે છે. જો કે હવે ગુજરાતમાં કોરોના સંક્રમણની ગતિ મંદ પડી રહી છે.
ગુજરાત (Gujarat)માં કોરોના (Corona)ના કેસમાં વધારો થતો જઈ રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદ (Ahmedabad)માં નોંધાઈ રહ્યા છે. જેને કારણે અમદાવાદમાં નવા 12 વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જો કે બીજી તરફ 21 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરતા માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં કોરોના કેસનો રાફડો ફાટી નીકળતા વહીવટી તંત્રએ કેટલાક વિસ્તારના કેટલાક ઘરોને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવા પડ્યા છે. શહેરમાં નવા 12 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. જો કે હાલમાં અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ઘટી છે. 21 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. જેના કારણે અમદાવાદમાં હવે માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનની સંખ્યા 114થી ઘટી 105 થઈ છે.
અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસ વધુ નોંધાઇ રહ્યા છે. જેને કારણે અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા તે વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવે છે. જો કે હવે ગુજરાતમાં કોરોના સંક્રમણની ગતિ મંદ પડી રહી છે. જેને કારણે અમદાવાદમાં પણ કોરોના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી અમદાવાદમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન પણ ઘટી રહ્યા છે.
મહત્વનું છે કે ગુજરાતમાં કોરોનાની સુનામી ધીમી પડી ગઈ છે. રાજ્યમાં કોરોનાના 12 હજારથી ઓછા નવા કેસ સામે આવ્યા. ગુજરાતમાં કોરોનાના 11,794 કેસ નોંધાયા. પરંતુ કોરોનાની ત્રીજી લહેર દરમિયાન સૌથી વધારે 33 દર્દીના નિધન થયા. અમદાવાદ શહેરમાં 3990 નવા કેસ સાથે 7 દર્દીના મૃત્યુ થયા. તો વડોદરા શહેરમાં 1816 કેસ સાથે 3 દર્દીના નિધન થયા.
રાજકોટ શહેરમાં 716 નવા કેસ સામે આવ્યા અને 3 દર્દીના મોત થયા. જ્યારે સુરત શહેરમાં 511 કોરોના કેસ સાથે 2 દર્દીનાં મૃત્યુ નિપજ્યા. ભાવનગર શહેરમાં 203 નવા કેસ સાથે 4 દર્દીના મોત થતા સ્થાનિકોમાં ચિંતા વધી છે. મહેસાણામાં કોરોનાના 313 અને પાટણમાં 280 દર્દી નોંધાયા. જ્યારે આણંદ અને વલસાડમાં 151 કેસ સાથે 2-2 દર્દીનાં મોત થયા. રાજ્યમાં 21655 દર્દી સારવાર બાદ સાજા થયા. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 1 લાખથી નીચે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના 98,021 એક્ટિવ કેસ છે. જે પૈકી 285 દર્દી વેન્ટીલેટર સારવાર હેઠળ છે.
આ પણ વાંચો- ગુજરાત સરકાર 3જી માર્ચે બજેટ રજૂ કરશે, આરોગ્ય સહિતના વિભાગો માટેની જોગવાઈઓમાં વધારો થવાની સંભાવના